અમદાવાદ અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકમાં ( Total 16 assembly seats in Ahmedabad city ) ની એક વેજલપુર વિધાનસભા બેઠક ( Vejalpur Assembly Seat ) ની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણાં વર્ષથી અહીંયા ભાજપનું શાસન રહ્યું છે. છેલ્લી બે ટર્મથી અહીં કિશોરસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી તરફથી જીતતા આવ્યા છે. આ વિધાનસભામાં હેરિટેજ તળાવમાં સમાવેશ થતા સરખેજના રોજા તળાવ ( Sarkhej Rija Lake ) પણ આ વિધાનસભા બેઠકમાં આવે છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ( Water Logging in Vejalpur ) તેમજ ગંદકીનું નિરાકરણ હજુ સુધી આવ્યું ( Local problem ) નથી.
વિધાનસભા બેઠક પર મતદારો વેજલપુર વિધાનસભા બેઠક ( Vejalpur Assembly Seat )માં કુલ 3,22,129 મતદારો છે. જેમાં 1,65,689 પુરુષ, 156,429 મહિલા અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના 11 તાલુકા નું પૈકી એક તાલુકોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, મકતનપુરા, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ અને જોધપુર વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર મુસ્લિમ અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ ગણાય છે. જેમાં ત્રણ લાખથી વધુ મતદારો તો લઘુમતી સમુદાયના જ છે. ટકાવારીની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો મુસ્લિમ મતદારો 32 ટકા, ઓબીસી મતદારો 22 ટકા, સ્વર્ણ મતદારો 19.79 ટકા, દલિત 6 ટકા, પટેલ 8 ટકા અને અન્ય 11 ટકા મતદારો છે.
બેઠક પર ધારાસભ્યની સ્થિતિ અમદાવાદ શહેરની 42 નંબરની વિધાનસભા બેઠક વેજલપુર ( Vejalpur Assembly Seat ) ની વાત કરવામાં આવે તો ભાજપના નેતા કિશોરસિંહ બાબુલાલ ચૌહાણ 2012માં INC ઉમેદવાર પઠાણ મુતૃજાખાન અકબરખાન સામે 40,000 થી વધુ મતોથી જીત મેળવી હતી. જ્યારે 2017માં ભાજપે પોતાના ઉમેદવારને રીપીટ કર્યા હતા. કિશોરસિંહને 1,17,748 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મિહિર શાહને 95185 મત મળ્યા હતાં.
છેલ્લા 5 વર્ષમાં કરેલા વિકાસના કામો વેજલપુરના ( Vejalpur Assembly Seat )ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ ETV BHARATસાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા પણ જે પણ મને ગ્રાન્ટ મળી હતી તે માટે દરેક સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે. મેં છેલ્લા પાંચ વર્ષમાં 95 ટકા સોસાયટીની અંદર વિકાસના કામો કર્યા છે. ચાર વોર્ડમાં પીવાની પાણી ટાંકી, નવા આરોગ્ય કેન્દ્ર, ડ્રેનેજ લાઈન, વરસાદી પાણી લાઇન,બાગ બગીચા,સરખેજ શકરી તળાવ 25 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ, નવી શાળાઓ બનાવવાનું કામ ચાલુ છે. જ્યારે ચાર નવી સ્માર્ટ સ્કૂલ પણ આપવામાં આવી છે. સરખેજ બોર્ડમાં સ્વિમિંગ પૂલ પણ નવો બનાવવામાં આવ્યો છે. ચાર વોર્ડમાં વિદ્યાર્થી માટે લાઇબ્રેરી અને કોમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવ્યા છે.
બેઠક અંગે વિપક્ષનું વલણ મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાજી શેખે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે જો વેજલપુર વિધાનસભા બેઠક ( Vejalpur Assembly Seat ) ના ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણે વિકાસ કર્યો હોય તો પણ હેરિટેજનો દરજ્જો ધરાવતા સરખેજનો રોજા આજ બિસ્માર હાલતમાં ( Local problem )જોવા મળી રહ્યો છે. સરખેજના રોજાના તળાવ ( Sarkhej Rija Lake ) માં આજુબાજુઓને ગટરના પાણી આવવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં દુર્ગંધ ફેલાય છે. શિંગોડા તળાવની હાલત પણ કેવી રીતે જોવા મળી રહી છે. સરખેજ મક્કમપુરા જુહાપુરા દરેક કિસ્સાની અંદર ચોમાસામાં પાણી ભરવાની સમસ્યાઓ પણ જોવા મળે છે. વેજલપુરના જ શ્રીનંદનગરમાં ચોમાસા દરમિયાન ઘૂંટણસમા પાણી ( Water Logging in Vejalpur ) ભરાઈ જાય છે. જેથી સ્થાનિકોને બહાર નીકળવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે.
સ્થાનિકનો મત વેજલપુરના ( Vejalpur Assembly Seat ) સ્થાનિક નવીન સોલંકી જણાવ્યું હતું કે વેજલપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં ચોમાસા દરિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ( Local problem ) મુશ્કેલી પડતી હોય છે. ખાસ કરીને બુટભવાની મંદિરથી શ્રીનંદનગર અલગ અલગ વિભાગની અંદર પણ ચોમાસામાં પાણી ભરાઈ ( Water Logging in Vejalpur ) જાય છે. જેથી સ્થાનિક લોકોને બે ત્રણ દિવસ સુધી ઘરમાં જ બેસી રહેવાનો સમય આવે છે. સાથે જ વેજલપુરની અંદર અલગ અલગ જગ્યાએ રોડ પણ હાલતમાં જોવા મળી રહ્યા છે. ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તાઓ તૂટી જવાથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક વખત રસ્તો તૂટ્યા બાદ જલ્દી રીપેરીંગ પણ કરવામાં આવતો નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો હાલ આવતો નથી. તેથી આગામી ચૂંટણીમાં જે પણ ઉમેદવાર આ સમસ્યાઓ પડી રહી છે તેનો હાલ લાવશે તેને જ મત આપીશું.