અમદાવાદ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે (GPSC ) દ્વારા જે વર્ગ 1 અને વર્ગ 2 માટે થઈને પ્રિલિમ પરીક્ષા (GPSC Exam )લેવામાં આવી હતી. તેમાં એક ઉમેદવારને અયોગ્ય ઠેરવતા તે ઉમેદવારે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા માટે થઈને હાઇકોર્ટમાં( Gujarat High Court )અરજી કરી હતી. જેમાં મામલે આજે હાઇકોર્ટે તે ઉમેદવારને મુખ્ય પરીક્ષા આપવા દેવાનો આદેશ કર્યો છે.
શું છે સમગ્ર વિગત ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા જે એડમિનિસ્ટ્રેસીવ સર્વિસ માટે વર્ગ 1 ની અને નગરપાલિકાના ચીફ ઓફિસર વર્ગ 2 માટે જે પ્રિલીમ પરીક્ષા લેવામાં( GPSC Exam Syllabus)હતી. તેમાં ઉમેદવારને જવાબ ખોટો આપ્યો છે, તેવું GPSC દ્વારા પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ તે કહેવામાં આવ્યું હતું, તેથી ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે અયોગ્ય ઠેરવતા તે ઉમેદવારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
અરજદારે પ્રિલિમ પરીક્ષા આપેલી આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે,અરજદારે પ્રિલિમ પરીક્ષા આપેલી છે. આ માટેની જે માસ્ટર આન્સર કી જાહેર થઈ છે. તેમાં ગરબા, ઘુમ્મર અને કુકમા-ગોળ ઘોડી સંદર્ભના જે પ્રશ્ન છે તેના જવાબમાં અસ્પષ્ટતા છે. જેના લીધે અરજદારને નુકસાન થયું છે અને તેમને મુખ્ય પરીક્ષા આપવાની મંજૂરી આપો. તો બીજી બાજુ GPSCની રજૂઆત હતી કે,આ પ્રશ્નો અને તેના જવાબ નિષ્ણાતોએ તૈયાર કરેલા છે. આ પછી જ માસ્ટર આન્સર કી બહાર પાડવામાં આવેલી છે. આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નોથી પરીક્ષાર્થીઓના માનસની ક્ષમતા ચકાસાય છે. જેથી તેમને સરળ પ્રશ્નોના બદલે માનસિક કસરત થાય તેવા પ્રશ્ન પુછાય છે.
આ પણ વાંચો PSI ભરતી વિવાદ મામલે હજી જોવી પડશે રાહ, HCએ ચૂકાદો રાખ્યો અનામત
પરીક્ષાર્થીની સ્થિતિનો વિચાર કરવો જોઈએ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે ટકોર કરી હતી કે હાઈકોર્ટે માર્મિક ટકોર કરેલી કે, પરીક્ષાના પેપર સેટ કરનારે પરીક્ષા રૂમમાં બેસેલા પરીક્ષાર્થીની સ્થિતિનો વિચાર કરવો જોઈએ. તેમને મર્યાદિત સેકન્ડમાં જવાબ નક્કી કરવાનો હોય છે, જો વિકલ્પમાં બે સાચા હોય તેવુ જણાતુ હોય ત્યારે જે સ્થિતિ સર્જાય છે, તે દર્દ આપે છે. પરંપરાગત ગરબા મહિલાઓ અને પુરૂષો બંને કરતા નથી. હાલ પુરૂષો જે ગરબા ગાય છે, તે એક ફેશનના સ્વરૂપે છે. નવરાત્રિના માતાજીના પરંપરાગત ગરબા એ તો મહિલાઓ કરે છે. હવે તેમાં દરેક લોકો ભાગ લે છે.
આ પ્રકારના સવાલ પુછવાનુ કારણ શું એટલું જ નહિ, હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે, ક્યારેક કોઈ આ પ્રકારની અરજી આવશે ત્યારે આ મુદ્દો નક્કી કરીશુ. સત્તાધીશોએ જે પ્રશ્નો પૂછ્યા છે, તેમાં જો બે જવાબ હોય તો ઘણી મુશ્કેલી સર્જાય છે. આ સ્થિતિમાં આ પ્રકારની બાબતમાં ક્યારેક તો યોગ્ય સ્પષ્ટતા નક્કી કરવી પડશે. જે અમે કરીશું. આ સમયે પરીક્ષાના પેપર કાઢનારને સવાલ કરીશું કે આ પ્રકારના સવાલ પુછવાનુ કારણ શું ?
હાઇકોર્ટે LRD પરીક્ષાના આદેશને યાદ કર્યો મહત્વનું છે કે આ કેસની સનાવણીના સંદર્ભે હાઇકોર્ટે એલઆરડી ના પરીક્ષામાં આપેલા આદેશને પણ યાદ કર્યો હતો. હાઈકોર્ટે એ પણ ટકોર કરેલી કે 17-08-2022ના એલઆરડી પરીક્ષા સંદર્ભની આ પ્રકારની મેટરમાં પાર્ટી ઈન પર્સન દ્વારા બહુ સરસ રજૂઆત કરાયેલી. જો કે, ઈચ્છવા છતા તેમને મદદ કરી શક્યા ન હતા અને તેમની અરજી ફગાવવી પડેલી. આ બાબતે ન્યાયિક રીતે હાથ બંધાયેલા છે, નહીંતર આ પ્રકારના પ્રશ્નો ચલાવીએ નહીં. આ સમગ્ર મામલે સુનવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના વર્ગ 1 અને વર્ગ 2 તથા નગરપાલિકાના ચીફ ઓફિસર વર્ગ 2ની પોસ્ટ માટે આવતીકાલે લેવાનાર મુખ્ય પરીક્ષામાં અરજદાર ભાગ લઈ શકે છે.
પ્રશ્નનો ઉત્તર આપવા માટે સરેરાશ 48 સેકન્ડ હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષાર્થી પાસે દરેક પ્રશ્નનો ઉત્તર આપવા માટે સરેરાશ 48 સેકન્ડ હોય છે. પરીક્ષાર્થી દરેક પ્રશ્નનો જવાબ આપે તે તેના લાભમાં હોય છે. પરીક્ષાર્થીઓની ક્ષમતા નક્કી કરવા માટે જે પ્રશ્નો પુછાય છે તેના જવાબના જે વિકલ્પો હોય છે તેમાંથી એક જ સાચો હોવો જોઈએ, તેમાં કોઈ ગેરસમજણ ના હોવી જોઈએ. નોંધનીય છે કે ,જો કે, હાઈકોર્ટે તેના આદેશમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, આ આદેશથી અરજદારેએ ન સમજવુ કે કોર્ટ તેમની તરફેણમાં છે. આ કેસની વધુ સુનાવણી 8 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.