અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઈ ચલણ મામલે કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની સ્થાપના કરવાની સખત જરૂર છે એવી માંગણી સાથેની ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર પાસે કામગીરી અંગેનો અહેવાલ રિપોર્ટ માંગ્યો હતો. સરકાર દ્વારા ઈ ટ્રાફિક કોર્ટ અને ચલણ અંગે રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ઈ ટ્રાફિક કોર્ટને લઈને હાઇકોર્ટમાં થયેલી અરજી પર સરકારે સોગંદનામું ફાઇલ કર્યું છે. ઈ ચલણ અને ઈ ટ્રાફિક કોર્ટને કામગીરીની બાબતેનો તમામ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારે શું કરી હતી રજૂઆત : સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વન નેશન અને વન ચલણ અંતર્ગત સરકાર કામ કરતી હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. સરકારે વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ઈ ચલણ માટે રાજ્યમાં લગાવેલા CCTV મારફતે ચલણ મોકલવાની કામગીરી કરવામાં આવી છે. તમામ પ્રકારનો દંડ બેંકમાં ભરાઈ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દંડ માટે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા હોવાની જાણ પણ હાઇકોર્ટને કરવામાં આવી હતી. જે પણ દંડ તરીકે જમા થયેલી રકમ સીધે સીધી ગુજરાત રોડ સેફ્ટી ફંડ તરીકે જમા થશે.
વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ : હાલમાં ગુજરાતના કુલ ત્રણ શહેરોમાં આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાંથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 16 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ વડોદરામાં પણ ટૂંક સમયમાં આ નવા નિયમની અમલવારી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં તો વર્ચ્યુઅલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. ધીરે ધીરે આવી તમામ વર્ચ્યુઅલ કોર્ટ ટ્રાફિક અને ઈ ચલણ અંગે રાજ્યના દરેક મોટા શહેરોમાં પણ જોવા મળશે.
આ પણ વાંચો : Ashram Rape Case: આજીવન કેદની સજા પામેલા આસારામે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
બીજા રાજ્યમાંથી આવતા વાહન માટે : "વન નેશન વન ચલણ" યોજનાની વાત કરીએ તો આ યોજનાએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના અભ્યાનને અમલમાં મુકનાર ગુજરાત સર્વ પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન વિભાગ એટલે કે આરટીઓ એક જ પ્લેટફોર્મ પર કામ કરશે. જો બીજા રાજ્યમાંથી પણ વાહન ગુજરાતમાં પ્રવેશ કરશે તો ત્યાં ટ્રાફિકના કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે અંગેનું ઈ ચલણ સીધું વાહન ચાલકના માલિકના મોબાઈલ પર આવશે. વાહન માલિકે ક્યા સમયે ક્યાં અને ક્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેની તમામ પ્રકારની રેકર્ડ ઈ ચલણ અને ઈ ટ્રાફિક વર્ચ્યુઅલ કોર્ટ મારફતે મળી રહેશે.
આ પણ વાંચો : Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટના નવા પાંચ ન્યાયાધીશોની નિમણૂક
ટ્રાફિકના નિયમોનું પાલન : ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક શહેરોમાં ટ્રાફિકના નિયમોનું પાલન થતું ન હોવાનું તેમજ ઈ ચલણને લઈને આક્ષેપ સાથેની જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરીનો રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.