ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : ચૂંટણી પ્રચારના પડઘમ, ક્યાં મુદ્દાઓની છે મૌસમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થનાર છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. સત્તાના આ રણમેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ પૂરજોશમાં પ્રચાર(Campaign for election) કરી રહ્યો છે. ચૂંટણી વખતે વિવિધ મુદ્દાઓ(Various issues during elections) ઉઠતા હોય છે. ત્યારે આ ચૂંટણીમાં ક્યા મુદ્દા ઉઠી રહ્યા છે, પ્રજાને શું જોઈએ છે અને સ્ટાર પ્રચારકો જાહેરસભામાં શું નવું લઈને આવે છે. જાણવા માટે જુઓ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ(ETV bharat Special Report).

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ
author img

By

Published : Nov 23, 2022, 7:51 PM IST

Updated : Nov 23, 2022, 10:16 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. સત્તાના આ રણમેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ પૂરજોશમાં પ્રચાર(Campaign for election) કરી રહ્યો છે. ચૂંટણી વખતે વિવિધ મુદ્દાઓ(Various issues during elections) ઉઠતા હોય છે. ત્યારે આ ચૂંટણીમાં ક્યા મુદ્દા ઉઠી રહ્યા છે, પ્રજાને શું જોઈએ છે અને સ્ટાર પ્રચારકો જાહેરસભામાં શું નવું લઈને આવે છે. જાણવા માટે જુઓ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ(ETV bharat Special Report).

ચૂંટણી પ્રચારના પડઘમ: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કાના મતદાન પહેલા ત્રણ વખત ગુજરાત આવીને જાહેરસભા સંબોધી છે. રાહુલ ગાંધી બે વખત આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો તો ગુજરાતમાં જ રોકાઈ ગયા છે. દરરોજ ચૂંટણી પ્રચારમાં ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરે છે. તો કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ પર આક્ષેપ કરી રહી છે. ભાજપ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં ખૂબ સાચવીને બોલે છે.

