ETV Bharat / state

One Sided Love Killing : ગુજરાતમાં એકતરફી પ્રેમમાં હત્યાના કિસ્સાઓ, દર વખતે યુવતીઓ બની ભોગ - love killing girl

ગુજરાતમાં એકતરફી પ્રેમમાં હત્યાને અંજામ આપતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. મોટાભાગે યુવતીના ગળા સરાજાહેર કપાય છે અથવા તો હત્યા કરીને મામલો આત્મહત્યામાં પણ ખપાવવામાં આવે છે. ત્યારે એકતરફી પ્રેમમાં હત્યાના બહુ ચર્ચિત ગુજરાતમાં કેટલા કિસ્સાઓ થયા જુઓ વિગતવાર.

One Sided Love Killing  : ગુજરાતમાં એકતરફી પ્રેમમાં હત્યાના કિસ્સાઓ, દર વખતે યુવતીઓ બની ભોગ

author img

By

Published : May 4, 2023, 4:26 PM IST

Updated : May 4, 2023, 4:54 PM IST

અમદાવાદ : ગુજરાતમાં એકતરફી પ્રેમમાં યુવતીના ગળા કાપીને હત્યા કરવાનો કે આપઘાત કરવાના કે આત્મહત્યા કરવાના કિસ્સા વધી રહ્યા છે. હજુ એકાદ વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દે તેવી ઘટના સુરતમાં ગ્રીષ્મા અને ફેનીલની બની હતી. ત્યારે ફરી એકવાર મહેસાણામાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતીનું નાક દબાવીને હત્યાને અંજામ આપ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં બહુ ચર્ચિત એવા કેટલાક એકતરફી પ્રેમમાં હત્યાના બનાવો બન્યા છે.

જેતપુરમાં સગીરા પર 32 છરીના ઘા : રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં જયેશ ગિરધર સરવૈયા નામના યુવાને એકતરફી પ્રેમમાં તરૂણીને 32 છરીના ઘા મારીને હત્યા કરી હતી. મૃતક સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. 16 માર્ચ 2021ના દિવસે સગીરાના માતાપિતા ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. ત્યારે બપોરના સમયે આરોપીએ સગીરાને લગ્ન માટે દબાણ કર્યું હતું. દબાણ બાદ તરુણીએ જયેશની વાત ન માનતા જ્યેશે તરૂણીને મનાવવા પ્રથમ ઢોર માર માર્યો હતો. તેમ છતાં તેણી એકની બે ન થઈ અને લગ્ન માટે ના જ પાડતી રહી હતી, ત્યારે અંતે હવે પોતે ફાવશે નહિ અને મારી નહિ તો કોઈની નહિ તે આશયે શેતાન બની ગયેલ હત્યારા જયેશે છરી કાઢી એક-બે નહિ પરંતુ 32 જેટલા છરીના ઘા મારી આખી વીંધી નાંખી હતી.

પ્રેમીકાની હત્યા કરીને પ્રેમીએ દવા પીધી : 2022માં મહીસાગરના દુધેલા ગામમાં પણ એકતરફી પ્રેમમાં પાગલ બનેલો શૈલેષ પગીએ પ્રેમિકા રમીલાબેન પર ચુપ્પાના ઘા મારીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા ટીમો બનાવી આરોપીને શોધવા માટેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હત્યારો પ્રેમી રસ્તામાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળતા આરોપીને વીરપુર CHC ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે, પ્રેમીકા રમીલા રાવળના એક વર્ષ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન થયા હતા. આ પ્રેમસંબંધના કારણે લગ્નજીવનમાં થોડા સમય પછી તિરાડ પડતા આખરે રમીલાબેનના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ રમીલાબેનને પ્રેમ સંબંધ મંજૂર ન હતો. પ્રેમ સંબંધ રમીલાબેનને મંજુર ન હોવાથી શૈલેષ પગીએ હત્યાને અંજામ આપ્યો હતો.

