ETV Bharat / state

અમદાવાદ: સિવિલ હોસ્પિટલનો 12 વર્ષ પૂર્વેનો ગોઝારીયો બ્લાસ્ટ, બ્લાસ્ટ બાદ 95 લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી

અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પીટલમાં 12 વર્ષ પૂર્વે 26 જુલાઈના રોજ સાંજે જે બ્લાસ્ટ થયો હતો તેના ઘા હજુ ઊંડા જ છે છતાં સિવિલ હોસ્પીટલમાં છેલ્લા 12 વર્ષમાં 95 લાખ દર્દીઓએ સારવાર મેળવી છે.

author img

By

Published : Jul 24, 2020, 7:45 PM IST

Updated : Jul 25, 2020, 8:23 PM IST

અમદાવાદ: સિવિલ હોસ્પીટલનો 12 વર્ષ પૂર્વેનો ગોઝારીયો બ્લાસ્ટ,બ્લાસ્ટ બાદ 95 લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી

અમદાવાદ: 26 જુલાઈ 2008ની સાંજે સીવીલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટનો દિવસ આજે પણ કોઈ નથી ભૂલી શક્યું. પહેલા અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ થયા અને તે બાદ સારવાર માટે લોકો સિવિલ હોસ્પિટલ પહોચ્યા ત્યારે ત્યાં પણ એક ભયાનક બ્લાસ્ટ થયો. એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પીટલમાં એ વર્ષે પણ હજારો દર્દીઓ હાજર હતા.

બ્લાસ્ટ થતા અચાનક જ અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. કોઈના શરીરના અલગ અલગ ભાગ વિખેરાઈ ગયા હતા. તો કોઈ પરિવાર જ વિખેરાઈ ગયો હતો. આટલા ઘા સહન કર્યા છતાં હજુ પણ હોસ્પિટલ સ્થાયી છે અને છેલ્લા 12 વર્ષમાં 95 લાખ 60 હજાર 825 લોકોએ સારવાર મેળવી છે. જેમાંથી 83 લાખ 73 હજાર 546 OPD અને 11 લાખ 87 હજાર 279 ઈન્ડોર દર્દીઓ હતા.

સિવિલ હોસ્પિટલનો 12 વર્ષ પૂર્વેનો ગોઝારીયો બ્લાસ્ટ, બ્લાસ્ટ બાદ 95 લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી

આજે કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ સિવિલ હોસ્પિટલ લડવા માટે તૈયાર છે. અનેક લોકો કોરોનાની સફળ સારવાર લઈને ઘરે પરત ફર્યા છે. પૂર્વ સુપ્રિટેન્ડેટ અને હાલના ખાસ ફરજ પરના ડૉ. પ્રભાકરે જણાવ્યું કે 12 વર્ષ અગાઉ ટ્રોમાં સેન્ટર પાસે જે બ્લાસ્ટ થયો હતો તે આજે પણ તેઓ ભૂલી નથી શક્યા. તેમ છતાં દર્દીઓ પ્રત્યેની સેવા તેમને સંવેદનશીલ બનાવે છે.

આવી અનેક આપત્તિ કાળે સિવિલ હોસ્પીટલના તબીબો અનેક જગ્યાએ સારવાર માટે ગયા છે અને આપત્તિના સમયે સિવિલ હોસ્પિટલ પણ લોકો માટે હમેશા સાથે રહી છે. અનેક મુશ્કેલીઓના ધોધ સામે સિવિલ હોસ્પીટલે સેવાનો ધોધ ચાલુ જ રાખ્યો છે.

Last Updated : Jul 25, 2020, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.