ETV Bharat / state

AAPએ ઉમેદવારોની 9મી યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થતા જ આદમી પાર્ટી (Aam Aadmi Party) પોતાના અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક નવમી આજે જાહેર કરવામાં આવી છે જેમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા 118 વિધાનસભામાં બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

AAPએ ઉમેદવારોની 9મી યાદી કરી જાહેર
AAPએ ઉમેદવારોની 9મી યાદી કરી જાહેર
author img

By

Published : Nov 4, 2022, 12:18 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી તારીખ જાહેર થતા જ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પોતાના ઉમેદવાર જાહરી કરી રહી છે. અન્ય રાજકીય પાર્ટી હજુ પોતાના ઉમેદવારો નક્કી કરવામાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. આજે વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આપે ઉમેદવાર જાહેર કર્યા, જુવો નવમી યાદીમાં કોણ કોણ

10 ઉમેદવારની યાદી જાહેર આમ આદમી પાર્ટીના પ્રદેશ મહાપ્રધાન મનોજ સોરઠીયાએ આજ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કલોલથી કાંતિજી ઠાકોર, દરિયાપુરથી તાજ કુરેશી, જમાલપુર ખાડીયાથી હારુન નાગોરી, દસાડાથી અરવિંદ સોલંકી, પાલીતાણાથી ડોક્ટર ઝેડ પી ખેની, ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ, પેટલાદથી અર્જુન ભરવાડ, નડીયાદથી હર્ષદ વાઘેલા, હાલોલથી ભરત રાઠવા, સુરત ઇસ્ટથી કંચન કેજરીવાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાનનું નામ જાહેર થશે આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનું નામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ઇતિહાસમાં પહેલી વખત કોઈ રાજકીય પાર્ટી દ્વારા જનતાના મતથી મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવામાં આવશે.

CM પદના ઉમેદવાર: 29 ઓક્ટોબરના રોજ કેજરીવાલે લોકોને એસએમએસ, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના CM પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું, જેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના CM પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, CM પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના CM પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.