અમદાવાદ: અમદાવાદના ભાડજ વિસ્તારમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ ક્રિકેટની મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન એક બોલરને એટેક આવતા તેેનું મૃત્યું થયું હતું.
અમદાવાદમાં ક્રિકેટ રમતાં રમતાં યુવાનને મેદાનમાં જ આવ્યો હાર્ટએટેક - ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ 25 ફેબ્રુઆરી 2023
22:40 February 25
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું થયું મોત
21:54 February 25
SRKKF દ્વારા 70 યુગલોનો સમૂહ લગ્ન કરાવાયા
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 70 છોકરીઓનો સાતમો પ્યોર વિવાહ ઉજવાયો. SRKKF દ્વારા 70 યુગલોનો સમૂહ લગ્ન ઉજવાયો. હીરા ઉઘોગના જાણીતા બીઝનેસમેન ગોવિંદકાકાએ 70 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા. દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર દીકરીઓના પિતાનું સન્માન કરવામાં આવ્યું. ગોવિંદકાકાએ 70 દીકરીઓના એકસાથે લગ્ન કરાવ્યા. 7માં પ્યોર વિવાહમાં 70 નવ યુગલે પ્રભુતામાં પગલાં પડ્યા. ગોવિંદકાકા દ્વારા યોજવામાં આવેલ 7માં સમૂહ લગ્નમાં 70 દીકરીઓને 3 લાખથી પણ વધુનો કર્યાવર કરાયો.
21:10 February 25
ડુક્કરે હુમલો કરતા વૃદ્ધને 17 ટાંકા આવ્યા
મહિસાગર: મહિસાગરના વીરપુરમાં વધુ એક ખેડૂત પર ડુક્કરે હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધને 17 ટાંકા આવ્યા હતા.
19:58 February 25
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત અધિકારીનો કાફલો દરિયા કાંઠે પહોંચ્યો
અમરેલી: ચાંચબંદર દરિયાઈ ખાડી ઉપર પુલ બનાવવા માટેની રાજય સરકારની હિલચાલ જોવા મળી છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત અધિકારીનો કાફલો દરિયા કાંઠે પહોંચ્યો હતો. કરોડોના ખર્ચે કેવી રીતે બ્રિજ બની શકે તે માટેની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. વિકટરથી ચાંચ બંદર વચ્ચે દરિયાઈ ખાડી બોટ મારફતે સ્થાનિકો અવર જવર કરે છે. ધારાસભ્ય હીરા સોલંકી સ્ટેટ હાઇવેના અધિકારી કર્મચારીઓની ટીમ સાથે પોહચી બોટ મારફતે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી. થોડા દિવસો પહેલા ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆતો કરી હતી.
19:35 February 25
સારવાર દરમિયાન વ્યક્તિનું થયું મોત
ભાવનગર: પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે હત્યાનો બનાવ બન્યો છે. બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. લાભુભાઈ નરસિંહભાઈ બારૈયા નામના વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક વ્યક્તિને પી.એમ અર્થે પાલીતાણા માનસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પાલીતાણા રૂરલ પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.
19:28 February 25
ત્રીજી માર્ચ સુધી બંને તરફથી આવતી અને જતી ઇન્ટરસિટી ટ્રેન રદ
જુનાગઢ: વેરાવળ અમદાવાદ અને અમદાવાદ વેરાવળ વચ્ચે ચાલતી ઇન્ટરસિટી ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે. આજથી આગામી ત્રીજી માર્ચ અને શુક્રવાર સુધી બંને તરફથી આવતી અને જતી ઇન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે. ટેકનિકલ કારણોસર વેરાવળ અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને રદ કરવાનો ભાવનગર ડિવિઝનનો નિર્ણય છે.
