લાલદરવાજા બહુમાળી ભવનમાં નોકરી કરતા GST અધિકારી રમેશ પંડ્યા 21,000 રુ.ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ફરિયાદીએ ACBને જાણ કરતાં ACBએ છટકું ગોઠવીને 21,000 રુ.ની લાંચ લેતા અધિકારી રમેશ પંડ્યાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
ACBએ રમેશ પંડ્યાને અમરેલીમાં લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ACBએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. આ મામલે અન્ય અધિકારીઓ પણ સપડાયેલા છે કે નહીં, તે દિશામાં પણ ACB તપાસ કરી રહી છે.