અમદાવાદ: સરકારી અધિકારીઓ (Government officials)દ્વારા હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવતું નથી, તેને લઈને ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠે આકરી નારાજગી વ્યક્ત કરી છે. અધિકારીઓના આ વલણને લઇને ખંડપીઠે આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું છે કે કોર્ટ દ્વારા (Gujarat High Court)થતા આદેશનો અધિકારીઓ દ્વારા પાલન કરવામાં આવતું નથી તો તેને લઈને રાજ્ય સરકાર આ બાબતને ધ્યાનમાં લે અને તેની સામે યોગ્ય પગલાં ભરે.
આ પણ વાંચોઃ ભ્રામક જાહેરાતો રોકવા પોલીસી જાહેર કરશે કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યું નિવેદન
અધિકારીઓ સામે સીધા જ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરીશું - આ સમગ્ર મામલાને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર (High Court order regarding government officials)કરી છે કે, મૌખિક ચેતવણી આપી છે કે હાઇકોર્ટ સમક્ષ ઘણી બધી કન્ટેમ્પટ અરજી આવતી હોય છે. જો હાઇકોર્ટના આદેશનું પાલન કરવામાં નહીં આવે તો દર વખતે અરજીમાં જે તે જવાબદાર અધિકારીએ હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે તેવું વલણ અપનાવવામાં આવશે. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓ સામે સીધા જ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરીશું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ : કાયદાને લઇ થયો ચોંકાવનારો દાવો, જાહેર હિતની અરજી થઇ
સરકાર કોઈપણ અધિકારીને આ બાબતે બચાવવાનો પ્રવાસ ના કરે - આ મામલાને લઈને હાઇકોર્ટની નારાજગી બાદ રાજ્ય સરકારના વકીલની રજૂઆત હતી કે દરેક અધિકારીઓને આ બાબતે કહી દેવામાં આવેલ છે. કોર્ટના આદેશનો કડકાઇથી અમલ કરવામાં આવે. આ મામલાને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ કહ્યું કે હાઈકોર્ટ દ્વારા અલગથી એવી સુવિધા પણ ઉભી કરવામાં આવી છે કે કોર્ટનો જે પણ આદેશ થાય તે સંબંધિત વિભાગના અધિકારીઓને તેની વેબસાઇટ પર પણ જોવા મળી શકે છે. કોઈપણ મામલાને લઈને એડવોકેટ જનરલની ઓફિસને પણ પહેલાથી જાણ કરવાની હોય છે તેથી સરકાર કોઈપણ અધિકારીને આ બાબતે બચાવવાનો પ્રવાસ ના કરે તે મહત્વનું છે.