18:45 February 25
ગધેડીના એક લિટર દૂધની કિંમત રૂપિયા 180થી પણ વધારે
રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે હાલારી ગધેડા વધામણી સમારંભ યોજાયો. લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર તથા માલધારી સમાજનું આયોજન હતું. તાજા જન્મેલા ખોલકાઓની તિલક ચોખા ચુંદડી ઓઢાડી વધામણી કરવામાં આવી. સૌંદર્ય પ્રસાધનોમાં વપરાતા ગધેડીના એક લિટર દૂધની કિંમત રૂપિયા 180થી પણ વધારે છે.
17:57 February 25
મોટર એરપોર્ટની દીવાલ સાથે અથડાતા દીવાલ તોડી પાડી
રાજકોટઃ રાજકોટ એરપોર્ટ ખાતે અકસ્માત સર્જાયો. એરપોર્ટની દીવાલ સાથે મોટરકાર અથડાઇ ત્યારબાદ મોટર એરપોર્ટની દીવાલ સાથે અથડાતા દીવાલ તોડી પાડી. કારચાલકે વળાંક લેતા સમયે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાળા કલરની કાર ધડાકા ભેર એરપોર્ટની દીવાલ સાથે અથડાઈ ગઈ. ગાડીમાં એરબેગ ખુલ્લી જતા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
15:23 February 25
રૂપિયા 19 કરોડની છેતરપીંડી કરનાર દંપતીની થઈ ધરપકડ
રાજકોટ : ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા દંપતી જતીન અઢિયા અને તેની પત્ની ફોરમ અઢીયાએ વધુ વળતરની લાલચ આપી 5 વેપારીઓ મોટા પ્રમાણમાં ખાંડ, ચોખાનો જથ્થો મંગાવીને અંદાજીત રૂપિયા 19 કરોડની છેતરપીંડી કરી. સમગ્ર મામલે રાજકોટમાં ફરિયાદ નોંધાતા ક્રાઈમબ્રાન્ચ દ્વારા આરોપી દંપતીને પકડી પાડવામાં આવ્યા છે. અગાઉ પણ દંપતીએ અનેક લોકો સાથે છેતરપીંડી કરી છે. પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી. જતીન અઢિયા અને તેની પત્ની ફોરમ અઢીયાની રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે.
15:17 February 25
હિંમતનગર તાલુકાના ઠુમરા ગામે ખેડૂતના ખેતરની ઓરડીમાં લાગી આગ
સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના ઠુમરા ગામે ખેડૂતના ખેતરમાં આવેલી ઓરડીમાં આગ લાગી હતી. ભરત ધુળાભાઈ પટેલના ખેતરમાં ઓરડીમાં આગ લાગતા ખેડૂતને ભારે આર્થિક નુકસાન થયું છે. લાખોનું નુકસાન થતાં ખેડૂત પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આગમાં ડ્રીપ એરીગેશન ફુવારા ઝટકા મશીન અને ખાતર સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગયા છે. ઓડીમાં ઘર વપરાશની ચીજ વસ્તુઓ બળી જતા મુશ્કેલીઓ વધી છે. શોર્ટ સર્કિટથી આગ લાગતા સમગ્ર વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.
15:15 February 25
માંગરોળ તાલુકાના પીપોદ્રા ગામ પાસે બની આગની ઘટના
સુરત : માંગરોળ તાલુકાના પીપોદ્રા ગામ પાસે આગની ઘટના બની છે. ટ્રાન્સપોર્ટનો માલ ભરેલા આઈશર ટેમ્પામાં આગ લાગી હતી. આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.
15:11 February 25
ડુંગળીના સારો ભાવ નહીં મળતા ખેડૂતે તૈયાર થયેલા ડુંગળીનો પાક પશુઓને ચરવા માટે ખુલ્લો મૂક્યો
રાજકોટ : ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતે તૈયાર થયેલા ડુંગળીના મોલને પશુઓને ચરવા માટે ખુલ્લો મૂકી દીધો છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર વર્તમાન સમયમાં રુપિયા 50 રૂપિયાથી લઈને રુપિયા 150 રૂપિયા સુધીના મળતા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને રુપિયા 200 ઉપરાંતનો ભાવ મળે તો જ ખેતી ખર્ચ પર પડે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. સરકાર ભાવ બાબતે ખેડૂતોની વારે આવે તેવી ખેડૂતોએ માગ કરી છે.
