ETV Bharat / state

મહત્તમ મતદાન માટે ચૂંટણીતંત્ર મેદાને, 80 વર્ષથી વધુ વય જૂથના મતદારો માટે થશે આ પ્રયાસો

author img

By

Published : Nov 19, 2022, 8:01 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જાહેર થતા જ ત્રણેય પક્ષ પોતાની વ્યૂહરચના માટે કામે લાગી ગયા છે. જ્યારે મતદારોના સંખ્યા ઉપર નજર કરીએ તો અમદાવાદ શહેર અને જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના (Efforts for Voters in the age group above 80 years) 1,30,893 મતદારો છે. ચાલો જાણીએ મહત્તમ મતદાન થાય એ માટે ચૂંટણીતંત્રએ ક્યાં ક્યાં પ્રયાસો શરૂ કર્યા છે, તે આ રિપોર્ટમાં.

મહત્તમ મતદાન માટે ચૂંટણીતંત્ર મેદાને, 80 વર્ષથી વધુ વય જૂથના મતદારો માટે થશે આ પ્રયાસો
મહત્તમ મતદાન માટે ચૂંટણીતંત્ર મેદાને, 80 વર્ષથી વધુ વય જૂથના મતદારો માટે થશે આ પ્રયાસો

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આગામી માસમાં યોજાનાર છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચુંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો (Electoral system to increase voter turnout) હાથ ધરાયા છે. અમદાવાદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર (District Collector in Ahmedabad District) અને ચૂંટણી અધિકારી (Electoral Officer in Ahmedabad District) ડો. ધવલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અવસર રથ, મતદાન જાગૃતિ ઝુંબેશ, દિવ્યાંગ તથા 80 વર્ષથી વધુ વય જૂથના મતદારો માટે પોસ્ટલ બેલેટ જેવી સુવિધાઓ (Postal Ballot Facilities for aged group voters) હાથ ધરાઈ છે. અમદાવાદ શહેર જિલ્લામાં 80થી વધુ વયના કુલ 1,30,883 મતદારો છે.

80 વર્ષથી ઉપરના વિવિધ વયજૂથના મતદારોની સંખ્યા નીચે મુજબ છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના મતદારો

100થી ઉપરની વયજૂથના મતદારોની સંખ્યા સૌથી વધુ 80થી 89 વર્ષની વય જૂથના 1,10,949 મતદારો, 90થી 99 વર્ષની વય જૂથના 18,444 અને 100 વર્ષથી વધુ વય જૂથના 1500 મતદારો છે. એલિસબ્રિજમાં 100થી વધુ વય જૂથમાં સૌથી વધુ 218 મતદારો છે. સૌથી ઓછા 36 નિકોલ મતવિસ્તારમાં છે. સમગ્ર શહેર જિલ્લાની વિગતો પર નજર કરીએ તો 100થી ઉપરની વયજૂથના મતદારોની સંખ્યા સૌથી વધુ છે. અનુક્રમે નારણપુરામાં 128, વેજલપુરમાં 105 અને ધંધુકામાં 100 સાથે એલિસબ્રિજ આવે છે.

એલિસબ્રિજ વિસ્તારમાં 80થી 89 વયજૂથના સૌથી વધુ આમ 80 થી 89 વયજૂથના સૌથી વધુ 12,051 મતદારો પણ એલિસબ્રિજ વિસ્તારમાં છે. ઘાટલોડિયામાં 9,350, વેજલપુરમાં 8,542, નારણપુરામાં 7,270 મતદારો છે. એલિસબ્રિજમાં 90 થી 99 વર્ષની વયજૂથમાં સૌથી વધુ 2,984 મતદારો છે, ત્યારબાદ ઘાટલોડિયામાં 1,557, નારણપુરામાં 1,397 અને વેજલપુરમાં 1,375 મતદારો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.