અમદાવાદ : વલસાડની શાળામાં ગોડસેના વિશે નિબંધ પૂછતાં તેના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું (Gandhi Ashram Prayer Meeting) આયોજન કર્યું હતું. અહીં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor on CM Patel) જણાવ્યું હતું કે, ભાજપ સરકારના સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને તેના સાથીઓએ ગોડસેનું મંદિર બનાવવાની વાત કરવામાં આવી હતી. જે ગાંધીજીના ફોટા પર રિવોલ્વરથી ગોળી મારવાની કોશિશ કરવામાં આવી હતી.
"ભૂતકાળમાં જે બન્યું હતું તે ભવિષ્યમાં પણ બને તેની નવાઈ નહીં"
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Congress President Jagdish Thakore) કહ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં ગાંધી વિચારધારાને ઉપયોગમાં ન લેવાય તેની નવાઈ નહીં. કેમ કે અગાઉ ભાજપ સરકારના સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને તેના સાથીઓએ ગોડસેનું મંદિર બનાવવાની વાત કરવામાં આવી હતી. ગાંધીજીના ફોટા પર રિવોલ્વરથી ગોળી મારવાની કોશિશ કરવામાં આવી તે દેખાઈ આવ્યું હતું. ભૂતકાળમાં જે બન્યું હતું તે ભવિષ્યમાં પણ બને તેની નવાઈ નહીં. કોંગ્રેસ દ્વારા વલસાડ કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Mahatma Gandhi Death Anniversary: ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે ઈશુદાન પહોંચ્યા ગાંધી આશ્રમ
"ગાંધીજીની વિચારધારા ગુજરાતમાં કેમ નહીં"
આજે બાપુજીની કુટીરમાં આવીને એક (Prayer Meeting at Gandhi Ashram of Jagdish Thakor) તાજગી અનેક નવી તાકાત મળી છે. સત્યના માર્ગ પર ચાલનાર ગમે તે મુશ્કેલીઓનો સામનો કરશે અને સચ્ચાઈના માર્ગે લડશો તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાતના મુખ્યપ્રધાનને (Jagdish Thakor on CM Patel) નમ્ર પણ અપીલ કરતા કહ્યું હતું. કે તે આખા વિશ્વમાં ગાંધીજીની વિચારધારા (Prayer Meeting at Gandhi Ashram) ચાલે છે તો ગાંધીના ગુજરાતમાં કેમ નહીં?
આ પણ વાંચોઃ Salman Khan insults Gandhiji : અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન સલમાન ખાને ગાંધીજીનું અપમાન કર્યું
જગદીશ ઠાકોરના મુખ્યપ્રધાનને પ્રશ્ન
ગાંધીના ગુજરાતમાં તમે ગોડસેને પૂજો છો કે ગાંધીજીને? તમારો આરાધ્ય દેવ કોણ છે? ગોડસેના વારસદાર છો? શાળામાં ગોડસેના નિબંધ સ્પર્ધા કેમ કરવામાં આવે છે? તમે જ કહી દો કે, અમે ગોડસેના પૂજારી છીએ કેમ કે હવે ગુજરાતની જનતાની સામે બધું જ આવી ગયું છે. ગાંધીજી આ આશ્રમમાં આવીને નવી તાકાત અને ઉર્જા પ્રાપ્ત થઈ છે હવે નવી તાકાત અને ઊર્જા સાથે અમે આગળ વધીશું.