ETV Bharat / state

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના મુક્ત થયા, હોસ્પિટલમાંથી 16 સપ્ટેમ્બરે રજા મળશે - coronavirus

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના અંગેનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ કોરોના મુક્ત થયા છે. સી. આર પાટીલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

gujarat
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના મુક્ત
author img

By

Published : Sep 15, 2020, 3:47 PM IST

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મને બુધવારે હોસ્પિટલમાંથી રજા મળશે. મારા સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું. પ્રદેશ પ્રમુખ બન્યા પછી સી.આર. પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને ચાર દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. જે પછી અંબાજી માતાના દર્શન કરીને ત્રણ દિવસનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. જેમાં તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા અને અનેક બેઠકો કરી હતી. જેને પગલે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

gujarat
સી. આર. પાટીલ કોરોના મુક્ત

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના સંક્રમિત થતા એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને એક સપ્તાહની ટ્રીટમેન્ટ પછી તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ કાર્યાલય કમલમમાં 7 લોકો કોરોના પોઝિટિવ થયા હતા. તેમજ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ થયા હતા. આમ વધુ પડતા મેળાવડા અને ભીડને કારણે કોરોના વધુ ફેલાયો હતો. પરંતુ હાલ રિકવરી રેટ વધી રહ્યો છે. કોરોના વાઇરસ પણ માઈલ્ડ થયો છે, જેને પગલે કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે.

gujarat
સી. આર. પાટીલ કોરોના મુક્ત

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસની ટીકા ખૂબ થઈ હતી. કોરોના કાળમાં ચૂંટણી પ્રવાસ કર્યો અને તેમાંય કોરોનાની ગાઈડલાઈન્સ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું નહતું. તેમના પ્રવાસ પછી કેટલાય નેતાઓ અને કાર્યકરો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. ત્યાર પછી ભાજપના અન્ય કાર્યક્રમો અને પ્રમુખનો કચ્છ કાર્યક્રમ રદ કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.