ETV Bharat / state

Breaking News : મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને આપ્યું રાજીનામું

GUJARAT BREAKING NEWS 28 FEBRUARY 2023 TODAY NEWS LIVE UPDATE

author img

By

Published : Feb 28, 2023, 7:01 AM IST

Updated : Feb 28, 2023, 6:07 PM IST

17:58 February 28

સુપ્રીમ મનીષ સિસોદિયા દ્વારા કરાયેલ ધરપકડની અરજીને ફગાવી દીધી

દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ બાબતને લઈને સિસોદિયા દ્વારા ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ આ મામલે સુનાવણીને ફગાવી દીધી છે. કોર્ટે સિસોદિયાને જામીન માટે પ્રથમ દિલ્હી હાઈકોર્ટમાં જવાની સલાહ આપી છે.

16:52 February 28

ભાવનગરના ટીંબી પાસે કાર પલટી મારી જતાં કોળી સેનાના પ્રમુખનું મૃત્યુ

ભાવનગર: ઉમરાળાના ટીંબી પાસે કાર પલટી મારી જતાં કોળી સેનાના પ્રમુખનું મૃત્યુ થયું. બનાવને પગલે કોળી સેનાના આગેવાન નેતાઓ દોડી ગયા, સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.

16:50 February 28

ગુજરાતમાં 3 માર્ચથી CNG પંપ અનિશ્ચિત સમય સુધી બંધ

ગુજરાત: 3 માર્ચથી ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોશિયાએશન સાથે જોડાયેલ તમામ CNG પંપ અનિશ્ચિત સમય મર્યાદા સુધી બંધ રહેશે. ડીલર્સની માર્જિનમાં વધારો ન કરવાથી નિર્ણય લેવામાં આવ્યો. છેલ્લા 55 મહિનાથી માર્જિનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તેને લઈને સીએનજી પંપ બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો.

15:43 February 28

બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

કોઈપણ જાતીય ઈરાદા વિના પ્રેમ વ્યક્ત કરવા છોકરીનો હાથ પકડવો એ જાતીય સતામણી નથીઃ બોમ્બે હાઈકોર્ટ

14:53 February 28

સુરતમાં વધુ એક બાળકીનું શ્વાનના હુમલાથી મોત

સુરત : પાલનપુરમાં વધુ એક બાળકીનું શ્વાનના હુમલાથી મોત થયું હતું. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

13:50 February 28

સાબરકાંઠા હડીયોલ ગામની સીમમાં થયેલ ગેંગ રેપ મામલે 4 વર્ષ બાદ ચુકાદો

સાબરકાંઠા: હડીયોલ ગામની સીમમાં થયેલ ગેંગ રેપ મામલે આજે હિંમતનગર કોર્ટ દ્વારા 4 વર્ષ બાદ ચુકાદો અપાયો. 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ. પાણી પીવાના બહાના હેઠળ કરાયું હતું દુષ્કર્મ. પીડીતા આદિવાસી મહિલાને 5 લાખ વળતર ચુકવવા કોર્ટનો આદેશ. દરેક આરોપીને 50 હજારનો દંડ ફટકારાયો.

13:23 February 28

લોકસાહિત્યકાર દેવાયત ખવડના શરતી જામીન મંજૂર

ગુજરાત હાઈકોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. દેવાયત ખવડ 72 દિવસથી જેલમાં બંધ હતા.

12:54 February 28

બોર્ડની પરીક્ષાને લઇને પાટણ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

પાટણ: બોર્ડની પરીક્ષાને લઇને પાટણ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ. 40 પરીક્ષા કેન્દ્રના 112બિલ્ડિંગમાં કુલ 35248 વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા પાટણ અને હારીજ બે ઝોનમાં યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા.

12:49 February 28

ઈડર વલાસણા હાઈવે રોડ પર કોલેજ સામેથી બાઇકની ચોરી

સાબરકાંઠા: ઈડર વલાસણા હાઈવે રોડ પર કોલેજ સામેથી સમી સાંજે બાઇક ચોરાઈ. અજાણ્યાં યુવાનોએ સમી સાંજે બાઇક લઈ ફરાર થઈ ગયો હતો. ઈડર વલાસણા હાઈવે રોડ પર કોલેજ સામેના વિસ્તારમાં મોટાભાગની હૉસ્પિટલ અને લેબોરેટરી આવેલી છે. દવાખાને અને લેબોરેટરીમાં સારવાર અર્થે આવતા દર્દીઓનાં સાધનો અસુરક્ષિત છે. માલિકે બાઇક ચોરી કરનાર અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ઈડર પોલિસ મથકે ફરિયાદ નોંધાવી...