મોદીનું ઈમોશનલ કાર્ડ
મોદીનું ઈમોશનલ કાર્ડ
મોદીનું ઈમોશનલ કાર્ડ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ જાહેરસભામાં ઉપસ્થિત લોકોને અપીલ કરી છે કે તમે ઘરે ઘરે ફરીને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ કહ્યા છે. બીજું રેકોર્ડબ્રેક મતદાન કરવાનો સંદેશો આપ્યો છે. દરેક જિલ્લામાં જઈને મોદીએ સરકારે કરેલ કામોની ગણતરી કરીને હિસાબ આપ્યો છે. વિકાસ કયા અને કેટલો થયો તે જનતા સમક્ષ ગણાવી રહ્યા છે. સાથે સાથે નરેન્દ્ર મોદી એમ પણ કહી રહી છે કે ગુજરાતમાં ભાજપ જ આવવાની છે, તમે ભાજપને જ મત આપવાનો છો. પણ મારું કર્તવ્ય છે કે મારે તમારા તીર્થયાત્રા સમાન મતદારોને હિસાબ આપવા આવવું જ જોઈએ. હું તમારા બધાના દર્શન કરવા આવું છું. હું તમારો દીકરો છું અને તમામ વોટથી તાકાતથી હું દિલ્હી ગયો છું અને આજે દેશ અને દુનિયામાં તમારો વોટની તાકાતથી ભારતનો વટ પડી રહ્યો છે. આમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારિવારિક સંબધનો ઉપયોગ કર્યો છે.બીજી તરફ કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ નરેન્દ્ર મોદીને ઓકાત બતાવી દેવાનું નિવેદન કર્યું હતું. તો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો કે મારી કોઈ ઓકાત નથી. હું સેવાદાર છું. તમે બધા રાજવી પરિવારમાંથી આવો છો. હું તો સામાન્ય ખાનદાનનું સંતાન છું. મારી કોઈ જ ઓકાત નથી. આ કોંગ્રેસવાળાએ મને નીચ કહ્યો, મોતનો સોદાગર કહ્યો, આવી ભાષા અમારી નથી.
દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ
દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ
સરદાર પટેલનું નામ ચૂંટણી પ્રચારમાં: ભાજપના સ્ટારપ્રચારકો કોંગ્રેસ પર પ્રહાર કરીને વિકાસના કામોની યાદ કરાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસવાળા સરદાર પટેલનું નામ લેતા ડરે છે. અને 27 વર્ષથી સત્તામાં ભાજપ છે તો કોંગ્રેસ કહે છે કે કામ બોલે છે, અરે ભઈ કયું કામ કર્યું છે. સમજ નથી પડતી. ગુજરાતમાં શાંતિ, સલામતી અને સ્થિર સરકાર આપી છે. ગુજરાત વિકાસની ઊંચાઈ પર ચાલી રહ્યો છે.
રાજસ્થાન મોડલની ચર્ચા ગુજરાતમાં: બીજી તરફ કોંગ્રેસ રાજસ્થાન મોડલ ગુજરાતમાં લાગુ કરવા માટેનો પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં લાગુ કરેલ યોજનાઓને ગુજરાતમાં લાવવાનું વચન આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ 8 વચનો આપ્યા છે અને ભાજપના રાજમાં કોઈ વિકાસ થયો નથી. માત્ર પાંચ પચીસ ઉદ્યોગપતિ માટે વિકાસ થયો છે. મોદી સરકાર મનની વાત કરે છે. પણ પ્રજાની વાત સાંભળતા નથી. આમ કહીને પ્રચાર કહી રહ્યા છે.
ફ્રીમાં આપવાની ગેરંટી કેટલી લલચામણી: આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં દિલ્હી અને પંજાબની જેમ ફ્રી વીજળી આપવાનું વચન આપી રહ્યા છે. સારામાં સારી સ્કુલો બનાવીને ફ્રીમાં શિક્ષણ આપવાનું કહે છે. અદ્યતન સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધાઓ સાથે ફ્રીમાં આરોગ્ય સેવા મળશે. 27 વર્ષના ભાજપના શાસનમાં આમાંથી કશું થયું નથી. અમારી સરકાર બનતા જૂની પેન્શન યોજના લાગુ થઈ જશે. 27 વર્ષ ભાજપને આપ્યા અમને પાંચ વર્ષ આપો. અમારા કામ ન ગમે તો ધક્કો મારીને કાઢી મુકજો. પરિવર્તન લાવવું જ જોઈએ.
ભાજપની કમિટેડ વોટ બેંક છેઃ રાજકીય સમીક્ષક હરેશ ઝાલાએ ETV Bharatને જણાવ્યું હતું કે જ્યાં સુધી ભાજપનો સવાલ છે તેની એક કમિટેડ વોટ બેન્ક છે. હિન્દુત્વ અને રામ મંદિરના મુદ્દે જ્યાં વોટ બેન્ક ઉભી થઇ છે તેના મતદારો માટે આ બધા શબ્દો, આક્ષેપોથી કોઇ ઝાઝો ફરક પડે નહિં અને વધે નહીં. પરંતુ તેની વોટ બેન્કની એક ખાસિયત એ છે કે ભાજપ પર વાદળ ઘેરાશે અને ભાજપ તકલીફમાં દેખાશે તો કાર્યકર તેના ઘરે જાય કે નહિં, મોદી કે અન્ય નેતા પ્રચાર કરે કે નહિં તે ભાજપ બચાવવા જીતાડવા મતદાન મથકે પહોંચી જશે. ભાષણો દ્વારા વિરોધપક્ષના નેતા કે નીતિઓ પર જે આક્ષેપો કરવામાં આવે છે તેનાથી મતદારોનું ધ્યાન આકર્ષણ ચોક્કસ થાય છે.
ભષ્ટ્રાચાર, ગરીબી અને મોંઘવારીના મુદ્દા હોય જ છેઃ રાજકીય વિશ્લેષક શિરિષ કાશીકરે ETV Bharatને ખાસ વાતચીતમાં કહ્યું હતું કે સામાન્ય રીતે દરેક સ્તરની ચૂંટણીમાં કેટલાક મુદ્દા હંમેશા છવાયેલા રહેતા હોય છે પછી એ નગરપાલિકાની હોય કે વિધાનસભા, લોકસભા. દાખલા તરીકે ભ્રષ્ટાચાર,ગરીબી, મોંઘવારી વગેરે. દરેક રાજકીય પક્ષ પોતાની વિચારધારા અને રાજકીય કાર્યક્રમોના આધારે લોકોને વાયદા વચનો આપે છે અને સત્તા પર આવ્યે એ પુરા કરવાની ખાત્રી આપે છે. પણ વાસ્તવમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉપરોક્ત બધા મુદ્દા હોવા છતાં ચર્ચા અને વિમર્શ ( નેરેટીવ) કઈંક અલગ મુદ્દા પર જ સેટ થતાં હોય છે.
મોદી પ્રચારમાં સૌથી મોટો ચહેરો: શિરિષભાઈ વધુમાં ઉમેર્યું હતું કે ભાજપે આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરીને પ્રચાર આક્રમક બનાવ્યો છે અને એટલે જ કોંગ્રેસના નેતાઓ ભૂતકાળમાં કરેલા વાણીવિલાસને ભૂલીને આ વખતે પણ એમને ભાંડવામાં પડ્યા છે. પરિણામ સામે છે કે પીએમ મોદીએ મુદ્દાને પકડી લીધો છે. આ ઉપરાંત ગુજરાતની અસ્મિતાનો મુદ્દો ભાજપ હંમેશા ઉઠાવતો આવ્યો છે. નર્મદાના નીર અને ગુજરાતને એ મુદ્દે થયેલો કેન્દ્રનો અન્યાય આ મુદ્દા પણ ભાજપે પકડ્યા છે અને હવે તેના આધારે નેરેટીવ સેટ થઇ રહ્યો છે.
દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ
દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ
દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ: કોંગ્રેસ લાંબા સમયથી ગુજરાતમાં સત્તાથી દૂર હોવાથી તેને પોતે અન્ય રાજ્યોમાં કરેલા કામો કે નિર્ણયોને લોકો સમક્ષ મૂકવા પડે છે. અહી કોંગ્રેસ વિકાસના એક સ્તરે પહોંચેલા ગુજરાત માટે એ શું નવું કરી શકે તેના પર હજુ વાત નથી કરી રહી. જે તેના માટે નુકસાનકારક છે. કારણ કે નવા મતદારોએ કોંગ્રેસનું શાસન જોયું જ નથી. કોંગ્રેસને હવે મુકાબલો આમ આદમી પાર્ટી સાથે કરવાનો છે જે સામાન્ય માણસને આકર્ષી શકે તેવી તમામ તરકીબો અજમાવી રહી છે. મફત વીજળી, પાણીના તેના "દિલ્હી મોડેલ"થી ગુજરાતીઓ કેટલા પ્રભાવિત થઈને મત આપે છે એ તો હવે નક્કી થશે પણ તેનાથી ચૂંટણીલક્ષી ચર્ચામાં રહેવાનો તેને મોકો જરૂર મળી ગયો છે.

Last Updated : Nov 23, 2022, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.