અમદાવાદ: દેશના કેટલાક નેતાઓ સામે ફાઈલ થયેલા ક્રિમિનલ કેસનો નિવેડો લાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે પણ આ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પેન્ડિંગ પડી રહેલા નેતાઓ સામેના ક્રિમિનલ કેસનો ઉકેલ લાવવા આદેશ આપ્યા હતા. હવે ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના નેતાઓ સામે ફાઈલ થયેલા ગુનાલક્ષી કેસ ઉકેલવા માટે આદેશ આપ્યા છે. આ સાથે ઓવરઓલ રિપોર્ટ રજૂ કરવા માટે કડક શબ્દોમાં સ્પષ્ટતા કરી છે. જોકે ચૂંટણીના સમયમાં તેમજ એ પછીના કેટલાક વખતમાં નેતાઓ સામે ગુનાલક્ષી કેસ નોંધાયા હતા જેને લઈને એ સમયે ગુજરાત હાઇકોર્ટમાં કેસ ફાઈલ થયા હતા જે એક ચોક્કસ સમય સુધી પડી રહેતા ગુજરાત હાઇકોર્ટે આકરા શબ્દોમાં આનો ઉકેલ લાવવા વાત કરી છે.
ટ્રાયલ કોર્ટને આદેશ: કેસોના સ્ટેટસ અંગે આ બાબતે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, 2007 થી ચાલી રહેલા આ કેસોમાં અત્યાર સુધીમાં 42 જેટલા હજુ પણ કેસ ધારાસભ્યો અને સાંસદો સામે પેન્ડિંગ પડેલા છે. કોર્ટે આ તમામ કેસોને ઝડપથી ચલાવવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે. આ સાથે જ હાઇકોર્ટે આદેશ કર્યો છે કે આટલા લાંબા સમયથી કે પેન્ડિંગ રહે તે ચલાવી લેવાય નહીં.આમાંથી તો ઘણા લોકો ધારાસભ્યો સાંસદો કે પ્રધાન પણ બની ગયા હશે.
આ પણ વાંચો Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટના નવા પાંચ ન્યાયાધીશોની નિમણૂક
વિવાદને લઈને સુઓમોટો: સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટે આ કેસોના વિવાદને લઈને સુઓમોટો કરી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે સુઓમોટો કરવામાં આવી હતી તેને જાહેરહિતની અરજીમાં સમાવવામાં આવી હતી. આ સાથે જ હાઇકોર્ટે કેસોની ઝડપી સુનાવણી માટે ખાસ કોર્ટની રચના કરવા માટે પણ આદેશ આપ્યા હતા.
ખાસ સરકારી વકીલો: આ સમગ્ર કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર પણ કરી છે કે જરૂર પડે તો આ કેસોમાં ખાસ સરકારી વકીલોની નિયુક્તિ કરવામાં આવે. સરકારી વકીલોની જો નિયુક્તિ કરવામાં આવશે તો તેઓ તમામ કેસોનું વ્યવસ્થિત રીતે મોનિટરિંગ પણ કરી શકશે. શક્ય હોય તેટલી ઝડપ થી તમામ કેસો અંગે ચુકાદા આપવામાં આવે તેવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે.
પડતર પડેલા કેસો: ઉલ્લેખનીય છે કે ,પૂર્વ વર્તમાન ધારાસભ્યો તેમ જ સાંસદો સામે ઘણા લાંબા સમયથી પડતર પડેલા કેસોને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. આ સમગ્ર કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની હાઇકોર્ટને ધારાસભ્યો તેમજ સાંસદો સામે કેસોની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. તેમજ જેમ બને તેમ તમામ કેસોનો નિકાલ લાવવા માટે પણ આદેશ કર્યો હતો. આગામી મુદત સુધીમાં કેસોની ઝડપી ટ્રાયલ અંગે શુ પગલાં લેવામાં આવ્યા. તેમજ કેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો તે અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.આ સમગ્ર મામલે વધુ સુનાવણી 11 એપ્રિલ ની હાથ ધરવામાં આવશે.