અમદાવાદ ગુજરાતમાં ગઈકાલ એટલે કે 20 ડિસેમ્બર, 2022ના રોજ કોરોના પોઝિટિવ માત્ર બે કેસ (Gujarat Covid19 Update ) નોંધાયા હતા. અને બન્ને કેસ સ્ટેબલ છે. છ દર્દીઓ સાજા થયાના અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા રીપોર્ટ અનુસાર ગુજરાતમાં 20 કેસ એક્ટિવ છે, અને તે તમામ 20 કેસ સ્ટેબલ (Gujarat Corona Update )છે.
આ પણ વાંચો અમદાવાદ અને વડોદરામાં કોરોનાનો નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ મળતા તંત્ર હરકતમાં
કુલ 12,77,495 કોરોના પોઝિટિવ કેસ માર્ચ 2020થી માંડીને અત્યાર સુધી ગુજરાતમાં કુલ 12,77,495 કોરોના પોઝિટિવ કેસ (Gujarat Covid19 Update )નોંધાયાના સત્તાવાર આંકડા મળી રહ્યા છે. પણ બિનસત્તાવાર આંક આનાથી મોટો હોઈ શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11,043 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલા છે. આમ ગુજરાત સરકારે અધિકારીક સ્વરૂપે જાહેર કર્યા મુજબ ગુજરાતમાં કોવિડ19થી સાજા થવાનો દર (Covid19 recovery rate in Gujarat )99.13 ટકા છે.
આ પણ વાંચો ભીડમાં માસ્ક પહેરો: કોરોનાથી ચીનની સ્થિતિ જોતા, સમીક્ષા બેઠક બાદ કેન્દ્ર સરકારની સલાહ
કોવિડ હજી ગયો નથી ચીનમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકયું છે, જેને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક થઈ છે. રીવ્યૂ મીટિંગ કરીને યોગ્ય પગલા ભરવા કહેવાયું છે. અને જનતાને અપીલ કરી છે કે કોવિડ હજી ગયો નથી. માટે માસ્ક પહેરો અન બુસ્ટર ડોઝ (Gujarat Corona Update )લઈ લો.
ગુજરાત એલર્ટ મોડમાં ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક યોજી હતી, અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ સૂચનોનું યોગ્ય પાલન કરવા જણાવ્યું છે. કોવિડના નવા કેસોની જીનોમ સિકવન્સિંગ કરવા જણાવ્યું છે. બેઠકમાં કોરોનાની સ્થિતિ અન વેક્સિનેશન સહિતાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બાકી રહેલા લોકો પ્રિકોશન ડોઝ લઈ લે તેવી અપીલ (Gujarat Covid19 Update ) પણ કરાઈ છે.