ETV Bharat / state

Gujarat Weather Update: હવામાન વિભાગે ગુજરાતના આ 6 જિલ્લામાં કરી ભારે વરસાદની આગાહી

વરસાદે ગુજરાતમાં આગમન કરતાની સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ સાગપપુત્રોને 5 દિવસો સુધી દરિયો ના ખેડવાની પર ચેતવણી આપવામાં આવી છે.

http://10.10.50.85:6060/reg-lowres/29-June-2023/havaman_2906newsroom_1688014944_386.jpg

author img

By

Published : Jun 29, 2023, 10:55 AM IST

6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે સર્ક્યુલેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ પર પણ મેઘરાજા મહેરબાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે. ગુજરાતમાં ચોમાસું પ્રારંભ થઈ ચૂક્યું છે. ગઈકાલે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે.

Gujarat Weather Update: હવામાન વિભાગે ગુજરાતના આ 6 જિલ્લામાં કરી ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી

2 જુલાઈ સુધીમાં વરસાદની ગતિ પણ વધી શકે: આ સાથે 2 જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ આવવાની હવામાન વિભાગે શક્યતા બતાવી છે. તો 26, 27, 28 જૂનથી ગુજરાતમાં વરસાદની ગતિ પણ વધી શકે છે.

ગુજરાતમાં મોન્સૂન સિસ્ટમ સક્રિય: ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર એમ બે સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ શરૂ થઈ ગયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના વલસાડ, તાપી, નવસારી, નર્મદા અને સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના ભાગોમાં ધોધમાર વરસાદ ચાલુ છે. મંગળવારે ભારતીય હવામાન વિભાગ (IMD) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે "લાલ રંગની ચેતવણી" જારી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લાના પારડી અને વલસાડના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 169mm અને 168mmનો ભારે વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં 149 મીમી અને નવસારીના ખેરગામ વિસ્તારમાં 147 મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની આજે (29 જૂન) સવારે વરસાદ વરસ્યા બાદ આહલાદક વાતાવરણમાં જાગી ગઈ હતી અને આકરી ગરમીમાંથી રાહત મળી હતી. IMD મુજબ, ગુરુવારે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વાદળછાયું આકાશ અનુભવવાની અપેક્ષા છે.

ભારે વરસાદની સંભવના: છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હાલમાં મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં ફરી વખત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, હાલોલ, કાલોલ, પાવાગઢના ભાગોમાં વરસાદની સંભાવના છે. ચાલુ મહિનાના અંતમાં તથા આગામી જુલાઈ માસની શરુઆતમાં પણ વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બાર તાલુકામાં વરસાદ: સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેશે. ત્યારબાદ 8 જુલાઈ બાદથી વરસાદ ક્રમશ: હળવો થતો જશે.સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રથી ચોમાસું આવે છે તેના બદલે આ વખતે ભિન્ન-ભિન્ન લો-પ્રેશરથી ચોમાસું આવ્યું છે. જેને કારણે ગુજરાતના જુદાજુદા સ્થળોએ વરસાદે તારાજી સર્જી છે.છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 56 તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન બાર તાલુકામાં બે ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ: રાજ્યના 25 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.કમોસમી વરસાદથી ત્રસ્ત થયેલા લોકો હવે ચોમાસાની ખરી ઋતુને માણી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો વલસાડમાં હવામાંન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.

  1. Junagadh news: જુનાગઢમા તંત્રની અણ આવડતનો ભોગ બન્યા મુસાફરો, એસટી બસ ભૂગર્ભ ગટરના ખોદાણમાં અચાનક ખૂંપી ગઈ
  2. Rain in Amreli: અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન, નદી નાળાઓ વહેતા થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.