અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. ચૂંટણી લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી(aam aadmi party) અને ભારતીય જનતા પાર્ટી(bhartiya janta party) દ્વારા કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) બાવળામાં સભા સંબોધિત કરી હતી.
લીલાબાને યાદ કરતા થયા ભાવુક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિધાનસભાની ચૂંટણી લઈને બાવળા વિધાનસભામાં સભા સંબોધી હતી. જેમાં તેઓ પોતાના સંબોધનમાં બાવળાના વિકાસ અને વર્ષો પહેલાંની પોતાની યાદો તાજી કરતા ભાવુક થયા હતા. PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ પૂર્વ જનસંઘના કાર્યકર્તા લીલાબાને યાદ કરતા જ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે લીલાબાનું જીવન સામાજિક કાર્યકર્તા તરીકે હતું. તેમને પોતાના જીવનમાં અનેક ગરીબ લોકોની મદદ આવ્યા છે.
ખેડૂતોએ પૈસા ગણવા માટે મશીન વસાવ્યા: PM મોદીએ જણાવ્યું હતું કે આજની આ મારી ચોથી સભા છે પરંતુ વાતાવરણ જ અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે. આ ચૂંટણી નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્ર પટેલ નથી રહ્યા પરંતુ ગુજરાતની જનતા ચૂંટણી લડી રહી છે અને આ વખતે લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં જંગી બહુમતી સાથે ભાજપની સરકાર સત્તા ઉપર આવશે. વધુમાં જણાવ્યું હતું કે આ પંથક અમદાવાદ શહેરથી ખૂબ જ નજીક આવેલો છે. આજ એવો દસકો ચાલી રહ્યો છે કે અમદાવાદ જિલ્લાની પણ સુરત બદલી નાખી છે. 20 વર્ષ પહેલા કોંગ્રેસના સમયગાળા દરમિયાન પંચાયત રાજ માટે 100 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું. જ્યારે આજે એ બજેટ ખૂબ જ વધુ ફાળવવામાં આવે છે. સાણંદ તાલુકાના અને બાવળા તાલુકાના ગામડાના ખેડૂતો જમીન માટે આંદોલન કરતા હતા. પરંતુ આજે ઔદ્યોગિક ક્ષેત્રે આ તાલુકા ખૂબ જ આગળ છે. ખેડૂતોને જમીનના એટલા ભાવ મળ્યા છે કે પૈસા ગણવા માટે પોતે જ મશીન વસાવ્યા છે.
કોંગ્રેસનો સમય કઠિન હતો: PM મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ગામડાઓ ભાંગી રહ્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટી આવવાથી ગામડાઓને સમૃદ્ધ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું. 20 વર્ષ પહેલા 2.15 લાખ ઘરમાં વીજળી કનેક્શન હતું. જ્યારે આજે આ જ પંથકમાં પાંચ લાખથી પણ વધુ ઘરમાં વીજળી કનેક્શન છે. સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેથી આજુબાજુના ગામડાઓ પણ સમૃદ્ધ થયા અને ખેતી માટે પાણી મળી રહ્યું છે. સાણંદ, બાવળા, ધોળકાની ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
લોથલનો થશે વિકાસ: ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે નવી પોલિસી લાવવામાં આવી રહી છે. આગામી સમયમાં ધોલેરાની અંદર વિમાનો બનતા હશે. લોથલમાં પણ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. જે 5000 વર્ષ જૂનો ઇતિહાસ બતાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ કરવામાં આવ્યો છે. તેવો જ વિકાસ લોથલનો કરવામાં આવશે, જેથી વિદેશી પર્યટકો પણ અહીંયા આવશે.
દરેક બૂથમાંથી કમળ નીકળવું જોઈએ: પોતાના સંબોધનમાં અંતે જણાવ્યું હતું કે આગામી વર્ષે આઝાદીના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આગામી 25 વર્ષ એ ગોલ્ડન વર્ષ છે. આપણે આ ચૂંટણી એ પાંચ વર્ષ માટે નહીં પરંતુ આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું છે. જેથી હું તમને અપીલ કરું છું કે પહેલા જે પણ બુથ પર મતદાન થયું છે તેનો રેકોર્ડ તોડવાનો છે. દરેક કોલિંગ બૂથમાંથી કમળ જ નીકળવું જોઈએ.