- વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અસર થઈ
- વાતાવરણને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો
- ટેક્નિકલ ખામી ન સર્જાય તે માટે GTU દ્વારા પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો
અમદાવાદ : તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અસર થઈ છે. ત્યારે GTUની અત્યારે ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ડિવાઈસ હોવી જરૂરી છે. તેના માટે ઇલેક્ટ્રિક પાવર હોવો જરૂરી છે. પરંતુ વાતાવરણને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
આ પણ વાંચો : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સંલગ્ન તમામ કૉલેજને IQAC કમિટી નિમવા આદેશ
મોકૂફ થયેલી પરીક્ષાઓ 24 મેથી 27મે દરમિયાન લેવાશે
ગુજરાતના તમામ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે શક્ય નથી. આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે મોકૂફ થયેલી પરીક્ષાઓ 24 મેથી 27મે દરમિયાન લેવાશે. ત્યારે 18 મેથી 21મે દરમિયાન લેવાનારી પરીક્ષા મોકૂફ કરાઈ હતી. ત્યારે તૌકતો વાવઝોડાને લઈને વિદ્યાર્થીઓ પર પણ તેની અસર જોવા મળી હતી. પરીક્ષા દરમિયાન ટેક્નિકલ ખામી ન સર્જાય તે માટે GTU દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : GTU દ્વારા મહેસાણા ખાતે GPERI કોલેજમાં 72મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી