GSRTCને ચાલું વર્ષે દિવાળીના 22મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર સુધીના 6 દિવસના સમયગાળામાં ઓનલાઈન બુકીંગ કરાયેલી ટિકિટથી 6.33 કરોડ રૂપિયાની આવક થઈ છે.. ચાલુ વર્ષે દિવાળીના સમયગાળા GSRTCની 2.95 લાખ સીટનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન GSRTCના ઓનલાઈન બુકિંગમાં 74 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે આ ટાઈમફ્રેમમાં GSRTCની 1.26 લાખ ટિકિટોનું ઓન-લાઈન બુકિંગ થયું હતું જે ચાલું વર્ષે વધીને 2.95 લાખ થયું છે.
એટલું જ નહીં ગત વર્ષની સરખામણીએ ઓનલાઇન બુકિંગથી થયેલી આવકમાં પણ ૫૯ ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન ઓનલાઇન બુકિંગ GSRTCને 3.98 કરોડની આવક થઈ જે આજે વધીને 6.33 કરોડ રૂપિયા થઈ છે. નિગમે ઈતિહાસમાં પ્રથમ વખત ઓક્ટોબર 2019 માસ દરમિયાન 13.24 લાખ ઓનલાઇન ટિકિટ થકી 29.80 કરોડની મબલખ આવક મેળવી છે.
દિવાળીના છ દિવસના સમયગાળા દરમિયાન ગત વર્ષની સરખામણીએ મોબાઇલ એપ થકી વધારાની 30, 243 સીટોનું બુકિંગ થવાથી 261 ટકાનો વધારો મેળવ્યો છે. GSRTCમાં ઓન-લાઈન બુકિંગ પ્રક્રિયા વધારવા માટે આવનાર દિવસોમાં વધુ પ્રોજેકટ કેશ-બેક જેવી વિવિધ પ્રકારની સ્કીમ આપવામાં આવશે.