15:07 February 25
કૃષિ પ્રધાન રાઘવજી પટેલ આજે જામનગર જિલ્લાની મુલાકાતે
જામનગર : કૃષિ પ્રધાન રાઘવજી પટેલ આજે જામનગર જિલ્લાની મુલાકાતે છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જળસંગ્રહની બે યોજનાઓને લઈને તાકીદની બેઠક યોજવામાં આવી છે. જામનગર સહિત ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના સફળ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. ખાસ કરીને જળાશયો, તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાની ચાલતી કામગીરીની સમીક્ષા કરાશે. કલેકટર કચેરી ખાતે કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે પત્રકારોને વિગતો આપી હતી.
13:58 February 25
જૂનાગઢમાં પાર્કિંગમાંથી છકડો રીક્ષામાંથી યુવક અને યુવતીનો મળ્યો મૃતદેહ
જૂનાગઢ : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલી છકડો રીક્ષામાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જૂનાગઢ પોલીસે મૃતદેહનો કબજો લઈને તપાસ હાથ ધરી છે. મૃતક યુવક અને યુવતી પ્રેમી હોવાનું પ્રાથમિક તારણ હોય શકે છે. જૂનાગઢ એ ડીવીઝન પોલીસે સમગ્ર મામલાને લઈને હત્યા કે આત્મહત્યાને લઈને તપાસ હાથ ધરી છે.
13:56 February 25
અમદાવાદ મિર્ઝાપુર ત્રિકોણીયા બજાર પાસે બાઇક એસેસરીઝની દુકાનમાં લાગી આગ
અમદાવાદ : અમદાવાદના મિર્ઝાપુર ત્રિકોણીયા બજાર પાસે બાઇક એસેસરીઝની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
13:21 February 25
સુરતમાં આરોગ્યક્ષેત્રે મેડિકોલીગલ કોમ્યુનિકેશન એથિક્સ અને નૈતિક ફરજો પર સેમિનાર યોજાયો
સુરત : દેશમાં સૌ પ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યક્ષેત્રે મેડિકોલીગલ કોમ્યુનિકેશન એથિક્સ અને નૈતિક ફરજો પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર નર્સિંગ એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સારવાર દરમિયાન તબીબો અને દર્દીઓ સાથેના વ્યવહાર-વર્તન ગેરસમજણના કારણે થતા ઘર્ષણ બાબતે સમજ આપવામાં આવી હતી. તબીબો સમાજને સુખાકારી પ્રદાન કરતા આરોગ્ય ક્ષેત્રના અભિન્ન અંગ છે. દર્દીઓનું હિત અને આરોગ્ય તેમના માટે અગ્રતાક્રમે હોય છે. જેથી દર્દીઓના સગાસંબંધીઓ તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂક ન કરે. સરકારી હોસ્પિટલ પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખે તે જરૂરી છે. ડોક્ટર્સની સૂચના મુજબ નર્સિંગ સ્ટાફે ઈન્જેકશન, દવાઓ વગેરે નિયમિતપણે આપે છે. ગફલત કરતા સંબંધિત નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધાઈ શકે છે. દર્દીઓના દુઃખને દૂર કરવાની સાથે સાંત્વના આપી તબીબો-નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ વચ્ચે પરસ્પર માનવીય સંબંધ જળવાઈ રહે તે જરૂરી છે. એમ.એલ.સી.કેસમાં દાખલ દર્દીઓ તેમજ એમ.એલ.સી. મૃત્યુ કેસમાં પોલીસ વેરિફિકેશન તેમજ રેપપીડિતાની ઓળખ અને માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. કેદીઓના કેસમાં પ્રાથમિક સારવાર અને રેફરન્સના આધારે તારીખ સમય ડિસ્ચાર્જની નોંધણી જેવી બાબતો અંગે કાળજી લેવી જરૂરી છે.
