ETV Bharat / state

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા - શ્રદ્ધાસુમન

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન બાદ પરિવારજનોને સાંત્વના આપવા સ્થાનિકો સહીત કોંગ્રેસ આગેવાનો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસ
author img

By

Published : Dec 1, 2020, 4:25 AM IST

  • કોંગ્રેસ આગેવાનોએ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પરિવારજનોને સાંત્વના આપી
  • અહેમદ પટેલના નિવાસ સ્થાન પીરામણ ગામ ખાતે પહોંચ્યા કોંગ્રેસ આગેવાનો
  • કોંગ્રેસ આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

અમદાવાદ : રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન 25 નવેમ્બરના રોજ થયું હતું. ત્યારે અનેક લોકો પરિવારજનોને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. સોમવારના રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહીત અનેક આગેવાનો અહેમદ પટેલના નિવાસ સ્થાન પીરામણ ગામ ખાતે પહોંચ્યા હતા અને તેમના પુત્ર ફૈઝલ પટેલને મળી સાંત્વના પાઠવી હતી. આ સાથે જ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સહીત તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો પણ અહેમદ પટેલના નિવાસ સ્થાને પહોચ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અહેમદ પટેલ લોક નેતા હતા : અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ પણ મુલાકાત લીધી

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતા અનેક રાજકીય આગેવાનો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ સોમવારના રોજ પીરામણ પહોંચ્યા હતા અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને મળી તેમને સાંત્વના પાઠવી હતી.

અહેમદ પટેલ લોક નેતા હતા : અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ પીરામણ પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. અમિત ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અહેમદ પટેલ એક લોક નેતા હતા અને હંમેશા લોકોની પડખે ઉભા રહેતા હતા. તેમના નિધનથી ન પુરી શકાય એવી ખોટ પડી છે.

ફૈઝલ અને મુમતાઝ પટેલ બુધવારે દિલ્હી જશે

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ તેમના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ સિદ્દીકી તેમના વતન પીરામણ ખાતે રોકાયા છે અને લોકો તેમની સાથે મળી સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે બન્ને બુધવારે દિલ્હી જશે. ત્યાર બાદ દિલ્હી ખાતે શોકસભા સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.