અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોઈ પણ કેસમાં લોકોને ઝડપથી ન્યાય મળે અને કોઈ પણ કેસમાં વિલંબ ન થાય તે માટે સતત હકારાત્મક પગલાં ભરવામાં આવે છે. જોકે થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 45 વર્ષ જૂના કેસમાં હજુ સુધી નિકાલ ન આવતા હાઈકોર્ટ નીચલી કોર્ટોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કોર્ટના જસ્ટિસને નોટિસ પણ પાઠવી હતી. આ કેસને લઈને આણંદ જિલ્લા કોર્ટના 9 જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માફી માંગી છે, ત્યારે આ મામલે સિવિલ કેસના ભરાવા અંગે હાઈકોર્ટે એક મહત્વનું અવલોકન સામે આવ્યું છે.
9 જસ્ટિસે હાઇકોર્ટમાં માફી માંગી : ગુજરાત હાઇકોર્ટમાં 1977ના 45 વર્ષે જુના કેસને લઈને હાઇકોર્ટે જસ્ટિસ સામે જે ફરિયાદ થઈ હતી. તે મુદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણી અંતર્ગત હાઇકોર્ટ સમક્ષ આણંદ જિલ્લા કોર્ટના 9 જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં માફી માંગી છે. આવા કેસને ધ્યાનમાં રાખતા હાઇકોર્ટ મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે, નીચલી કોર્ટોમાં ક્રિમિનલ કેસ સાથે સિવિલ કેસમાં પણ ધ્યાન આપવું જોઈએ.
માફીને ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી : આ સમગ્ર કેસ મામલે ગત સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના અવમાનની નોટીસ ફટકારી હતી. તે મુદ્દે આણંદ જિલ્લાના 9 કોર્ટના જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં માફી માંગી હતી. જોકે જસ્ટિસની આ બિનશરતી માફીને ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી હતી અને માફીને મંજૂર કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે, કાયદાનું શાસન સર્વોપરી હોય છે. આ સાથે જ 45 વર્ષ જૂના આણંદના કેસમાં 9 જસ્ટિસ સામે થયેલી અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. મહત્વનું છે કે, વર્ષ 1977થી ચાલતા જમીન સંપત્તિના કેસમાં હાઇકોર્ટમાં 9 જસ્ટિસ સામે ફરિયાદ થઈ હતી. 45 વર્ષ જુના કેસમાં 9 જસ્ટિસને હવે હાઇકોર્ટ તરફથી રાહત મળી છે.
આ પણ વાંચો : Dakor Temple Plea in Gujarat High Court : ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, જાણો કેમ?
શું છે સમગ્ર મામલો? : એક કેસની સુનાવણી દરમિયાન 1977ના વર્ષો જૂના કેસમાં, આણંદ સિવિલ કોર્ટના જ્યુડિશિયલ ઓફિસરને નિયત સમય મર્યાદામાં કેસનો નિકાલ કરવા અંગે જારી કરેલા હુકમનું આજ દિન સુધી પાલન નહીં થતાં તે બાબતે હાઇકોર્ટે ધ્યાનમાં આવી હતી. હાઇકોર્ટને આ બાબત ધ્યાનમાં આવતા જ તેમને નીચલી કોર્ટને આ કેસનો તાત્કાલિક નિકાલ લાવવા માટે આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : Redevelopment of Sabarmati Ashram : સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ કામગીરી અંગે હાઇકોર્ટના મહત્વના નિર્દેશ
તમામ જિલ્લામાં હાઈકોર્ટેનો હુકમ : હાઇકોર્ટે કરેલા આદેશ છતાં પણ કેસમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટે તમામ જસ્ટિસને હાઇકોર્ટના અવમાનની નોટિસ ફટકારી હતી. હાઈકોર્ટે 47 વર્ષ જૂના કેસને ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હાઇકોર્ટના હુકમ બાદ સિવિલ કોર્ટના જજીસની ઢીલાસને લઈને ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. જેને પગલે હાઈકોર્ટે રાજ્યની તમામ જિલ્લા અદાલતોને અનુલક્ષીને કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ઝડપી દિશામાં હુકમ જારી કર્યો હતો.