ETV Bharat / state

ATSને મોટી સફળતા : મુંબઈ બ્લાસ્ટને લઈને કર્યો ખુલાસો, જાણો કઈ રીતે આપ્યો અંજામ - Mumbai blast wanted accused

ગુજરાત ATSને 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના (1993 Bombay Blast Case)ફરાર 4 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. આ વોન્ટેડ ચારેય આરોપીઓની અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ (Gujarat ATS arrests wanted accused)કરવામાં આવી છે. કઈ રીતે પકડાયા આરોપીઓ અને શું થયો ખુલાસો આવો જોઈએ આ અહેવાલમાં.

મુંબઈ બોમ્બ કેસના ચાર આરોપીની ATSએ ધરપકડ કરી, શું કર્યો ખુલાસો અને કઈ રીતે બ્લાસ્ટને અંજામ આપ્યો

author img

By

Published : May 17, 2022, 8:00 PM IST

અમદાવાદઃ ગુજરાત ATSને 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના (1993 Bombay Blast Case)ફરાર 4 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. વોન્ટેડ ચારેય આરોપીઓની અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ (Gujarat ATS arrests wanted accused)કરવામાં આવી છે. મહત્વનું છે કે અબુ બકર સહિત 4 લોકો બ્લાસ્ટ પેહલા ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા. કઈ રીતે પકડાયા આરોપીઓ અને શું થયો ખુલાસો આવો જોઈએ આ અહેવાલમાં.

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ

1993 બલાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી - ગુજરાત ATSની ક્સ્ટડીમાં આવેલ આ આરોપીઓ અમદાવાદનાના સરદાર નગર વિસ્તારમાંથી બનાવટી પાસપોર્ટ સાથે પકડાયા છે. પહેલા આરોપીઓની પૂછપરછ કરતા અલગ જ ઓળખ આપતા પરંતુ વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ચારેય આરોપીઓ 1993 બલાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી અબુ બકર, સયેદ કુરેશી, મોહમ્મદ સોએબ અને મોહમ્મદ યુસુફ છે. જે છેલ્લા ઘણા વર્ષો થી ફરાર હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ મિડલ ઈસ્ટ અને બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં રહેતા હતા. પરંતુ ATSને માહિતી મળી હતી કે 4 શંકાસ્પદ લોકો સરદારનગરમાં છે અને જેઓની તપાસ કરતા તેમની પાસેથી અલગ અલગ નામના ફરજી પાસપોર્ટ મળી આવ્યા હતા. જે અંગે ગુજરાત ATS ખાતે એક ગુનો દાખલ કરી તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવ્યા છે. આ લોકોમાંથી 3 લોકો બ્લાસ્ટ બાદ એટલેકે વર્ષ 1995 અને એક 2000ની સાલમાં દેશ છોડીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં કુખ્યાત ડોન દાઉદના 4 સાગરિત ઝડપાયા

1993માં મુંબઈના બ્લાસ્ટ - વર્ષ 1993માં મુંબઈના બ્લાસ્ટ કેસની (Mumbai blast wanted accused )વાત કરીએ તો આ ઘટનામાં 257 લોકોના મોત થયા હતા અને700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલમાં આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં 100 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હાલ પકડાયેલ ચારેય આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડમાં છે. આરોપીઓની ATS એ વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વર્ષ 1993 બ્લાસ્ટ પેહલા પકડાયેલ આરોપીઓ મોહમંદ ડોસાના ગ્રુપ માટે કામ કરતા હતા. બ્લાસ્ટ પેહલા આ લોકો પાકિસ્તાન ખોટી રીતે જઈ ત્યાં દાઉદ ઇબ્રહીમ અને ISI સાથે એક મિટિંગ કરી હતી અને જેમાં તેમને મિડલ ઈસ્ટમાં મિટિંગ બાદ તે લોકો હથિયાર ચલાવવાનું અને વિસ્ફોટકની ટ્રેનિંગ લઈ પરત ભારત આવીને બ્લાસ્ટમાં સામેલ હતા. મહત્વનું છે કે મોહમ્મદ ડોસા સ્મગ્લિંગના ધંધામાં હતો અને જેથી તેના સંબંધ દાઉદ સાથે સારા હતા. આરોપી અબુ બકર બ્લાસ્ટ બાદ હથિયારોને સગે વગે પણ કરી દીધેલ અને ત્યાર બાદ ખોટા પાસપોર્ટના આધારે આ લોકો ભારત છોડીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad Blast Case Judgment: બ્લાસ્ટ કેસમાં સજાના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે બચાવ પક્ષ

ગુજરાત ATSએ આરોપીઓની ધરપકડ કરી - હાલ તો ચારેય આરોપીઓની ધરપકડ બાદ મોટી સફળતા ATS ને મળી તેમ માની શકાય પરંતુ સવાલ છે કે 29 વર્ષ બાદ આરોપીઓ ભારત પરત કેમ આવ્યા હશે? માનવામાં આવી રહ્યું છે કે હાલ પણ દાઉદ ઇબ્રાહિમના સંપર્કમાં હોઈ શકે છે. અન્ય કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ ? અને પાસપોર્ટ માટે નકલી દસ્તાવેજો ક્યાં બનાવ્યા હતા તે અંગે હાલ તો ગુજરાત ATSની ટીમ તપાસ કરી રહી છે. પરંતુ મુંબઈ CBI થોડા દિવસમાં આ આરોપીઓનો કબ્જો મેળવી વધુ કાર્યવાહી શરૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.