- ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશને કોર્ટે સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરાયા
- નાના જિલ્લાઓમા થતા ટેસ્ટિંગ, RTPCR ટેસ્ટિંગના પરિણામોમાં વિલંબ
- સુરેન્દ્ર નગરમાં ગામડાઓના હોસ્પિટલોમાં વેન્ટિલેટરનો અભાવ
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં આવતીકાલે સૂનવણી યોજાવાની છે. આ અગાવું ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશને કોર્ટે સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. આ સૂચનોમાં નાના જિલ્લાઓમા થતા ટેસ્ટિંગ, RT-PCR ટેસ્ટિંગના પરિણામોમાં થતો વિલંબઅને GMDC ગ્રાઉન્ડ ખાતે સૂચારૂ વ્યવસ્થાના અભાવને લઇ સૂચનો અરજીમાં રજૂ કરવામાં આવ્યા છે.
આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો અભાવ
અરજીમાં સૂચન કરવામાં આવ્યું છે કે, રાજ્યના આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો હજી પણ અભાવ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર, ગોધરા, નર્મદા, વ્યારા,પાલનપુર, છોટાઉદેપુર, સાણંદ જેવા જિલ્લાઓમાં વ્યવસ્થાને લઇ સૂચનો કરવામાં આવ્યા છે. જિલ્લાઓની પરિસ્થિતિ ગંભીર હોવા ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારો માં PHC સેન્ટર છે. પરંતુ નિષ્ણાંત ડોક્ટરો નથી સુરેન્દ્ર નગરમાં ગામડાઓના હોસ્પિટલોમાં વેન્ટિલેટરનો અભાવ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ICU બેડ નથી. વધૂમાં તાલુકાક્ષેત્રે માત્ર 50 એન્ટિજન ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. છોટા ઉદેપુરમાં સિટીસ્કેન સેન્ટરનો અભાવ છે. તેમજ છોટા ઉદેપુર રિમોટ એરિયામાં મેડિકલ સ્ટાફ અને એક્સપર્ટ ડૉક્ટરનો અભાવ પણ જોવા મળે છે.
RTPCR ટેસ્ટ નું પરિણામ આવતા સમય લાગે
એસોશિયેશને કોર્ટમાં રજૂઆત કરી છે કે, RTPCR ટેસ્ટનું પરિણામ આવતા સમય વધુ લાગી રહ્યો છે. આ મુદ્દે યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે. ધનવનતરી રથની પણ કામગીરી ઓછી જોવા મળી રહી છે. તેમજ સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા કલેક્ટર ઓફિસમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓને પહેલા ટ્રીટમેન્ટ આપવામાં મનસ્વી નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં ટેસ્ટથી બચવા લોકો બોગસ ડોકટરો પાસે જઈ રહ્યાં છે
અમદાવાદના GMDC હોસ્પિટલ હજુ સુચારૂ રૂપે નથી
અરજીમાં GMDC ખાતે ચાલતી 900 બેડની હોસ્પિટલમાં પણ વ્યવસ્થા હજુ સૂચારુ રૂપે ન ચાલતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ 8થી 10 હજાર રૂપિયા ઉઘરાવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રેમડેસીવર અને ઓક્સિજનની ગ્રામ્ય વિસ્તારોમાં અછત અને મધ્ય ગુજરાતમાંથી દર્દીઓને સારવાર માટે વડોદરા સૂરત જવું પડે છે. અમદાવાદમાં હજુ પણ રેમડેસીવીર અને ટોસિલિઝ્યુબેમના બ્લેક માર્કેટિંગની ફરિયાદ કરવામાં આવી છે.