- સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાનો લાભ
- લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે
- કુલ 4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર છોડવાનો નિર્ણય
અમદાવાદ : નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં અત્યારે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં નર્મદાના પાણી માટે શંકર ચૌધરીએ સરકારને રજૂઆત કરી
કુલ 4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર છોડવાનો નિર્ણય
યોજનાની ચારેય લિંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો/ ચેકડેમો/ તળાવો ભરવા માટે લિંંક-1 માટે મચ્છું-2 જળાશય ખાતે 375 મિલિયન ઘનફુટ, લિંક-2 માટે લિંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1,875 મિલિયન ઘનફુટ, લિંક-3 માટે ધોળીધજા ડેમ ખાતે 450 મિલિયન ઘનફુટ, લિંંક-4 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1,050 મિલિયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે 250 મિલિયન ઘનફુટ મળી કુલ-4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના પાણીથી તળાવો ભરાતા ખેડૂતો ખુશખુશાલ
ઉનાળુ પાકો માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે
ઉનાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પાણીની ખેંચ વર્તાતી હોય છે. ત્યારે સરકારના આ નિર્ણયથી ઉનાળુ પાકો માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ લોકોને પીવાનું પાણી પણ મળી રહેશે.