ETV Bharat / state

પાટીલ બન્યા સુપર સ્પ્રેડરઃ કાર્યકરો અને નેતાઓમાં કોરોના ફેલાવ્યા બાદ ખુદ પણ થયા કોરોનાગ્રસ્ત

રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. કોઇ પણ પક્ષની સરકાર સત્તામાં હોય, ત્યારે સામાન્ય નાગરિકો માટે જે નિયમો લાગુ પડે છે તે પક્ષના નેતાઓ પર નિયમ લાગુ પડતા નથી. પરંતુ કુદરતના નિયમો દરેક માટે સરખા હોય છે. તે કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં પ્રતિપાદિત થઈ ચૂક્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કોરોનાગ્રસ્ત થયા છે.

corona
પાટીલ બન્યા સુપર સ્પ્રેડર
author img

By

Published : Sep 9, 2020, 6:58 PM IST

અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષના પદ પર સી. આર. પાટીલ આવતાની સાથે જ ફ્રન્ટફૂટ પર બેટિંગ કરવા ગયા અને કોરોના વાઇરસે તેમને ક્લીન બોલ્ડ કરી દીધા છે. ભાજપના વર્તમાન સંગઠનને મજબૂત કરવાના લક્ષ્યની સાથે અને ખરેખરમાં તો ચૂંટણી પ્રચાર કરવા કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં તેમણે ગુજરાતના વિસ્તારોનો પ્રવાસ શરૂ કર્યો. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો.

gujarat bjp president cr patil corona positive
પાટીલ બન્યા સુપર સ્પ્રેડર

કોરોના વાઇરસનું સંક્રમણ થયેલા આ પ્રવાસ દરમિયાન સરેઆમ કેન્દ્ર સરકારની કોરોના વાઇરસને લઈને જાહેર કરાયેલી ગાઈડલાઈન અને આરોગ્ય સંસ્થાઓએ સૂચવેલા પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને સાંભળવા અને તેમની સાથે ફોટા પડાવવા ભાજપના હજારો કાર્યકરો ભેગા થયા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા.

કદાચ સી. આર. પાટીલને એવું લાગતું હશે કે, તેઓ કોરોનાથી ડરતા નથી તેવી છાપ પડશે, તેથી તેઓ પ્રવાસની ભીડમાં કયારેક માસ્ક પણ કાઢી નાખતા હતા. પરંતુ આ વિચાર્યા વગરના એક બાદ એક લીધેલા પગલાં તેમને ખૂબ જ મોંઘા પડ્યા છે. આખરે તેઓ પોતે કોરોનાગ્રસ્ત થયા અને સાથે-સાથે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના ગ્રસ્ત થયા છે. તેઓ બંને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાનારી આગામી મિટિંગ રદ કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો આગામી કચ્છનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે.

જ્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ સતત મિટિંગો યોજાતી રહેતી હતી. પ્રધાનો અને કાર્યકરોનું આવન-જાવન થતું હતું. પરિણામે કમલમ પણ કોરોનાગ્રસ્ત થયું છે. કમલમમાં કામ કરતા 6 જેટલા વ્યક્તિઓ પણ કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કાળજી રાખવાની બદલે બેદરકારી દાખવી હતી.

પાટીલ બન્યા સુપર સ્પ્રેડર

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. ત્યારે મુખ્યપ્રધાનના સમકક્ષ ગણાતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું પદ આપવા બદલ સી. આર. પાટીલ નિયમોને નેવે મૂકીને પહેલા જ દિવસથી પોતાનું કાર્ય બતાવીને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના મોવડીમંડળને ખુશ કરવા માંગતા હોય તેવું દેખાઇ આવતું હતું.

કોઇ હોટલ કે, રેસિડેન્સીયલ બિલ્ડિંગમાં કોરોનાનો કેસ આવે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તે બિલ્ડિંગને સીલ મારી દેતી હોય છે. તેની બહાર કન્ટેન્મેન્ટ ઝોનનું બોર્ડ લગાવવામાં આવે છે. પરંતુ કમલમ ખાતે આવી કોઈ દરકાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને દાખવી નથી.

કોંગ્રેસે ભાજપ પ્રદેશ અધ્યક્ષના પ્રવાસ પર પહેલાથી જ ટીકા ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તેમનો ગુજરાત પ્રવાસ કોરોના વાઇરસના પ્રચાર-પ્રસારનો પ્રવાસ બની રહેશે, અંતે તે વાત સાચી સાબિત થઈ છે. કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર કાયદો તોડવા અને કોરોનાનું સંક્રમણ ફેલાવવા પર તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું હતું કે, 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમથી ભારતમાં કોરોના ફેલાયો અને હવે કોરોના સંક્રમણના ઊંચા તબક્કે 'નમસ્તે ભાઉ' કાર્યક્રમે ગુજરાતમાં કોરોના કેસોના આંકડા વધાર્યા છે.

હવે જોવાનું રહેશે કે, ભાજપના પ્રદેશ કાર્યાલયમાં અત્યારે તો તમામ પ્રકારની મિટિંગને સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ 14 દિવસના ક્વોરેન્ટાઇન સમયગાળાને પાળવાના નિયમને ભાજપના નેતાઓ પાળશે કે, નહીં ? વળી હજારો કાર્યકરો જ્યારે ભીડમાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રવકતાના સંપર્કમાં આવ્યા છે, ત્યારે તેઓ ટેસ્ટિંગ કરાવશે, ત્યારે આ આંકડો ચોક્કસ જ મોટો બને તેવી શક્યતા છે.

આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ ભાજપ જીતે કે ન જીતે, 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ 182 સીટ મેળવે કે ન મેળવે. પરંતુ ગુજરાતના કોરોનાના આંકડા વધારવામાં ભારતીય જનતા પાર્ટીનું યોગદાન અમૂલ્ય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.