ETV Bharat / state

Class 12 marksheet: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ થશે - hsc general stream result

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 31 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં ત્રણ કેન્દ્રો છે જ્યાંથી શાળાઓએ માર્કશીટ એકત્રિત કરવાની રહેશે.

gujarat hsc general stream result
gujarat hsc general stream result
author img

By

Published : Jun 10, 2023, 9:38 AM IST

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ જાહેરાત કરી છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ 10 જૂને કરવામાં આવશે. બોર્ડે જિલ્લા અને તાલુકા કેન્દ્રોને માર્કશીટ મોકલી છે જ્યાંથી માર્કશીટ શાળાઓમાં મોકલવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 31 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં ત્રણ કેન્દ્રો છે જ્યાંથી શાળાઓએ માર્કશીટ એકત્રિત કરવાની રહેશે.

સૌથી વધુ કચ્છ જિલ્લાનું પરિણામ: પરિણામની વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામ કચ્છ જિલ્લાનું 84.59 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 54.67 ટકા સાથેનું પરિણામ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરવામાં આવે તો વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ અને સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરવામાં આવે તો દેવગઢબારિયા નું 36.28% પરિણામ જાહેર થયું છે.

100 ટકા પરિણામ ઘટાડો: માર્ચ 2022 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 1264 જેટલી શાળાનું 100 ટકા પરિણામ હતું ત્યારે માર્ચ 2023 માં ફક્ત 311 શાળા 100% જેટલું પરિણામ પ્રાપ્ત કરી શકી છે કે જ્યારે 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી સંખ્યા માર્ચ 2022 માં ફક્ત એક જ સારા હતી કે જેમાં પણ વર્ષ 2013માં વધારો થઈને 44 શાળાઓનું પરિણામ 10% થી પણ ઓછું છે.

વિદ્યાર્થીનીઓએ બાજી મારી: માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી ત્યારે સામાન્ય પ્રવાહમાં પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ જ બાજી મારી છે નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની વાત કરવામાં આવે તો 67.3% જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 80.39% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે જ્યારે દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા ની વાત કરવામાં આવે તો 3097 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 2023 માં ફક્ત 357 જેટલા જ ગેર રેતીના કેસ નોંધાયા હતા.

અંગ્રેજી મધ્યમનું પરિણામ વધુ: ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ ની વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતી હિન્દી મરાઠી ઉર્દુ સિંધી અંગ્રેજી અને તામિલ ભાષામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટકાવારીની વાત કરવામાં આવે તો 79.16 ટકા પરિણામ અંગ્રેજી માધ્યમનું આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા પ્રાપ્ત થયું છે ઉલ્લેખનીય છે કે અંગ્રેજી માધ્યમમાં ફક્ત 41,995 જેટલા જ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં 41,910 જેટલા વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી.

  1. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, આ વિદ્યાર્થીનીઓેએ મારી બાજી, 100 ટકા પરીણામ ધરાવતી શાળામાં ઘટાડો
  2. GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ, આ રીતે જોઈ શકશો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.