ETV Bharat / state

ભાજપનો સંકલ્પ પત્ર કે દગા પત્ર? અમિત શાહને ઓવૈસીનો જવાબ, કેજરીવાલ તમારા વીજળીનું બિલ ભરશે - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાન આડે ચાર દિવસ રહ્યા છે. હાલ ચૂંટણીપ્રચાર ચરમસીમા પર છે. અમિત શાહના નિવેદનનો અસદુદ્દીન ઓવૈસીએ જવાબ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર (BJP Sanakalp Patra) જાહેર કર્યો હતો. ETV Bharatનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રીપોર્ટ

ભાજપનો સંકલ્પ પત્ર કે દગા પત્ર? અમિત શાહને ઓવૈસીનો જવાબ, કેજરીવાલ તમારા વીજળીનું બિલ ભરશે

author img

By

Published : Nov 26, 2022, 10:24 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. સ્ટાર પ્રચારકો રોડ શો કરીને જાહેરસભાને સંબોધી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ચૂંટણીના જંગમાં હજી ચૂંટણી પ્રચાર જેવો માહોલ જામ્યો નથી.

અમિત શાહ V/S ઓવૈસી કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અમિત શાહે જાહેર રેલીમાં નિવેદન આપ્યું હતું કે તેમણે 2002માં ગુજરાતના તોફાનીઓને પાઠ ભણાવ્યો હતો અન ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપી હતી. તેની સામે આજે અમદાવાદના જુહાપુરામાં સભા સંબોધતાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે હું આ મતવિસ્તારના સાંસદ અને દેશના ગૃહપ્રધાનને કહીશ કે તમે 2002માં જે પાઠ ભણાવ્યો હતો. તે એ હતો કે તમે બિલ્કીસ બાનોના દુષ્કર્મીઓને મુક્ત (Bilkis Bano miscreants freed) કરશો. તમે જે પાઠ ભણાવ્યો કે તમે બિલ્કીસની ત્રણ વર્ષની દીકરીના હત્યારાઓને છોડાવી શકશો. તમે એમને એ પણ શીખવ્યું કે અહેસાન જાફરીને મારી શકાય છે. તેમણે આગળ કહ્યું હતું કે અમિત શાહ તમે 2020ના દિલ્હીના કોમી રમખાણોના તોફાનીઓને શું પાઠ ભણાવ્યો? અમિત શાહ આનો પણ જવાબ આપે.

કેજરીવાલને લીલા તોરણે પાછા મોકલીશું અમિત શાહે આજે પાંચ જાહેરસભાને સંબોધન કર્યું હતું. અને હમેશાની જેમ કોંગ્રેસ પર હલ્લો બોલ્યો હતો. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે કેજરીવાલને આપણે લીલા તોરણે પાછા મોકલવાના છે. તેમજ ગુજરાતના વિરોધીઓને વિપક્ષો સમર્થન આપે છે. ભાજપે ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત બનાવ્યું છે. કોંગ્રેસના રાજમાં સૌરાષ્ટ્રમાં ગુંડા અને માફિયાઓનું રાજ હતું. જ્યારે આજે એક પણ દાદો નથી. હવે તો બધે માત્ર એક માત્ર હનુમાનદાદા દેખાય છે.

વકફ બોર્ડની સંપત્તિની તપાસ, મદરેસાઓનું મોનિટરિંગ ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર (BJP Sanakalp Patra) જાહેર કર્યો હતો. તેમાં જો ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તો અમારી સરકાર એક ટાસ્ક ફોર્સની રચના (Formation of Government Task Force) કરશે અને રાજ્યના વકફ બોર્ડની સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરશે. આ ઉપરાંત રાજ્યમાં ચાલતાં તમામ મદરેસાઓના અભ્યાસક્રમનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. તેમજ બળજબરી ધર્મ પરિવર્તન પરના કાયદાનો અમલ ચુસ્તપણે કરવામાં આવશે અન સાથે જે આવા ગુના બદલ ફટકારવામાં આવતો નાણાંકીય દંડ અને સજા સખત કરાશે.

