ETV Bharat / state

PM જ્યાં જોવો ત્યાં ભાઈ બહેનો, ગલી ગલી ફરે કંઈક દાળમાં કાળું છે : મલ્લિકાર્જુન ખડગે - ગુજરાત

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બાપુનગરમાં (Mallikarjun Khadge sabha in Bapunagar) સભા ગજવી હતી. જ્યાં તેમણે PM મોદીને આડે હાથે લીધા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કહ્યું કે, ગુજરાતનું ઇલેક્શન છે, કોઈ પ્રાઇમ મિનિસ્ટરનું ઇલેક્શન નથી. મોદી સાહેબ ગલી ગલી વોર્ડ વોર્ડ ફરે છે. (Gujarat Assembly Election 2022)

PM જ્યાં જોવો ત્યાં ભાઈ બહેનો, ગલી ગલી ફરે કંઈક દાળમાં કાળું છે : મલ્લિકાર્જુન ખડગે

author img

By

Published : Nov 28, 2022, 9:22 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ગુજરાતમાં જોરથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ પ્રચાર અર્થે જોડાયા છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં સભા યોજી હતી. (Mallikarjun Khadge sabha in Bapunagar)

બાપુનગરમાં કોંંગેસની યોજાયેલી સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપને આડેહાથે લીધી

મલ્લિકાર્જુન ખડગે PM પર પ્રહાર અમદાવાદમાં બાપુનગર ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા યોજાઈ હતી. અમદાવાદમાં મલ્લિકાર્જુન ખડગેની પ્રથમ જાહેર સભા હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે ભાજપ અને PM મોદી પર કટાક્ષ કરીને પ્રહાર કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન છે તે ગુજરાતનું ઇલેક્શન છે, પરંતુ કોઈ પ્રાઇમ મિનિસ્ટરનું ઇલેક્શન નથી. તેમ છતાં પણ PM મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે. સુરત PM મોદીએ પ્રાઇમ મિનિસ્ટરની સીટ છોડીને ફરીથી ગુજરાતના CM બનવા માટે પ્રચાર કરી રહ્યા છે? (Mallikarjun Khadge visited Ahmedabad)

બીજેપી ક્યાંકને ક્યાંક નબળી પડી ખડગે જણાવ્યું હતું કે, ગુજરાતના ઉમેદવારો પોતાનો વોટ માંગે કે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા ત્યાં સુધી ઠીક હતું, પરંતુ મોદી સાહેબ ગલી ગલી અને વોટ માટે વોર્ડ વોર્ડ ફરી રહ્યા છે એનો મતલબ કંઈક ગરબડ છે. પ્રાઇમ મિનિસ્ટરે પોતે પોતાનું કામ છોડીને વિદેશના કામ છોડીને 15 15 દિવસ સુધી અહીં રહે છે એનો મતલબ બીજેપી ક્યાંકને ક્યાંક નબળી પડી છે. મલ્લિકાર્જુન ખડ઼ગે વધુમાં કહ્યું હતું કે, આસામથી લઈને કર્ણાટક સુધી જ્યાં જ્યાં બીજેપીની સરકાર છે, ત્યાં ત્યાં તમામના મિનિસ્ટરો અહીં ગુજરાતમાં આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બીજેપીને આ વખતે શેનો ડર લાગી રહ્યો છે? દેશના વડાપ્રધાન દેશના હોમ મિનિસ્ટર બધા ખુદ તો પરેશાન છે, પરંતુ અહીં આવીને ગુજરાતની પ્રજાને પણ પરેશાન કરી રહ્યા છે. માટે હું ગુજરાતની જનતાને જીતવું છું કે એમણે સચિત થવાની જરૂર છે. (Mallikarjun Kharge attack on Modi)

કોરોનામાં CM બદલ્યા ખડગે કહ્યું હતું કે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ગુજરાત પર માત્ર 10,000 કરોડ દેવું હતું. જ્યારે આવનારા દિવસોમાં 4 લાખ 64 હજાર કરોડ દેવુ થવાનું છે. બીજેપીની સરકારે દરેક જરૂરિયાતની જીવન વસ્તુ પર GST લગાડવામાં આવ્યું છે. બીજેપીની સરકાર ડબલ એન્જિનની વાત કરી રહી છે, પરંતુ આ લોકોના તમામ એન્જિન ફેલ છે. કોરોનામાં CM બદલવાની જરૂર પડી તો કઈ રીતે ભાજપ પોતાનું ગુજરાત મોડલ સફળ બનાવી શકી? (Congress National President Mallikarjun Kharge)

કોંગ્રેસને ચાન્સ આપો કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે, હું ગુજરાતની પ્રજાને અપીલ કરવા માગું છું કે, બીજેપીએ તમારી પાસે આવીને જે ખોટા વાયદાઓ કર્યા છે એમાં ફસાશો નહીં. આ વખતે એક મોકો કોંગ્રેસના આપો અને જરૂરથી બદલાવ આવશે. ગરીબ લોકો માથું ઉઠાવીને જીવી શકશે અને આમ આદમી પણ સ્વાભિમાનથી જીવી શકશે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર ડીવાયડેડ રૂલનું નિયમનો ઉપયોગ કરે છે અને લોકોને જાતિ અને ધર્મના નામે ઝઘડા કરાવી રહી છે. રાહુલ ગાંધી જે ભારત જોડે યાત્રામાં નીકળ્યા છે તેનાથી દેશ મજબૂત બનશે અને આ વખતે કોંગ્રેસને ચાન્સ આપીને પરિવર્તન લાવો. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.