અમદાવાદ: ગુજરાત સરકારે આજે જે નવું એફિડેવિટ ફાઇલ કરી હતી તેને લઈને પણ ગુજરાત હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું (Gujarat High Court on Chinese Cords) કે, ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરો છો તે જ રીતે ચાઈનીઝ દોરી ના દુરુપયોગ અંગેનો પ્રચાર કરવામાં આવે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકર નો ઉપયોગ કરીને પણ ચાઈનીઝ દોરી નો ઉપયોગ અટકાવવામાં આવે તેવું સૂચન હાઇકોર્ટે કર્યું છે. (Gujarat High Court Suggestion to Govt )
સરકારની ઝાટકણી કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે , આ સંદર્ભે સ્કૂલ કોલેજોમાં જાગૃતતા લાવવા (Publicize Misuse of Chinese Cords ) હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. નાયલોન દોરી, ચાઈનીઝ અને દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવવા માટે પણ જણાવ્યું છે .ઓટોરિક્ષામાં જાહેરાતની જરૂર પડે તો લોકજાગૃતિ માટે ઉપયોગ કરો. મીડિયા એ પણ લોકજાગ્રતનો પ્રયાસ કરવો જોઈએ. એલઈડી સ્ક્રીન પર લોકજાગૃતિના પ્રયાસ કરવામાં આવે તેવું પણ હાઇકોર્ટ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે. (Chinese Dori Ban )
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ નારાજ, ચાઈનીઝ દોરી અંગે નવેસરથી સોંગદનામું રજૂ કરવા સરકારને આદેશ
દરેક ચેનલના સીઈઓ સાથે વાત કરીને તેમના prime time માં આ લોકજાગૃતિ આવે તેવા પ્રયત્ન કરવામાં આવે. ફરજિયાત ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચનો ઉપયોગ અટકાવો તેમજ જેમ ચૂંટણીમાં લાઉડ સ્પીકર નો ઉપયોગ થાય તેમ ચાઈનીઝ દોરી અંગે પણ લાઉડ સ્પીકર નો ઉપયોગ કરી લોકોને આના વિશે જાગૃત કરો.જ્યાં સૌથી વધારે મોટા પ્રમાણમાં પબ્લિક જોવા મળે તેવા સ્થળોએ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમના બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં જે ગત સુનાવણીમાં ચાઈનીઝ દોરીના પ્રતિબંધિત અમલવારી અંગે રાજ્ય સરકારે જે સોગંદનામુ રજૂ કર્યું હતું તેને લઈને હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે ,રાજ્ય સરકારનું સોગંદનામુ વિશ્વાસ અપાવે તેમ નથી તેમ જ હુકમ સરનું સોગંદનામુ ન હોવાથી ગૃહ સજીવને ફરીથી સોગંદનામુ રજૂ કરવા માટે પણ હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: દિલ્હી કોર્ટે આરોપી શંકર મિશ્રાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
ચાઈનીઝ દોરી નો આટલો પણ પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આશાસ્પદ યુવાનોના મોદ થઈ રહ્યા છે. વડોદરા ,સુરત બંને જગ્યાએ ચાઈનીઝ દોરીના કારણે મૃત્યુ નીપજ્યા હતા. આ બધી ઘટનાઓના કારણે ત્રીજી જાન્યુઆરીએ એક પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે આ સમગ્ર મામલે કડક વલણ દાખવ્યું હતું. તેમજ ચાઈનીઝ દોરીઓ ના કારણે કોઈની પણ ઈજા કે મૃત્યુ ચલાવી લેવાય નહીં એવી ગંભીર પ્રકારની ટકોર પણ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છીએ કે હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે સમગ્ર સૂચનો સરકારને આપવામાં આવ્યા છે તેનો અમલીકરણ કરવા માટે હાઇકોર્ટે બે દિવસનો સમય આપ્યો છે અને આ સમગ્ર મામલે વધુ સુનાવણી નવ જાન્યુઆરીના રોજ હાથ ધરાશે. ( Utrayan 2023)