શંકાના આધારે યુવતીના પેટ પર છરી ફેરવી : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પ્લેક્ષના ત્રીજા માળે નરેશ નામના યુવકે ઈશાની નામની યુવતીના પેટ અને ગળાના ભાગે છરી ફેરવી દીધી હતી. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવકને યુવતી સાથે 6 વર્ષથી મિત્રતા હતી. યુવતી નડિયાદથી રોજ એક અન્ય યુવક સાથે ટ્રેનમાં આવતી હતી. જેથી અન્ય યુવક સાથે મિત્રતા થઈ હતી. જે વાત નરેશને પસંદ ન હતી અને નરેશ આ બાબતે યુવતી પર શંકા રાખતો હતો. આ મુદ્દે ત્રણેય લોકો ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતાં અને અમદાવાદના લૉ ગાર્ડન પાસે યુવતી અને અન્ય યુવક વચ્ચે કોઈ સંબંધ નથી તેવું નરેશે જણાવ્યું હતું તેમ છતાં નરેશ યુવતી પર શંકા રાખતો હતો. જેના પગલે યુવતીએ કંટાળીને નરેશને ક્યારેય વાત ન કરતો તેવું જણાવ્યું હતું જેનું નરેશને લાગી આવતા યુવતીની ઓફિસની નીચેથી જ નરેશે છરી લીધી હતી અને યુવતીના પેટ તથા ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને એલિસબ્રિજ પોલીસને સોંપ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં એક તરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો

સુરતમાં જાહેરમાં યુવતીના ગળા પર છરી ફેરવી : એકાદ વર્ષ પહેલા સુરત જિલ્લાના પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતીનું જાહેરમાં ગળા પર છરી ફેરવીને હત્યા કરાતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. જે કેસ હત્યાનો બનાવ બનતા સરકારથી લઈને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પાસોદરા ગામે યુવક ફેનીલ દ્વારા તેમની જ કોલેજમાં અભ્યાસ કરતી ગ્રીષ્મા નામની યુવતીની હત્યા જાહેરમાં નિપજાવી હતો. યુવતી યુવક સાથે કોલેજમાં અભ્યાસ કરતી હતી. ફેનિલ નામનો યુવક ગ્રીષ્મા સાથે એકતરફી પ્રેમના દાવા સાથે ગ્રીષ્માને સતત હેરાન કરતો હતો. યુવકની હેરાનગતિની જાણ પરિવારને કરતા યુવતીના મોટા બાપાએ યુવકને ઠપકો આપ્યો હતો. જોકે, બાદમાં યુવક વધુ ઉશ્કેરાઈ જતા યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી બંધક બનાવી દીધી હતી. બાદમાં યુવતીના ગળાના ભાગે ચપ્પુ ફેરવીને જાહેરમાં મોતને ઘાટ ઉતારી હતી.

આ પણ વાંચો : Mehsana Student Death Case: ફાર્મા લેબમાં યુવતીના મૃતદેહ મામલે મોટો ખુલાસો, સીસીટીવી આવ્યા સામે

મહેસાણામાં યુવતીનું મોઢુ- નાક દબાવી હત્યા : મહેસાણાની વડસ્મા કોલેજમાં 21 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસે અને મૃતકના પરિવાર તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. બંનેની તપાસ દરમિયાન યુવતીની એકતરફી પ્રેમમાં હત્યા થયા હોવાનું બહાર આવ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતા યુવક પ્રણવ ગાવીતે યુવતીનું મોઢું નાક દબાવીને હત્યા કરી હતી. આરોપી યુવક પ્રણવ ગાવીત એક વર્ષથી યુવતીના સંપર્કમાં હતો. બંને વચ્ચે સંજોગો વિપરીત બનતા યુવકે યુવતીને પામવા દબાણ કરવાનું શરું કર્યું હતું. પરંતુ યુવતી સહમત ન થતા યુવકે તેને કોલેજની ફાર્મ લેબમાં લઈ જઈને નાક મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી.

Last Updated : May 4, 2023, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.