અમદાવાદ: બાબા બાગેશ્વરના ‘દિવ્ય દરબાર’નું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ચાર શહેરોમાં ‘દિવ્ય દરબાર’નું આયોજન થવા જઇ રહ્યું છે. તારીખ 27મી થી તારીખ 7મી જૂન દરમિયાના આ ક્રાર્યક્રમનું આયોજન થવાનું છે. ઉલ્લેખનિય છે કે, બાબા બાગેશ્વરના ‘દિવ્ય દરબાર’ લાખો લોકો આવવાના તો છે જ. બાબા બાગેશ્વરધામને આ સભાઓમાં ‘હેટ સ્પીચ’ આપી લઘુમતી કોમ પ્રત્યે બહુમતિ કોમના સભ્યોમાં નફરત ફેલાવવાથી રોકવાની દાદ માગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટંમાં કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.
રાહત આપવાનો ઇન્કાર:અરજદાર એડવોકેટ કે.આર.કોષ્ટિ દ્વારા માગ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે રાહત ન આપીને સ્પષ્ટતા કરી દીધી છે. અરજદારે રિટ પરત ખેંચી લીધી હોવાનું સામે આવ્યું છે. આ સમયે હાઇકોર્ટના જસ્ટિસ એસ.વી.પિન્ટોએ સુનાવણી દરમિયાન ટકોર કરવામાં આવી હતી. જસ્ટિસ એસ.વી.પિન્ટોએ સુનાવણી સમયે કહ્યું કે ‘અરજદારના તમામ મુદ્દા ધારણા અને કલ્પના આધારિત છે. જેમાં કોઇ રાહત આપી શકાય નહીં.
ભડકાઉ ભાષણ માટેની બેફામ છૂટ: હાઇકોર્ટએ આ અરજી ફગવી દેતા એવું કહી શકાય કે, બાબા બાગેશ્વરના ‘દિવ્ય દરબાર’માં ભડકાઉ ભાષણનો બેફામ વરસાદ થવાનો છે. બાબા પોતાના દરબારમાં હેટ સ્પીચ આપી શકે છે. બાબા બાગેશ્વરના એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં તેમના ભાષણ દરમિયાન હેટ સ્પીચ આપી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. બાબા બાગેશ્વરને કોઇ પણ હેટ સ્પીચ પહેલા જ અટકાવી દેવા પોલીસ કાર્યવાહી કરે તેવી આશા હતી. જેના કારણે શહેરના પોલીસ કમિશનરને પણ અરજદારે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. છતાંય કોઇ જવાબ ન આવતાં તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અમદાવાદના આજે બાબા: અમદાવાદ એરપોર્ટથી ગેલેક્સી નરોડા પાટીયા, ઠક્કર નગર, વિરાટ નગર, સોનીની ચાલ, રાજેન્દ્ર પાર્ક થી તેજેન્દ્ર જુંગીભાઈ ચૌહાણના નિવાસ સ્થાને પહોંચશે. અહીં અમરાઈવાડી ખાતે જમણવાર કરશે. તેના બાદ હાટકેશ્વર, સીટીએમ, ઘોડાસર થઈ મંથન ગ્રીન્સ બંગ્લોઝ જશે. આ દરબારમાં રાજકિય નેતાઓ પણ આવવાના છે. જેમાં પ્રદીપસિંહ વાઘેલા,જની પટેલ, મુકેશ પટેલ અને સાંસદ કિરીટ સોલંકી સહિતના અગ્રણીઓના નામ છે. જેઓ બાબાના ‘દિવ્ય દરબાર’માં અતિથી બનીને આવી શકે છે. ગુજરાતમાં ચાર શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે તડામાર અને મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે.