અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પર કૉંગ્રેસના ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાનો વિજય થયો છે. આ પહેલા તેઓ 5179 મતથી આગળ ચાલી રહ્યા હતા.. જ્યારે ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખિરીયાને 21,747 મત મળ્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જુંગીને 1,158 મત મળ્યા છે.
ત્યારે આપણે વાત કરીએ પોરબંદર જિલ્લાની. આ બેઠક (Porbandar Assembly Seat) પરથી કૉંગ્રેસ અને ભાજપ બંનેએ વરિષ્ઠ નેતાને રિપીટ કર્યા છે. તો આ બેઠકના કારણે કૉંગ્રેસના ઉમેદવાર અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia Congress Candidate Porbandar) સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. તો આવું શા માટે છે તેની પર કરીએ એક નજર.
બેઠક જીતવું અઘરું 83 પોરબંદર વિધાનસભા બેઠક (Porbandar Assembly Seat) કોઈ પણ રાજકીય પક્ષનો ગઢ કહી શકાય તેમ નથીય કારણ કે, 1995માં પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું ત્યારબાદ વર્ષ 2002માં ભાજપની રાજ્યભરમાં લહેર વચ્ચે અને 2007માં કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયાની (Arjun Modhwadia Congress Candidate Porbandar) જીત થઈ હતી. તો ભાજપના બાબુ બોખિરીયાએ વર્ષ 1995, 1998, 2012 અને 2017માં જીત મેળવી હતી. જોકે, છેલ્લી 2017ની ચૂંટણીમાં (Gujarat Election 2022) બાબુભાઈ બોખીરીયાએ (Babu Bokhiria BJP Candidate Porbandar) માત્ર 1,855 મતની નજીકની સરસાઈથી બેઠક પર જીત મેળવી હતી.
પોરબંદર મતદાનની સ્થિતિ આ વખતે પોરબંદર જિલ્લામાં કુલ 59.50 ટકા મતદાન (Low turnout in Porbandar) થયું હતું. અહીં કુતિયાણામાં 56.68 અને પોરબંદરમાં 61.98 ટકા મતદાન થયું હતું. જોકે, જિલ્લામાં ગત ચૂંટણી (Gujarat Election 2022) કરતા 3થી 4 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું.
કાંટાની ટક્કર આ બેઠક (Porbandar Assembly Seat) પરથી કૉંગ્રેસે હારેલા ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાને (Arjun Modhwadia Congress Candidate Porbandar) રિપીટ કર્યા હતા. જ્યારે તેમની સામે ટક્કરમાં ભાજપના રિપીટ ઉમેદવાર બાબુભાઈ બોખિરીયા જ છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જીવનભાઈ જુંગીને ટિકીટ આપી છે, જેઓ ખારવા સમાજના આગેવાન તથા સેવાભાવી વ્યક્તિ છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં (Gujarat Election 2022) પોરબંદર બેઠક પર 12 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.
બેઠકનું સમીકરણ અહીં મહેર જ્ઞાતિની સંખ્યા 74,071 તથા બ્રાહ્મણ 34,991, ખારવા 26,304, દલિત 17,117, મુસ્લિમ 14,889, લોહાણા 15,370, કોળી 12,196, રબારી 10,074, પ્રજાપતિ 9,996, બાવાજી 5,605, રાજપૂત 2476, સિંધી 2,266, સથવારા 2190, સગર 1567 અને આહિર સમુદાયની સંખ્યા 778 છે. એટલે અહીં મહેર જ્ઞાતિ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ગેરહાજરી મહત્વનું છે કે, આ વખતે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રચાર માટે ક્યાંય દેખાયા જ નહતા. જ્યારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને એક બે સભાઓ સંબોધવા અહીં આવ્યા હતા. ત્યારે હવે આ વખતે પોરબંદર સહિત રાજ્યભરમાં કૉંગ્રેસનું પ્રદર્શન કેવું રહેશે તે હવે કાલે ખબર પડશે.