12:23 February 28

ગુજરાત હાઈકોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.

12:17 February 28

ગુજરાતી ભાષા મામલે કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન

ગાંધીનગર: કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન. સાયન્સ ટેકનોલોજી ભાષા અંગ્રેજી હોવી જોઈએ. પરંતુ આપણા બાળકો ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ઇસ્ટ આફ્રિકામાં ગુજરાતી ભાષા ભણવામાં આવે છે. યુગાન્ડા,કેન્યાની શાળામાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવે છે. ગુજરાતમાં 55 બોલી બોલાય છે. લોકલ બોલી પણ સાચવવી જોઈએ. આપણે દરેક ભાષાને માન આપ્યું છે.

11:50 February 28

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

દિલ્હી: નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ તેમની ધરપકડ અને CBI તપાસની રીતને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. મનીષ સિસોદિયા વતી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજીની વહેલી સુનાવણીની માંગ કરી હતી. આ પછી ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તેઓ બપોરે 3.50 વાગ્યે આ મામલે સુનાવણી કરશે.

11:45 February 28

પેપર લીક અટકાવા માટે નવી પહેલ

સુરત: યુનિવર્સિટીના પેપરો પરીક્ષાના કલાક પહેલા આચાર્યોને મોકલી આપવામાં આવશે. ત્યાંથી તેઓ પોતાના ફિગર પ્રિન્ટ, ફેસ રેકોર્ડ અને ઓટીપીથી પેપર ખોલી શકશે. પેપરનું ઝેરોક્ષ કાઢી પરીક્ષા વર્ગખંડમાં મોકલવામાં આવશે. આ ઝેરોક્ષ પણ ત્રણ જ વ્યક્તિઓ દ્વારા કાઢવામાં આવશે.

11:42 February 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત

ભાજપના નેતા અને પૂર્વપ્રધાન બાવકુ ઉઘાડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી. સોશિયલ મીડિયામાં પણ ટ્વીટર પર વડાપ્રધાન મોદી અને પરસોતમ રૂપાલાને ટેગ કરી ટ્વીટ કર્યું. વિશ્વમાં ડુંગળી કટોકટીમાં ભારતે તાત્કાલિક ડુંગળીની નિકાસ કરવી જોઈએ. ભારતમાં ઘટતા જતા કૃષિ ગ્રામીણ અર્થતંત્રને મુશ્કેલી થઈ છે.

11:41 February 28

ફરજીયાત ગુજરાતી ભાષા વિધેયક પર કૉંગ્રેસે સુધારો રજૂ કર્યો

ગાંધીનગર: કૉંગ્રેસે ફરજીયાત ગુજરાતી ભાષા વિધેયક પર સુધારો રજૂ કર્યો. ગુજરાતી ભાષાને ઉચ્ચર માધ્યમિક શાળા સુધી ફરજીયાત કરવામાં આવે. કાયદાનું ઉલ્લઘન કરે તો માત્ર દંડ નહીં ભવિષ્યમાં આખી ભૂલ ના કરે તેવો દાખલો દેખાડવો પડે. Noc રદ એક વર્ષમાં નહીં પણ એક મહિનામાં રદ કરવામાં આવે.

11:37 February 28

PM મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ

ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સામે આવેલી માહિતી મુજબ પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

11:20 February 28

ગુજરાતી ભાષા ફરજીયાત મામલે કૉંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન

ગાંધીનગર: ગુજરાતી ભાષા ફરજીયાત શિક્ષણ અભ્યાસ બાબત વિધેયક મુદ્દે કૉંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે એવું શું થયું કે અચાનક ગુજરાતી ભાષા ફરજિયાત કરવી પડી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે. આજ ગુજરાતમાં ગુજરાતી ભાષા વિસરાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક મુખ્યપ્રધાન હતા ત્યારે અંગ્રેજી ભાષા ફરજીયાત કરવામાં આવી હતી.

11:16 February 28

વડોદરામાં નોકરીની લાલચ આપી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

વડોદરા : નોકરીની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આત્મહત્યા કરતા અભય દ્વારા બચાવવામાં આવી હતી. યુવતી નોકરીની શોધમાં વડોદરા આવી હતી. નોકરીની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાઇક પર બેસાડી અધ્ધવચ્ચે છોડી ભાગી ગયો હતો. બોપોદ પોલીસ મથકમાં રજુ કરી.

11:15 February 28

ગુજરાતી ફરજીયાત ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક બિલ રજૂ કર્યું

ગાંધીનગર : કુબરે ડીંડોર દ્વારા ગુજરાતી ફરજીયાત ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક બિલ રજૂ કર્યું.