13:13 February 25
સાબરકાંઠાના હિંમતનગરમાં કમલમનું ખાત મુહુર્ત
સાબરકાંઠા : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાબરકાંઠામાં મુલાકાતે છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કમલમનું ખાત મુહુર્તમાં જિલ્લાના સાંસદ તેમજ ધારાસભ્યો હાજર હતા તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સી.આર.પટીલે નિવેદનમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના લોકો રાજકારણ નહિ સમાજકારણ કરે છે. વિધાનસભામાં જીત માત્ર મોદી સાહેબને આભારી છે. ઉમેદવારોની માફી માંગીને પણ જીત અપાવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સંકલ્પ માત્ર જીત જરૂરી.
13:06 February 25
ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર વ્યાસ અને સૌરભ પટેલની થઈ ધરપકડ
ગાંધીનગર : કલોલના પરિવારને ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવાનો મામલો સામે આવ્યો છે. કલોલના બ્રીજકુમાર તેની પત્ની અને બાળક સાથે ગેરકાયદેસર અમેરિકા જતા હતા. મેક્સિકોની દીવાલ પરથી પડી જતાં બ્રિજકુમાંરનું મોત નિપજ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. કલોલ તાલુકાના સાહિલ વ્યાસ અને સૌરભ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના 1 અને ગાંધીનગરના 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. ખોટા દસ્તાવેજો બનાવી તુર્કી દેશની એમબસીમાંથી વિઝા મેળવવા અરજી કરી હતી. બ્રીજકુમાર અને તેના પરિવારને મુંબઈથી ઇસ્તાંબુલ અને ત્યાંથી મેક્સિકો મોકલવામાં આવ્યો હતો.
13:05 February 25
સુરતના રાંદેર વિસ્તારમાં વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ મામલો
સુરત : રાંદેર વિસ્તારમાં વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ મામલો સામે આવ્યો છે. રાંદેર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. 5 આરોપીઓ ઘરમાં ઘુસી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. રાંદેર પોલીસે એક આરોપીને ઝડપી પાડી 35 હજાર રોકડ કબ્જે કરી લીધા છે. પોલીસે હજુ બીજા આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી છે.
13:01 February 25
અમદાવાદના સરદારનગરમા મિત્રએ મિત્રની કરી હત્યા
અમદાવાદ : સરદારનગરમા હત્યાનો બનાવ સામે આવ્યો છે. જી વોર્ડમાં મિત્રએ મિત્રની હત્યા કરી છે. પ્રેમિકા અંગે બોલાચાલી થતા છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. યુવકને છરીના 6 ઘા મારી હત્યા નિપજાવી હતી. સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
12:58 February 25
ભાવનગર જિલ્લાના જેસર નજીક ટેમ્પોએ મારી પલટી
ભાવનગર : ભાવનગર જિલ્લાના જેસર નજીક ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પામાં ખેત મજૂરીએ જતી મહિલાઓ સવાર હતી. દરેકને ઇજા તો એકના મોતની આશંકા છે. બનાવ બાદનો વિડીયો સામે આવ્યો છે.
