અમદાવાદ: સોખડા હરિધામના ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મુદ્દે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધરપકડથી બચવા માટે હાઇકોર્ટમાં ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે ત્યાગ વલ્લભ સ્વામીને રાહત આપી છે.
ત્યાગ વલ્લભ સ્વામીને રાહત: જસ્ટિસ સમીર દવેની કોર્ટમાં ત્યાગ વલ્લભ સ્વામીના વકીલ સુધીર નાણાવટી દ્વારા ધરપકડથી બચવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ત્યાગ વલ્લભના સ્વામી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે , સ્વામી એક સાધુ છે અને તેમની ઉંમર 71 વર્ષની છે તેઓ આ ઉંમરે ક્યાંય જતા રહેવાના નથી. માટે તેમને ધરપકડ ઉપર સ્ટે આપવામાં આવે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઈકોર્ટે ત્યાગ વલ્લભ સ્વામીને ધરપકડ ઉપર હાલ પૂરતો સ્ટે આપ્યો છે. આ સાથે જ ત્યાગ વલ્લભ સ્વામીને હાઇકોર્ટ તરફથી રાહત મળી છે.
શું છે સમગ્ર કેસ: સોખડાના હરિધામના ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીના કરોડોના કૌભાંડ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. તેવામાં આત્મીય યુનિવર્સિટીમાં 32.26 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાની ફરિયાદ દાખલ થતા મુદ્દો ગરમાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમણે 20 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાંથી 9 બેન્ક એકાઉન્ટ સાધ્વીઓના નામે હોવાનું ખૂલ્યું છે.
33.26 કરોડની છેતરપિંડી: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક પવિત્ર જાની દ્વારા ત્યાગ વલ્લભ સ્વામી વિવૃત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટ માંથી ત્યાગ વલ્લભ સ્વામી એ પૂર્વ આયોજન રચીને રૂપિયા 33.26 કરોડની છેતરપિંડી કરી છે. આ બનાવ વર્ષ 2016 થી ચાલી રહ્યો હતો. જેમાં વર્ષ 2013 થી લઈને વર્ષ 2016 દરમિયાન 0 3:45 વર્ષમાં કુલ 30 કરોડ જેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા છે.
દાનનો અંગત કામ માટે ઉપયોગ: ત્યાગ વલ્લભ સ્વામીને જેટલા પણ પૈસા દાનમાં આવ્યા હતા. તેનો ઉપયોગ અંગત કામ માટે ઉપયોગ કર્યા છે. ત્યાગ વલ્લભ સ્વામીએ આ નાણાકીય વ્યવહાર માટે 20 જેટલા એકાઉન્ટ ખોલાવ્યા હતા એટલું જ નહીં આ તમામ ખાતાઓ સત્સંગીઓના નામે હોવાનું પણ વિગતો સામે આવી છે. ત્યાગ વલ્લભ સ્વામી એ આ એકાઉન્ટમાંથી તો નવ બેન્ક એકાઉન્ટ મહિલા સત્સંગીઓના નામે હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.