અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. સી. આર. પાટીલે કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા, ભાજપના કાર્યાલય કમલમમાં પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના મોના રાવલ અને અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોના પોઝિટિવ થયા છે.
નોંધનીય છે કે, ગાંધીનગર કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં બેસતા ભાજપના કાર્યાલયમાં પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના મોના રાવલ તેમજ ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા સહિત બે સફાઇ કર્મીને લાવનારા ડ્રાઇવર ઉપરાંત બે સફાઇ કર્મીઓને મળીને કુલ 6 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
- રાજ્યમાં કોરોનાનો કહેર
- ભાજપ કાર્યલય કમલમમાં 6 લોકો કોરોના પોઝિટિવ
- કોંગ્રેસનો આક્ષેપ 'નમસ્તે ટ્રમ્પ' અને 'નમસ્તે ભાઉ' કાર્યક્રમ કોરોનાના સુપર સ્પ્રેડર
કોંગ્રેસે આ મામલે જણાવ્યું હતું કે, પાટીલના પ્રવાસથી તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે ઉત્તર ગુજરાતની યાત્રા સંક્રમિતથી સંગઠન ફેલાવો યાત્રામાં ભાજપ ફરીથી કોરોના ફેલાવવામાં સુપર સ્પ્રેડર સાબિત થઈ છે. દેશમાં કોરોનાના કેસ ન હતા, ત્યારે નમસ્તે ટ્રંપ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે કોરોનાનો કહેર છે, ત્યારે નમસ્તે ભાઉ બન્ને કાર્યક્રમ કરી ભાજપ સુપર સ્પ્રેડર સાબિત થઈ છે. ભાજપના નેતાઓ વારંવાર કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે, તેનું દુઃખ છે. ભગવાને પ્રાર્થના કરું કે, તેઓ તમામ નેતાઓ અને કાર્યક્રતાઓ ઝડપથી સાજા થઈ જાય અને લોક સેવા કરવા માટે લાગી જાય, પરંતુ આ ભાજપના નેતાઓ છે, એટલે ખબર પડે છે. સામાન્ય નાગરિકઓનું શું તે પણ એક ચિંતાનો વિષય છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'નમસ્તે ટ્રમ્પ' અને 'નમસ્તે ભાઉ' કાર્યક્રમ કોરોનાના સુપર સ્પ્રેડર સાબિત થયા. સુરતથી શરૂ થયેલું પાટીલજીનું કોરોના ફેલાવો અભિયાન 'સંક્રમણ થી સંગઠન'ની યાત્રા ભાગ 2ના પરિણામો જાણીને દુઃખ થયું છે. તમામ સંક્રમિત વ્યકિતનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય તેવી પ્રભુને પ્રાર્થના.