12:45 February 25
G 20ના ભાગરૂપે વડોદરામાં Y20 ઇન્ડિયા સમિટનું આયોજન
વડોદરા : G 20ના ભાગરૂપે વડોદરામાં Y20 ઇન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું. આબોહવા, પરિવર્તન અને આપત્તિના જોખમો ઘટાડવા વિષય પર સમિટ યોજાઈ. એમ એસ યુનિવર્સિટીમાં આજથી સમિટનો થયો પ્રારંભ થયો. Y20 સમિટનો યુનિ.ના સિન્ડિકેટ સેનેટ સભ્યોએ બહિષ્કાર કર્યો. વાઇસ ચાન્સેલરથી નારાજગીના પગલે સિન્ડિકેટ સેનેટ સભ્યોએ બહિષ્કાર કર્યો. યુનિ.ના સેનેટ સભ્ય કપીલ જોશીનું નિવેદન. યુનિ.માં કોનવોકેશન યોજાતું નથી, પણ Y20 નું આયોજન કરી તાયફા કરાય છે. યુનિ.માં મહાનુભાવો ન આવીને અપમાન કરે છે. કેટલાક સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને વીસી સાથે વાંધો છે એટલે કાર્યક્રમમાં નહિ આવ્યા.
12:39 February 25
IPS અધિકારીને બદનામ કરવાનો મામલો
અમદાવાદ : IPS અધિકારીને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી ઈસ્માઈલ મલેક અને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખાણ આપનાર વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસે આરોપી ઈસ્માઈલ મલેકની ધરપકડ કરી હતી. આરોપી ઇસ્માઇલ મલેક જુડીશયલ કસ્ટડીમાં હતો. મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપી ધરપકડ કરી હતી.
12:35 February 25
રખિયાલમાં અસામાજિક તત્વો બેફામ
અમદાવાદ : રખિયાલમાં અસામાજિક તત્વોએ યુવક પર જ્વલનશીલ પ્રવાહી છાંટી હુમલો કર્યો છે. રખિયાલ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ઘાતક હથિયારોથી યુવકને ઢોર માર મર્યો હતો. લેઝર લાઈટ ચલાવવા બાબતે યુવકને માર મર્યો હતો.
12:33 February 25
સાયન્સ સીટી ખાતે CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ધિરાણપત્ર વિતરણ કાર્યક્રમ
અમદાવાદ : સાયન્સ સીટી ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ધિરાણપત્ર વિતરણ કાર્યક્રમ. લોન મેળા અંતર્ગત લોન મેળવનારને ધિરાણપત્ર અપાશે. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ લોન અપાઈ. પોલીસ, AMC અને બેંકનું સંયુક્ત આયોજન છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી ફેરિયાઓને બચાવવા આયોજન છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 4 હજાર સ્ટ્રીટ વેન્ડર્સને ધિરાણપત્ર આપશે. લોન મેળા થકી 12 હજારથી વધુ ફેરિયાઓએ લોન માટે ફોર્મ ભર્યા હતા. ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે..
10:40 February 25
સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો થયો વાયરલ
અમરેલી : રાજુલા તાલુકાના કોવાયા નજીક આવેલ ખાનગી કંપનીની કોલોનીમાં સિંહ ઘુસ્યો હતો. કોલોની નજીક મોલ માર્કેટ નજીક ડાલામથા સાવજે લટાર મારી હતી. ભરચક માનવ વસવાટ વચ્ચે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. ઉધોગ જોનના પરપ્રાંતી લોકોના રેસિડેન્ટ વિસ્તાર અંદર સિંહ ઘુસ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો છે.
10:34 February 25
ઈડર અંબાજી સ્ટેટ હાઇવે રોડ પર દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા
સાબરકાંઠા : ઈડર અંબાજી સ્ટેટ હાઇવે રોડ પર એક સાથે બારેલા તળાવ પાસે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઈડર પોલીસને ખૂલ્લી ચેલેન્જ આપતાં ત્રસ્કરોએ રાત્રિ દરમિયાન 10 જેટલી દુકાનોના તાળા તોડયા હતા. લાખોનો મુદામાલ સહિત રોકડ રકમની ચોરી થયાની આશંકા છે. ચોરોએ પોતાની ઓળખાણ છૂપાવવા સી.સી.ટી.વી કેમેરાને પણ તોડી નાખ્યા હતા. 10 જેટલી દુકાનોના તાળા તૂટતાં ઈડરનાં વહેપારી જગતમાં ભારે ફફડાટ ફેલાયો છે. બારેલા તળાવ પાસે આવેલ પદમાવતી કોમ્પલેક્ષની દુકાનોના તાળા તોડી તસ્કરો પલાયન થતા વહેપારીઓએ ઈડર પોલીસને જાણ કરી હતી. ઈડર પોલિસે ઘટના સ્થળે પહોંચી સી.સી.ટી.વી કેમેરાની મદદ લઇ આગડની વઘુ તપાસ હાથધરી છે.
