ETV Bharat / state

Gujarat High Court: રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટને સિવિલ મેટરો ફાળવવા આપ્યો નિર્દેશ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકોને ઝડપથી ન્યાય મળે અને પડતર કેસોનો નિકાલ થાય તે માટે વધુ એક સહારનીય પગલું લેવામાં આવ્યું છે. તમામ ડીસ્ટ્રીકટ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને સિવિલ મેટરો પણ ફાળવવાનો નિર્ણય કર્યો છે. હાઇકોર્ટે આ અંગે એક પરિપત્ર મારફતે રાજ્યની તમામ ડીસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને નિર્દેશ આપ્યો છે.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સ
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સ
author img

By

Published : Jan 31, 2023, 10:12 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ ડીસ્ટ્રીકટ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને સિવિલ મેટરો પણ ફાળવવાનો નિર્ણય કર્યો છે. હાઇકોર્ટે આ અંગે એક પરિપત્ર મારફતે રાજ્યની તમામ ડીસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને નિર્દેશ આપ્યો છે કે તેમના જિલ્લાના પડતર કેસોની સ્થિતિને ધ્યાનમાં લઇ તેમના તાબાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને સિવિલ મેટરોની ફાળવણી કરવી.

સિવિલ મેટરોની ફાળવણી: હાઈકોર્ટે આ અંગે એક પરિપત્ર તૈયાર કરીને રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ જજને નિર્દેશ જારી કર્યો છે કે તેમણે તેમના જિલ્લાના પડતર કેસોની સ્થિતિને ધ્યાનમાં લઇ તેમના તાબાના સિવિલ મેટરોની ફાળવણી કરવાની રહેશે. આ સાથે જ હાઇકોર્ટે આ નિર્દેશનું યોગ્ય રીતે પાલન કરવા પણ તાકીદ કરી છે.

આ પણ વાંચો: Asaram Rape Case: દુષ્કર્મ કેસ મામલે આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય: મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં આવેલી તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને માત્ર ક્રિમિનલ મેટર ચલાવી સકવાની સત્તા હોય છે. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટના એક મહત્વના નિર્ણય મારફતે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં પડતર કેસોનું ભારણ ઘટાડવાના હેતુથી હવે સિવિલ મેટરનો ચાર્જ પણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ashish Bhatia Retirement: પૂર્વ DGP જતા જતા આપતા ગયા મહત્વની માહિતી, કહ્યું રાજ્યમાં ગુનાખોરી અટકાવવા...

નિર્દેશનું યોગ્ય રીતે પાલન કરવા પણ તાકીદ: હાઈકોર્ટે આ અંગે રાજ્યની તમામ ડિસ્ટ્રીક્ટ કોર્ટસના પ્રિન્સીપાલ જજને નિર્દેશ જારી કર્યો છે કે, તેમણે તેમના જિલ્લાના પડતર કેસોની સ્થિતિને ધ્યાનમાં લઈ તેમના તાબાના ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટસને સિવિલ મેટરોની ફાળવણી કરવાની રહેશે. હાઈકોર્ટે આ નિર્દેશનું યોગ્ય રીતે પાલન કરવા પણ તાકીદ કરી છે.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ ગુજરાત હાઇકોર્ટ વર્ષો જૂના કેસોના નિકાલ માટે થઈને તમામ નીચલી અદાલતો ને નોટિસ પાઠવી હતી તેમજ વર્ષો જૂના જે પડતર કેસો છે તેને તાત્કાલિક નિકાલ કરવા માટે પણ આદેશ આપ્યો હતો. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પડતર કેસોના નિકાલ માટે વધુ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે જેને લઈને લોકોને ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.