સમાન સિવિલ કોડ અંગે કમિટિની ભલામણોનો ચુસ્ત અમલ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ તત્વોને કાબુમાં લેવામાં આવશે. તેવી પણ ભાજપે બાહેંધરી આપી છે. સમાન સિવિલ કોડ અંગે રચાયેલી કમિટિની ભલામણોનો ચુસ્ત અમલ થાય તે દિશામાં કામ કરીશું. તે ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને ઈકોનોમીના ક્ષેત્રમાં વધુ સારુ કામ કરવા માટે વચનો આપ્યા છે. પોલીસ ફોર્સને આધુનિક બનાવવા માટે 1 હજાર કરોડ આપવામાં આવશે તેમજ આતંકવાદને પકડવા માટે સ્લીપર સેલ કાર્યરત કરાશે, આમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

સીએમનો રોડ શો અમદાવાદની ઘાટલોડિયા બેઠક (Ghatlodia seat of Ahmedabad) પર ચૂંટણી લડી રહેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રોડ શો યોજ્યો હતો અને પ્રચાર કર્યો હતો.

યોગીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગીર સોમનાથમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને પછી સભા સંબોધી હતી. મોદીજીના નેતૃત્વમાં ભારતની વિરાસતને વિકસિત કરવાની સાથે સમ્માન મળી રહ્યું છે. કોંગ્રેસે મુસ્લિમોના મત મેળવવા માટે હિન્દુઓને કયારેય સમ્માન આપ્યું નથી. કોંગ્રેસે હમેંશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ જ કર્યો છે.

મોંઘવારીનો દર યથાવત રહ્યો છે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલે અમદાવાદમાં કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ડબલ ડીઝીટમાં મોંઘવારી રહેતી હતી. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં કોરોના મહામારીનો કાળ આવવા છતાં મોંઘવારીનો દર આશરે 4 ટકા જેટલી મોંઘવારીનો દર રહેવા પામ્યો છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો અને તેમની દિર્ઘદ્રષ્ટીનું પરિણામ છે. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. જ્યારે વિરોધીઓ જે કહે છે તે માત્ર ચૂંટણીઓ પુરતું જ હોય છે. ગુજરાતમાં શિક્ષણ પહેલેથી જ ફ્રી છે. સ્વાસ્થ્ય સેવા પહેલેથી જ લાગુ કરવામાં આવી છે અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડ મળવાથી ગરીબમાં ગરીબ લોકો પણ જટીલમાં જટીલ રોગની સારવાર ફ્રીમાં (Treatment of complex disease free) કરી શકે છે. રાજ્યમાં ડબલ એન્જીનની સરકાર આગામી દિવસોમાં વધુ તેજ ગતિથી કામ કરશે.

ભાજપના 70 ટકા વાયદા પૂર્ણ થયા નથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા (Congress National Spokesperson) આલોક શર્માએ ભાજપના સંકલ્પપત્ર 2022 પર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, આ જ પ્રમાણે 2017માં ભાજપે વાયદા અને વચનોની ભરમાર આપી હતી. પરંતુ તેમના 2017ના સંકલ્પ પત્રના 70 ટકા વાયદાઓ પૂરા નથી થયા. તે બાબતે માફી પત્ર નિકાળવાના બદલે જે પ્રમાણે જુઠ્ઠાણાની ભરમાર 2022ના ભાજપના સંકલ્પ પત્રમાં દેખાઈ રહી છે, માટે જ અમે કહીંએ છીએ કે આ સંકલ્પ પત્ર નથી પરંતુ દગા પત્ર છે. ભાજપની સરકારે ગુજરાતમાં સત્તા સંભાળી ત્યારે ગુજરાતનું દેવુ માત્ર 10 હજાર કરોડ હતું. જે આજે 4 લાખ કરોડ આંબી ગયું છે. તેમના 80 પાનાના સંકલ્પ પત્રમાં જે પ્રમાણે કોઈ નક્કર વચનો આપવામાં નથી આવ્યા અને માત્ર આંકડાકીય માયાજાળ રચવામાં આવી છે. શું આ સંકલ્પ પત્ર છે કે બજેટની ઉઠાવાયેલી કોપી તેનો પ્રશ્ન ગુજરાતની જનતા કરી રહી છે.

24 કલાક વીજળી તેનું બિલ હું ભરીશ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક (National Coordinator of Aam Aadmi Party) અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલજીએ ભાવનગરમાં રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.