ETV Bharat / state

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 પાણી પુરવઠા અને વ્યવસ્થાપનમાં મોટી જાહેરાતો - Gujarat Budget 2023 Highlights Top 10 Takeaways

ગુજરાત બજેટ 2023 પાણી પુરવઠા અને વ્યવસ્થાપનમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ઘરે ઘરે નળ પહોંચાડવા વધારે વેગ આપવામાં આવશે.

Gujarat Budget 2023:  ગુજરાત બજેટ 2023 પાણી પુરવઠા અને વ્યવસ્થાપનમાં મોટી જાહેરાતો

author img

By

Published : Feb 24, 2023, 12:46 PM IST

ગાંધીનગર: નાણાપ્રધાનએ આજે પાણી પુરવઠા અને વ્યવસ્થાપની જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે નલ સે જલ યોજનાએ અમારી સરકારે ઘરે નળ પહોંચાડયો છે.જેમાં 9705 કરોડના ખર્ચ થકી ઘરે ઘરે નળ પહોંચાડવામાં આવશે. નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડવા 1970 કરોડના ખર્ચ કરી પહોંચાડવામાં આવશે.પાણી પુરવઠા વિભાગ માટે 6000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગયા બજેટ કરતા પાણી પુરવઠા વિભાગમાં આ વખતે પાણી પુરવઠાના બજેટમાં 82 ટકાનો વધારા સાથે ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો Budget 2023: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ

6000 કરોડની જોગવાઈ: કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતા આ વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 86% નો વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં અંદાજિત 320 કરોડના ખર્ચે નર્મદાના વધારાના પાણીના કચ્છ વિસ્તારમાં વિતરણ માટે ઉદ્દવહન 5 લાઇનો માટે 2100કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નર્મદા સાથે જોડાયેલી જે પણ કડીઓ માટે ખર્ચ માટે 2025 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત ઘર વપરાશ પાણી(સંરક્ષણ) અધિનિયમ 2019 અંતર્ગત પાણીનું વિતરણ કરતી 6500 ગ્રામ પંચાયતો અને 363 જૂથ યોજના હેઠળના 2000 હેડવર્ક્સ, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કરેલ છે. પાણીના પરિવહન અને વિતરણમાં જવાબદેહી લાવવા અને પાણીનો બગાડ અટકાવવા 2200 જેટલા અગત્યના સ્થળો ઉપર વોટરફ્લો મીટર લગાડવાની અને અંદાજે 500 જેટલા હેડવર્ક્સ ઉપરથી પાણીની ગુણવત્તાની માપણી અને તેના મોનિટરીંગની વ્યવસ્થા પ્રગતિમાં છે. સરદાર સરોવર યોજના માટે 5 હજાર 9 કરોડ ફાળવામાં આવ્યા છે. અંબાજીથી ઉંમર ગામ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. તાપીના પાણી શુદ્ધિકરણ માટે ફાળવણી કરવામાં આવી છે.

નલ સે જલ યોજના અંતર્ગત: સૌરાષ્ટ્રમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઇ-ભેસાણ અને ઢાંકી-નાવડા બલ્ક પાઇપલાઇનના કામો અમલમાં મૂકેલ છે. જે કામો માટે 800 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બુધેલથી બોરડા સુઘીની 53 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત 376 કરોડના કામો પુર્ણતાના આરે છે જે પણ જણાવામાં આવ્યું હતું. બોટાદ, રાજકોટ અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડા થી ચાવંડ સુધીની 85 કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજે 644 કરોડના કામો હેઠળ ફાળવામાં આવ્યા છે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની 97 કિ.મી. બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત 1044 કરોડના કામો માટે ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા માટેની ઘરાઇથી ભેંસાણ સુધીની પાણી પૂરું પાડવા માટેની 63 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત `392 કરોડના કામો પ્રગતિ હેઠળ ફાળવામાં આવ્યા છે. ગુજરાત ઘર વપરાશ પાણી(સંરક્ષણ) અધિનિયમ, 2019 અંતર્ગત પાણીનું વિતરણ કરતી 6500 ગ્રામ પંચાયતો અને 363 જૂથ યોજના હેઠળના 2000 હેડવર્ક્સ, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કર્યાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat Budget Update : માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ

2022ના બજેટમાં પાણી પુરવઠાની જાહેરાત: ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સલામત અને પર્યાપ્ત પીવાનું પાણી આપવા રાજ્યવ્યાપી પાણી પુરવઠાગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ હતી. જેનાથી 238 શહેરો અને 14 હજારથી વધુ ગામોને જોડવામાં આવેલા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકેલ નલ સે જલ યોજના દ્વારા 93 ટકાથી વધુ ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ મેળવેલ હતી.જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ યોજના દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કેન્દ્ર સરકારના રૂપિયા 2500 કરોડ અને રાજ્ય સરકારનારૂપિયા 3040 કરોડ સહિત કુલ રૂપિયા 5540 કરોડનું આયોજન માટે જાહેરાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.