ETV Bharat / state

રાજ્યમાં 1.15 કરોડ યુવા મતદારો, 100 વર્ષથી વધુના લોકોની સંખ્યા 10,460 - election campaign

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને(All preparations by Election Commission) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કુલ 4,91,35,400 મતદારો(total voters in gujarat) મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1.15 કરોડ યુવા મતદારો(total young voters in gujarat) છે જ્યારે 100 વર્ષ કે તેનાથી વધુ વયના મતદારો 10,460 છે.

રાજ્યમાં 1.15 કરોડ યુવા મતદારો
રાજ્યમાં 1.15 કરોડ યુવા મતદારો
author img

By

Published : Nov 21, 2022, 9:31 AM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને(All preparations by Election Commission) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 4,91,35,400 મતદારો(total voters in gujarat) પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 19 જિલ્લાની ચૂંટણી માટે મતદાન થશે. જેમાં કુલ મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો(Women voters) તથા 2,53,59,863 પુરુષ મતદારો(Male voters) છે. 18થી 29 વર્ષની વય જૂથના 1,15,10,015 યુવા મતદારો(total young voters in gujarat) છે.

કુલ યુવા મતદારો: મતદાર યાદી સુધારણા અભિયાન પછી રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારોમાં 18થી 29 વર્ષની વય જૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ 1391 થર્ડ જેન્ડર નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં છે.

પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ પોલિંગ સ્ટેશન: રાજ્યમાં 29,357 પોલિંગ સ્ટેશન લોકેશન પર 51,839 મતદાન મથક ઊભા કરાયા છે. ગુજરાતમાં સૌથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 મતદાન મથકનો સમાવેશ થાય છે. તો સૌથી ઓછા પોલિંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494, તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે. સૌથી વધુ મહિલા મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અમદાવાદમાં 28,81,224, સુરતમાં 21,94,915, વડોદરામાં 12,72,996, બનાસકાંઠામાં 11,97,814 અને રાજકોટમાં 11,10,306નો સમાવેશ થાય છે.

અમદાવાદમાં સૌથી વધુ 11.97 લાખ મતદારો: રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 11,97,539, સુરતમાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536નો સમાવેશ થાય છે.

100 વર્ષથી વધુ વયના મતદારો: 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 9,87,999 છે. રાજ્યમાં 100 વર્ષ કે તેનાથી વધુ વયના મતદારો 10,460 છે. મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી વિધાનસભા બેઠક સુરત જિલ્લાની ચોર્યાસી છે. જેમાં 5,66,511 મતદારો છે, જ્યારે સુરત-ઉત્તરમાં 1,63,187 સૌથી ઓછા મતદારો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.