ETV Bharat / state

Morbi Bridge Collapse: મોરબી નગરપાલિકાના સભ્યોને ઝટકો, તાત્કાલિક સુનાવણીની માગને HCએ ફગાવી - Gujarat High Court hearing

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસમાં મોરબી નગરપાલિકાના સભ્યોએ રાજ્ય સરકારની નોટિસનો પૂરતો જવાબ આપવા સમય મળે તેમ જ તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. જોકે, આ માગણીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

Morbi Bridge Collapse: મોરબી નગરપાલિકાના સભ્યોને ઝટકો, તાત્કાલિક સુનાવણીની માગને HCએ ફગાવી

author img

By

Published : Feb 15, 2023, 8:47 PM IST

અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો કરવામાં આવી છે. આ દુર્ઘટના કેસમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારી હતી. આ નોટિસનો જવાબ આપવા પૂરતો સમય મળે તેવી માગણી સાથે મોરબી નગરપાલિકાના સભ્યોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

આ પણ વાંચો Morbi Bridge Collapse: મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલહવાલે, પૂછપરછમાં બહાર આવેલી માહિતી અંગે પોલીસ મૌન

નગરપાલિકાએ માગ્યો જવાબઃ નગરપાલિકાના સભ્યોની રજૂઆત હતી કે, રાજ્ય સરકાર દ્વારા અમને કલમ 263 હેઠળ જે નોટિસ પાઠવવામાં આવી છે. તેમ જ નગરપાલિકાને સુપરસીડ કરવા માટેની જે કામગીરી છે. તેમાં જવાબ આપવા માટે પૂરતો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સરકારના એકતરફી નિર્ણયને પડકારી શકાય છેઃ જોકે, સભ્યો દ્વારા જે આ રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆતને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, હાલ આ તબક્કે આ અરજી પર તાત્કાલિક સુનાવણીની કોઈ જરૂર નથી. રાજ્ય સરકાર જો કોઈ એકતરફી નિર્ણય લઈ લે તો તેને તમે ગુજરાત હાઇકોર્ટમાં પડકારી શકો છો.

તાત્કાલિક સુનાવણીની માગ HCએ ફગાવીઃ સાથે જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારે દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવાની સૂચના આપી હતી. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક અવલોકન કરતા જણાવ્યું હતું કે, આ મામલે હાલ કોઈ તાત્કાલિક સુનાવણીની જે માગ છે તેની કોઈ જરૂર નથી. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માગને ફગાવી દીધી હતી.

સરકાર એકપક્ષીય નિર્ણય લઈ શકે છેઃ રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને જે શૉ કોઝ નોટિસ પાઠવી હતી. તેમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, જો નગરપાલિકા 16 ફેબ્રુઆરી સુધીમાં શૉ-કોઝ નોટિસનો પ્રત્યુત્તર નહીં આપે તો સરકાર માની લેશે કે, તેઓ કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા માગતા નથી અને સરકાર એકપક્ષીય નિર્ણય લઈ લેશે.

HCએ પૂછ્યા હતા પ્રશ્નોઃ મહત્વનું છે કે, મોરબીની આ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે જેતે સમયે સુનાવણીમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં કેમ નથી આવી એવા પ્રશ્ન કર્યા હતા. આ સમગ્ર મામલે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટે રાજ્ય સરકારે નગરપાલિકાને શૉ-કોઝ નોટિસ પાઠવી હતી. તેમ જ જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Morbi Bridge Collaspe: દસ્તાવેજોની માંગ કરતા શહેરી વિકાસ વિભાગે 50 પાનાંનો સીટનો રીપોર્ટ સોપ્યો

મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલહવાલેઃ ઉલ્લેખનીય છે કે, મોરબીના ઐતિહાસિક ઝૂલતા પૂલના રિપેરીંગ અને મેઈન્ટેનન્સની 15 વર્ષ માટેની જવાબદારી ઓરેવા ગૃપને આપવામાં આવી હતી. ઓરેવા ગૃપના માલિક જયસુખ પટેલને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવ્યા હતા. મોરબી પોલીસે ઝૂલતા દૂર્ઘટનામાં ત્રણ મહિના બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ જયસુખ પટેલે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. અત્યારે તે જેલહવાલે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.