ETV Bharat / state

National highway Projects: કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ હાઈવે પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા

કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીની અધ્યક્ષતામાં (Union Minister Nitin Gadkari ) ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વિશેષ ઉપસ્થિત રહ્યા (Review meeting gujarat National Highway Projects) હતા. તો આ બેઠકમાં કઈ ચર્ચા કરવામાં આવી તેની પર કરીએ એક નજર.

Etv BharatNational highway Projects: કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ હાઈવે પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા

author img

By

Published : Jan 19, 2023, 8:39 AM IST

Updated : Jan 19, 2023, 9:58 AM IST

અમદાવાદ રાજ્યમાં હાઈવેની સંખ્યા વધી રહી છે. આ સાથે જ વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ પણ ચાલી રહ્યું છે. તેવામાં કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સ પર ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો મનમોહન સિંહે શરૂ કરેલા આર્થિક સુધારાએ દેશને નવી દિશા બતાવીઃ ગડકરી

પાટીલ પણ રહ્યા ઉપસ્થિત ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટસની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

8 વર્ષમાં મંજૂર થયા કરોડોના પ્રોજેક્ટ્સ નેશનલ હાઈવેના વિકાસ અને સુધારણા માટેના 81 કામો માટે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં વિવિધ હાઈવે પ્રોજેક્ટ માટે 52,775 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 30,908 કરોડ રૂપિયાના 1,366 કિમીના 22 કામો આયોજનના તબક્કામાં છે. આમ, ગુજરાતમાં નેશનલ હાઈવેના બાંધકામ અને સુધારણા માટે કુલ 1,08,690 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

આ પણ વાંચો શાહે કર્યું 1100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ભાડજ હાઈવે પર ટ્રાફિક ભારણ ઘટશે

રાજ્યમાં કાર્યરત્ પ્રોજેક્ટ્સ રાજ્યમાં કાર્યરત્ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કે, જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં આ લોકો રહ્યા ઉપસ્થિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના સભ્યો તેમ જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સલાહકાર એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, વાવડ એવા પણ મળી રહ્યા છે કે, એમનું મંત્રાલય ફરી કોઈ મોટા પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યું હોઈ શકે છે. રોડ સંબંધીત મોટા પ્રોજેક્ટ અંગે તેમણે ખાસ તો કોઈ ચોખવટ કરી નથી. પરંતુ, આવનારા સમયમાં વધુ કોઈ મોટી યોજના થકી રસ્તાઓના પ્રોજેક્ટ આકાર પામી શકે એમ છે.

Last Updated : Jan 19, 2023, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.