ગાંધીનગરઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ઈતિહાસમાં પહેલી વખત વોટ્સએપથી બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે. પરિણામ gseb.org પર જોઈ શકાય છે. 72.05 ટકા વિદ્યાર્થિનીઓ અને 72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. કુલ મળીને 140 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. ગત વર્ષે સૌથી વધારે વધારે પરિણામ લાઠી કેન્દ્રનું આવ્યું હતું. આ વર્ષે મોરબી જિલ્લાના હળવદ કેન્દ્રનું સૌથી વધારે પરિણામ આવ્યું છે. લાઠીનું પરિણામ 96.12 ટકા હતું. જ્યારે હળવદ કેન્દ્રનું પરિણામ 91.41 ટકા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાનીને લઈને NSUIનો વિરોધ
સૌથી ઓછું પરિણામઃ છેલ્લા બે વર્ષથી લિમખેડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવી રહ્યું છે. ગત વર્ષે 33.33 ટકા રહ્યું હતું. આ વર્ષે 22 ટકા પરિણામ છે. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી રહ્યો છે. ગત વર્ષે આ સ્થાન રાજકોટ જિલ્લાનું રહ્યું હતું. ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 85.78 હતું. જ્યારે આ વર્ષે સૌથી મોરબી 83.22 ટકાવારી સાથે આગળ છે. છેલ્લા બે વર્ષથી સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લાઓમાં દાહોદનું નામ યથાવત રહ્યું છે. ગત વર્ષે 40.19 ટકા પરિણામ હતું આ વર્ષે 29.44 ટકા પરિણામ છે. કુલ 27 શાળાઓ એવી છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76 રહી છે. જે ગત વર્ષે 61 રહી હતી.
ગ્રૂપ વાઈસ પરિણામઃ એ ગ્રૂપનું પરિણામ 72.27 ટકા આવ્યું છે. જ્યારે બી ગ્રૂપનું પરિણામ 61.71 ટકા રહ્યું છે. એબી ગ્રૂપનું પરિણામ 58.62 ટકા આવ્યું છે. જ્યારે સાયન્સનું કુલ પરિણામ 65.58 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા, હિન્દી માધ્યમનું 46.42 ટકા, મરાઠી માધ્યમનું 49.01 ટકા, ઉર્દુનું 77.78 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. એ વન ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 62, એ2 ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 1523, બી1 ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 6188, બી2 ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 11984, સીવન ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 19135, સી2 ગ્રેડ મેળવનારાની સંખ્યા 24185, ડી ગ્રેડ મેળવનારા 8975 વિદ્યાર્થીઓ, ઈવન ગ્રેડ મેળવનારાઓની સંખ્યા 115 છે.