10:33 February 28

સાવરકુંડલામાં નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ

અમરેલી : સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના હૃદય સમાન મહુવા રોડ ઉપર બિનઅધિકૃત ઓટલા કેબીનો અને ચાપરા દૂર કરાયા. 2 ડી વાય એસ પી 5 પીઆઈ 15 પીએસઆઇ 300 પોલીસ કર્મચારીનો લોખંડી બંદોબસ્ત. પાલિકાના કર્મચારી માર્ગ અને મકાન વિભાગ અને પીજીવીસીએલના કર્મચારીઓ હાજર. રિદ્ધિ સિદ્ધિ નાવલી વિસ્તાર જુના બસ સ્ટેન્ડ વિસ્તાર અને મહુવા રોડ ડીમોલેશન કામગીરી શરૂ.

10:16 February 28

અમદાવાદ કાંકરીયામાં એશિયા સિંહનું 18 વર્ષની ઉંમરે થયું મૃત્યુ

અમદાવાદ : અમદાવાદ કાંકરીયા ખાતે સક્કરબાગ જૂનાગઢથી લાવવામાં આવેલ આ એશિયા સિંહનું 18 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. નખ, ચામડી અને સંપૂર્ણ શરીરના અગ્નિસંસ્કાર કરી તેની ઊંડા ખાડામાં દફનવિધી સંપૂર્ણ કરવામાં આવી હતી.

09:53 February 28

હનુમાન ચાલીસાના પાઠ કરી અનોખો વિક્રમ સર્જ્યો

સુરત : સુરતમાં એકજ સાથે 3100 વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ હનુમાન ચાલીસા પાઠ કરાયા. 21 વાર હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. હનુમાન ચાલીસાના પાઠ કરી અનોખો વિક્રમ સર્જ્યો છે. સુરતની નાલંદા સ્કૂલ દ્વારા આયોજન કરાયું હતું.

09:43 February 28

સુરતમાં ચૈન સ્કેચિંગના બે આરોપીઓને 7 વર્ષની જૈલનો વનવાસ

સુરત : સુરતમાં ચૈન સ્કેચિંગના બે આરોપીઓને 7 વર્ષની જૈલનો વનવાસ. આ બંન્ને આરોપીઓ 41 ગુન્હાઓના કર્યા હતા. આ બંને આરોપીઓએ ઉધના મગદલા રોડ ઉપર મોપેડ ઉપર જતી મહિલાનો ફોને ખેંચી ફરાર થઈ ગયા હતા. આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ બંન્ને આરોપીઓને સૌ પ્રથમ વખત ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આ બંન્ને આરોપીઓ પાસેથી પોલીસ મોબાઈલ ચૈનસ્કેચિંગના 41 ગુન્હા ડીટેન કર્યા હતા. ત્યારબાદ આ મામલે કેસ નામદાર કોર્ટમાં કેસ ચાલીયો હતો. કેસ ચાલીયા બાદ અંતે આજરોજ બંને આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જોકે આ પ્રકારની સજા સુરતમાં પેહલી વખત આપવામાં આવી છે.

08:48 February 28

સુરતમાં બે વર્ષની માસૂમ બાળકીની થઈ હત્યા

સુરત : સચિન કપ્લેથામાં બે વર્ષની માસૂમ બાળકીની હત્યા થઈ છે. દુષ્કર્મની આશંકા છે. પોલીસે શકમંદ એવા પાડોશીની પૂછપરછ કરી છે. પાડોશી બાળકીને રમાડવા લઈ ગયો હતો. બાદમાં બન્ને ગાયબ થઇ ગયા હતા. મોડી રાત્રે બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે શકમંદની અટકાયત કરી છે.

07:03 February 28

ફરી તાજિકિસ્તાનની ધરા ધણધણી

તાજિકિસ્તાનમાં આજે ભૂકંપના આંચકાથી દિવસની શરૂઆત થઈ. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જો કે સદનસીબે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

06:50 February 28

Breaking News : PM મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ

વાપી/સરીગામ : ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC માં આગ ઘટના બની હતી. Ven petrochem & pharma લીમીટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં બોઇલર બ્લાસ્ટ બાદ આગ ભભૂકી હતી. બ્લાસ્ટની ઘટનામાં કંપનીનો સ્લેબ તૂટી પડતા નાઈટ શિફટમાં આવેલ કામદારો ફસાયા હોવાની આશંકા છે. વિકરાળ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે. ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ કોઈનું મૃત્યુ થયું છે કે, કેમ તેની વિગત હજુ મળી નથી.

Last Updated : Feb 28, 2023, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.