ETV Bharat / state

નરોડા બેઠક પર ભાજપનાં ડો. પાયલ કુકરાણીની જીત, કૉંગ્રેસ NCPને આપી જોરદાર ટક્કર - Payal Kukrani BJP Candidate for Naroda

અમદાવાદની નરોડા બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે. આ બેઠક પર અત્યારે ભાજપનાં ઉમેદવાર ડો. પાયલ કુકરાણી વિજેતા બન્યાં છે. તેઓ 17,618 મતથી આગળ ચાલી રહ્યાં છે. સિંધી અને OBC સમાજનું પ્રભૂત્વ ધરાવતી આ બેઠક (Naroda Assembly seat) કોને ફાળે જાય છે. તે સમય બતાવશે.

નરોડા બેઠક પર ભાજપનાં ડો. પાયલ કુકરાણીની જીત, કૉંગ્રેસ NCPને આપી જોરદાર ટક્કર

author img

By

Published : Dec 7, 2022, 12:59 PM IST

Updated : Dec 8, 2022, 5:24 PM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદની નરોડા બેઠક પર ભાજપનાં ઉમેદવાર ડો. પાયલ કુકરાણીની જીત થઈ છે. તેઓ 17618 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠકની વાત કરીએ તો, આ બેઠક (Naroda assembly seat)ની કે, જે વર્ષ 1990થી ભાજપના કબજા હેઠળ છે. આ બેઠક પરથી આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. કૉંગ્રેસે નરોડા વિધાનસભા બેઠક પર NCP સાથે ગઠબંધન (Congrss and NCP allience) કર્યું હતું.

બેઠકનું મહત્વ આ વિધાનસભા બેઠકે સિંધી અને OBC સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક (Naroda Assembly seat) છે. આ બેઠક નિકોલ, નરોડા અને રખિયાલ બેઠકમાંથી વિભાજનમાંથી એક બેઠક બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરની નરોડા બેઠકમાં અમદાવાદ કોર્પોરેશન ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠક પરથી સતત 27 વર્ષથી ભાજપ વિજય મેળવીને આવી રહ્યું છે.

કેટલા ટકા મતદાન અહીં આ વખતે 52.78 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં અહીંથી 62.54 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.76 ટકા ઓછું મતદાન થયું હતું. આ બેઠક પરના મતદારોએ પણ નિરસ મતદાન કરતાં ઉમેદવારોની (Low turnout in Naroda) ચિંતા વધી છે.

બેઠક પરના ઉમેદવારો આ બેઠક પરથી ભાજપે પાયલ કુકરાણી (Payal Kukrani BJP Candidate for Naroda), કૉંગ્રેસે મેઘરાજ ડોડવાણી અને આમ આદમી પાર્ટીએ પૂર્વ કૉંગ્રેસી નેતા ઓમપ્રકાશ તિવારીને ટિકીટ આપી હતી.

કાંટાની ટક્કર આ બેઠક પરથી ભાજપે પાયલ કુકરાણીને ટિકીટ આપી હતી. તેઓ વ્યવસાય એનેસ્થેયાના એમ. ડી ડોકટર છે. પાયલ કુકરાણી (Payal Kukrani BJP Candidate for Naroda) નરોડા વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું તેમ જ નિઃશુલ્ક તબીબી સહાય આપવાનું સામાજિક કાર્યમાં પહેલેથી સક્રિય હોવાનું જાણવા મળે છે. તેમના પિતા ભાજપ અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. પિતા મનોજભાઈ નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અન્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. જ્યારે તેમના માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોધા વોર્ડનાં ભાજપનાં કોર્પોરેટર છે. તો કૉંગ્રેસે અહીં NCP સાથે ગઠબંધન કરીને મેઘરાજ ડોડવાણીને ટિકીટ આપી હતી. તેઓ વ્યવસાય એક ઈલેક્ટ્રીકની દુકાન ધરાવે છે. સાથે સાથે અમદાવાદ ઇલેક્ટ્રીક એસોસીએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પૂર્વ કૉંગ્રેસી નેતા ઓમપ્રકાશ તિવારીને ટિકીટ આપી હતી. જોકે, અહીં સિંધી સમાજનું પ્રભૂત્વ વધુ હોવાથી ઉમેદવારોમાં જીત માટે રસાકસી રહેશે તે નક્કી છે.

જ્ઞાતિ સમીકરણ આ બેઠક પર જાતિગત સમીકરણની (Naroda Assembly seat Result) વાત કરીએ તો, સિંધી સમાજના 14 ટકા, પાટીદાર 10 ટકા, બક્ષીપંચ 26 ટકા,દલિત 12 ટકા, સવર્ણ 3 ટકા, પરપ્રાંતિય 13 ટકા અને અન્ય 22 ટકા મતદારો છે. જો કે વર્ષોથી આ બેઠક પર સિંધી અને અતિદર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. તેથી ટિકિટની વહેંચણી પણ આ ફેક્ટરને ધ્યાને રાખીને કરવામાં આવે છે.

મતદાન સમયે શું માહોલ હતો અહીં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાને હતા. ત્યારે અહીંના મતદારોએ પણ નિરસ મતદાન કરતાં ઉમેદવારોની ચિંતા વધી છે. સાંજ થતાં અહીં મતદાનની (Low turnout in Naroda) ટકાવારી 52.78 ટકાએ આવીને ઊભી રહી હતી.

Last Updated : Dec 8, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.