10:31 February 25
સુરતના અલથાણ વિસ્તારના કેશવ હાઈટ બિલ્ડીંગના બંધ મકાનમાં લાગી આગ
સુરત : સુરત અલથાણ વિસ્તારમાં આવેલ કેશવ હાઈટ બિલ્ડીંગના બંધ મકાનમાં રાતે આગ લાગી હતી. આગ લાગતા 9 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં 5 થી 6 ફ્લેટના ઘરના તમામ સાધન સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. તે ઉપરાંત આ આગમાં 40 થી 50 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.
10:05 February 25
અમદાવાદમાં ફરી એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચે અસલાલી રીંગ રોડ પરથી એમડી ડ્રગ્સ મોટો જથ્થો ઝડ્પયો છે. 495 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. 49 લાખ 58 હજારની કિંમતના ડ્રગ્સ સાથે બે આરોપી આઝમ ખાન પઠાણ અને કૈફ ખાન પઠાણની ધપકડ કરવામાં આવી છે.
10:04 February 25
રાજકોટ નજીક શાપર વેરાવળમાં શ્વાનનો આતંક
રાજકોટ : રાજકોટ નજીક શાપર વેરાવળમાં રમવા ગયેલ અઢી વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા હતા. સ્થાનિકોએ બાળકને બચાવ્યો હતો. હાલ બાળક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
10:02 February 25
ભાવનગરની પરિણીતાએ સાસરિયા સામે નોંધાવી ફરિયાદ
ભાવનગર : ભાવનગરની પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટ સ્થિત પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. 11 વર્ષથી પિતાના ઘરે પરિણીતા, બે દીકરીના ભવિષ્ય માટે ફરિયાદ નોંધાવી, અગાવ બે કેસ બાદ ત્રીજો કેસ શારીરિક માનસિક ત્રાસનો.
10:00 February 25
સુરત પોલીસના 4 કર્મી સામે યુપીમાં અપહરણનો ગુનો નોંધ્યો
સુરત : સુરત પોલીસના 4 કર્મી સામે યુપીમાં અપહરણનો ગુનો નોંધ્યો. ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને લાવ્યા હતા. વીમાના નામે ઠગતા ચીટર દેવેન્દ્ર ગુપ્તાને સાયબર ક્રાઇમ ગાઝિયાબાદથી ઊંચકી લાવી હતી. આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તરપ્રદેશની કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો. સાયબર ક્રાઇમના એએસઆઈ પૃથ્વીરાજ બધેલ, યુએમ મહારાજ સિંહ, હે.કો.ઈન્દ્રજીતસિંહ અને પો.કો. કૌશિક સામે આઈપીસી કલમ 452, 323, 365 અને 342 હેઠળ ગુનો નોંધ્યો છે.
09:56 February 25
GUJARAT BREAKING NEWS 25 FEBRUARY 2023 TODAY NEWS LIVE UPDATE
વડોદરા : Y 20 ઇન્ડિયા સમીટ. એમએસ યુનિવર્સિટીમાં પર્યાવરણ સંરક્ષણ માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરાષ્ટ્રીય કોન્ફરન્સનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. જી 20 કોન્ફરન્સમાં 62 દેશોના 167 પ્રતિનિધિ ભાગ લેશે. વિવિધ સત્ર આધારિત ચાર સત્રમાં કોન્ફરન્સ યોજાશે. રાજ્ય ગૃહપ્રધાન પણ હાજર રહેશે.