ETV Bharat / state

Mukuk Wasnik: આવતીકાલથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં, 2 દિવસના ભરપુર કાર્યક્રમો વિશે જાણો - ગુજરાત પ્રવાસે

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં અલગ અલગ સંગઠનના લોકો સાથે બેઠક કરીને માહિતી પ્રાપ્ત કરશે. આ બે દિવસ દરમિયાનના કાર્યક્રમોમાં અમદાવાદ અને વડોદરામાં હાજરી આપશે.

આવતીકાલથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં, 2 દિવસના ભરપુર કાર્યક્રમો વિશે જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 4:08 PM IST

અમદાવાદ અને વડોદરામાં કાર્યક્રમો ગોઠવાયાં

અમદાવાદ : આવતાં વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ પણ 10 વર્ષ પછી સત્તામાં પરત આવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત યાત્રા કરીને લોકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જેને કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ તેમજ પ્રભારી પણ બદલી ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જે અમદાવાદ અને વડોદરાના અલગ અલગ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમજ સંગઠન હોદ્દેદારો સાથે બેઠક કરી હાલની પરિસ્થિતિ માહિતી મેળવશે...ડો. મનીષ દોશી પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા

9 તારીખે સવારે આવશે : કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આવતીકાલે 9 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સવારે એરપોર્ટે પર પહોંચશે. ત્યારબાદ 11 કલાકે સેલ સંગઠનના વડાઓ સાથે બેઠક કરશે. જેમાં સેલ સંગઠન હોદ્દેદારો તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ પણ હાજરી આપશે. મુકુલ વાસનિક 9 તારીખે સાંજે ગુજરાત કોંગ્રેસની કોર કમિટીની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત રહેશે.

વડોદરામાં બાઇક રેલીનું આયોજન : ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના બે દિવસના પ્રવાસના છેલ્લા દિવસે 10 તારીખે વડોદરામાં જકાતનાકાથી બાઇક રેલી સમયે હાજર રહેશે. છે જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સૌપ્રથમ વખત ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક એક સાથે બાઈક રેલીમાં હાજરી આપશે. ત્યારબાદ પણ યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તાઓ સાથે બેઠક પણ કરશે.

  1. Gujarat Congress: ભૂતકાળની ચૂંટણીના પરિણામોને બદલવા કોંગ્રેસ હવે તૈયાર - મુકુલ વાસનિક
  2. Mukul Wasnik: કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ મુકુલ વાસનિક પહેલી વાર ગુજરાતની મુલાકાતે, કારોબારી બેઠકમાં હાજરી આપી
  3. Gujarat Pradesh Congress in charge : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી તરીકે મુકુલ વાસનિકની વરણી કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.