ETV Bharat / state

સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી સુરતની ચોર્યાસી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, સંદિપ દેસાઈની જીત - Election Result 2022 Live Counting

સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક (Choryasi Assembly seat) એ રાજ્યમાં સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી બેઠક છે. ત્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર સંદિપ દેસાઈની જીત થઈ છે.

સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી સુરતની ચોર્યાસી બેઠક પર સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી સુરતની ચોર્યાસી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, સંદિપ દેસાઈની જીતભાજપનો ભગવો લહેરાયો, સંદિપ દેસાઈની જીત
સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી સુરતની ચોર્યાસી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, સંદિપ દેસાઈની જીત
author img

By

Published : Dec 7, 2022, 11:49 AM IST

Updated : Dec 8, 2022, 5:38 PM IST

અમદાવાદ રાજ્યનો સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી સુરતની ચોર્યાસી બેઠક પર ભાજપનો ભગવો (Choryasi Assembly seat Result) લહેરાઈ ગયો છે. અહીંથી ભાજપના ઉમેદવાર સંદિપ દેસાઈ 1,33,377 મતની લીડથી આગળ છે. જોકે, હજી પણ મત ગણતરીના 13 રાઉન્ડ બાકી છે. તેમ છતાં ભાજપના ઉમેદવારની જીત (Gujarat Election 2022) નિશ્ચિત છે.

બેઠકનું મહત્વ આ બેઠક (Choryasi Assembly seat) પર 1.50 લાખ જેટલા કોળી પટેલ અને પરપ્રાંતીય મતદારોનો પ્રભાવ છે. કાંઠા વિસ્તારના કોળી પટેલોની સાથે સાથે પરપ્રાંતીય મતદારોમાં ઉત્તર ભારતીય મતદારો સૌથી વધારે છે. ત્યારબાદ મરાઠી સહિતના અલગ અલગ સમાજના લોકોની વસતી છે. આ વિધાનસભા બેઠક નવસારી લોકસભા મતવિસ્તારની છે. જ્યારે પણ કોઈ વિધાનસભાની સીટની ટિકિટ માટે ગૂંચ પડે છે.ત્યારે તેમાં એ સીટના લોકસભા સાંસદનો અભિપ્રાય લેવામાં આવતો હોય છે, જેના સાંસદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ છે. એટલે આ વખતે અહીંથી ભાજપે સંદિપ દેસાઈને ટિકીટ આપી છે.

બેઠક પરનું મતદાન આ બેઠક પર આ વખતે 56.86 ટકા મતદાન (Low turnout in Choryasi seat) થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં અહીં 61.32 ટકા મતદાન થયું હતું. એટલે આ વખતે મતદાનનો આંકડો 4.46 ટકા ગગડ્યો છે. જોકે, આ બેઠક રાજ્યનો સૌથી મોટો મતવિસ્તાર ધરાવે છે. તેમ છતાં મતદાનમાં ઘટાડો (Low turnout in Choryasi seat) નોંધાતા ઉમેદવારો ચિંતામાં મૂકાઈ ગયા છે.

બેઠક પરના ઉમેદવારો ભાજપે આ વખતે અહીંથી ઝંખના પટેલની ટિકીટ કાપીને નવા ઉમેદવાર સંદિપ દેસાઈને (Sandip Desai Choryasi BJP Candidate) ટિકીટ આપી છે. આ સાથે જ સુરત શહેર-જિલ્લામાં ભાજપે માત્ર ત્રણ બેઠક માંડવી, ચોર્યાસી અને કામરેજ સીટ છોડી તમામ બેઠક (Choryasi Assembly seat) પર રિપીટ ફોર્મ્યૂલા અપનાવી હતી, પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને આપવામાં આવી હતી. સંદીપ દેસાઈને ટિકિટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો હતો. સાથે જ નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. તો કૉંગ્રેસે અહીંથી કાન્તિ પટેલ અને આમ આદમી પાર્ટીએ પ્રકાશ કોન્ટ્રાક્ટરને ટિકીટ આપી છે.

કાંટાની ટક્કર આ બેઠકના (Choryasi Assembly seat) ભાજપના ઉમેદવારને લઈને આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. તેનો સીધો ફાયદો અન્ય પાર્ટીઓને થઈ શકે છે. તે સ્પષ્ટ દેખાઈ આવે છે. સાથે જ આ વખતે અહીં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ઉપરાંત

જ્ઞાતિ સમિકરણ આ બેઠક પર કુલ 5.65 લાખ મતદારો છે. તેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 3.20 લાખ અને મહિલા મતદારોની સંખ્યા 2.44 લાખ છે. જ્યારે અહીં 3.20 લાખ પરપ્રાંતિય અને 1.50 લાખ કોળી પટેલ મતદારો છે. જોકે, આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે, અહીંથી કોળી પટેલને ટિકીટ નથી આપવામાં આવી. ત્યારે હવે જોવું એ રહ્યું કે મતદારો કોને જીતાડશે.

મતદાન સમયે શું માહોલ હતો મતવિસ્તારની દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ મોટો છે. તેમ છતાં અહીંના મતદારો નિરસ જોવા મળ્યા હતા. અહીં સવારે 8 વાગ્યાના ટકોરે મતદાન તો શરૂ થઈ ગયું હતું, પરંતુ સાંજ પડતાં પડતાં મતદાન મથકો સૂમસામ ભાસ્યા (Low turnout in Choryasi seat) હતા. અહીં મતદાતાઓએ કોઈ ઝાઝો રસ દાખવ્યો નથી.

Last Updated : Dec 8, 2022, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.