ETV Bharat / state

શું અનેક જિલ્લામાં ચૂંટણી ફરજના પૈસા ચૂકવવાના બાકી? શું કહ્યું ચૂંટણી પંચે? - ચૂંટણી પંચે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાયા હતાં. તેઓને વિધાનસભા ચૂંટણી ફરજ દરમ્યાનના ચુકવણાં(Government employees on election duty payments ) થયા ન હોવાની બૂમ ઉઠી છે. ત્યારે આ સમગ્ર બાબતે etv ભારતે તપાસ કરી હતી.

શું અનેક જિલ્લામાં ચૂંટણી ફરજના પૈસા ચૂકવવાના બાકી? શું કહ્યું ચૂંટણી પંચે?

author img

By

Published : Jan 2, 2023, 9:02 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) માં કુલ 1,13,325 થી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણીની ફરજમાં જોડાયા હતા. જેમાં અમુક જિલ્લામાંથી હજી તેઓને વિધાનસભા ચૂંટણીના ફરજ દરમ્યાનના ચુકવણા થયા ન હોવાની વિગતો (Government employees on election duty payments )સામે આવી છે. ત્યારે આ સમગ્ર બાબતે etv ભારતે તપાસ કરતા ગુજરાત ચૂંટણી પંચના (Gujarat Election Commission )નાયબ ચૂંટણી અધિકારી અશોક માણેકે જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. જ્યારે તમામ કર્મચારીઓને ચુકવણી કરવામાં આવી છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીના સરળ સંચાલન માટે કુલ 2,20,288 તાલીમબદ્ધ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવી હતી. આમ પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ ઑફિસર્સ જ્યારે બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સે ફરજ બજાવી હતી.

આ પણ વાંચો પોરબંદરમાં ચૂંટણી ફરજ પર IRB જવાનોએ કર્યું સામ સામે ફાયરિંગ, બેના મોત

અનેક જિલ્લામાં ચુકવણી બાકી ? મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કર્મચારી કે જેઓ ચૂંટણીમાં જોડાયા હતા તેવા કર્મચારીઓને હજી સુધી પેમેન્ટ થયું (Government employees on election duty payments )નથી. ત્યારે આ બાબતે etv ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં ચૂંટણી પંચના નાયબ ચૂંટણી અધિકારી અશોક માણેકે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ સુધી આવી કોઈ પણ ફરિયાદ પ્રાપ્ત થઈ નથી અને તમામ કર્મચારીઓને નિયત સમયમાં જ ચુકવણી કરી દેવામાં આવી છે. જો કોઈ આવી ફરિયાદ મળશે તો તાત્કાલિક ધોરણે તેનો નિવારણ કરવામાં આવશે.

આ પણ વાંચો મહેસાણામાં દિવ્યાંગકર્મીને ચૂંટણી ફરજ પર મુક્તિ મળી હોવા છતાં ફરજ પર જોડાયા

ચૂંટણી દરમિયાન કેટલી થઈ ફરિયાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) મતદાન દિવસે કુલ રાજ્ય ચૂંટણી પંચને 33 એલર્ટ પ્રાપ્ત થયા હતાં. EVM ના 17, ચૂંટણી બહિષ્કારના 5 અને ટોળા અંગેની ફરિયાદ 2 અને બોગસ વોટિંગની 2 એલર્ટ સહિત કુલ 7 જેટલી ફરિયાદ થઈ હતી. જ્યારે ગુજરાત ચૂંટણી પંચમાં ઈમેલ, ફોનથી EVM અંગેની 6 ફરીયાદ, બોગસ વોટિંગ 2 ફરિયાદ, લોં એન્ડ ઓર્ડર ની 30, અને આચાર સહિતા ભંગની 36 તથા અન્ય ફરિયાદો મળીને કુલ 104 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. જ્યારે અન્ય ફરિયાદની વાત કરવામાં આવે તો ધીમું મતદાન પાવર કટની ફરિયાદ અને બોગસ વોટીંગની ફરિયાદ સામે આવી હતી, C VIGIL APP માં 221 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. જ્યારે બીજા તબક્કાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા 27 ફરિયાદો, અન્ય પ્રકારે 28 ફરિયાદો અને ઈમેલ દ્વારા 55 જેટલી ફરિયાદો મળી હતી. કૉલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્ય પ્રચાર માધ્યમો (ECI એલર્ટ્સ) દ્વારા 38 જેટલી ફરિયાદો ધ્યાનમાં આવી છે. આમ કુલ 312 જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. જેનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

2017 કરતા 2022 માં ફરિયાદ ઓછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022 ) વાત કરવામાં આવે તો વર્ષ 2017 માં વિધાનસભાની ચૂંટણી કરતાં વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ઓછી ફરિયાદ નોંધાવી છે. આમ વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં 329 જેટલી આચારસંહિતાની ફરિયાદ હતી જ્યારે વર્ષ 2022 માં ફક્ત 234 જેટલી જ ફરિયાદ નોંધાઈ છે . જ્યારે સૌથી વધુ ફરિયાદ શિવ મોબાઇલ એપ્લિકેશનથી નોંધવામાં આવી છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 6130 ફરિયાદ મોબાઇલ એપ્લિકેશનથી ફરિયાદ નોંધાય છે. જ્યારે સૌથી વધુ ફરિયાદ પોસ્ટર અને બેનરની ફરિયાદ કુલ 4,189 જેટલી નોંધાઈ હતી. જ્યારે 19 જેટલી ફરિયાદ ગવર્મેન્ટ મશીનરીનો ઉપયોગ ઉમેદવારો કરી રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ સમગ્ર ફરિયાદ દરમિયાન ફક્ત એક જ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે જે દાહોદ ખાતે નોંધાઈ હતી.

આચારસંહિતા દરમિયાન કેટલા પ્રમાણમાં મુદ્દામાલ કર્યો જપ્ત ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. જેમાં ચૂંટણી પંચે વિગત આપતા જણાવ્યું હતું કે ફ્લાઈંગ સ્કૉડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા. રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

પીએમ મોદીના મતદાન માટે થઈ હતી ફરિયાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની તમામ ચૂંટણીમાં હંમેશા મતદાન કરતા જોવા મળે છે. ત્યારે 5 ડિસેમ્બર ના રોજ પીએમ મોદીએ અમદાવાદની નિશાન શાળામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે મતદાન દરમિયાન અનેક લોકો ત્યાં હાજર થયા હતા. તે દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કરીને મતદાન માટે આવ્યા હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. આ બાબતે અમદાવાદના ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને લેખિતમાં જવાબ આપ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે ૨૦૦ મીટરથી દૂર પોતાની ગાડીમાં ઉતરીને મતદાન મથકે ચાલીને આવ્યા હતાં. જ્યારે જે લોકો ભેગા થયા હતાં તે સામેથી આવ્યા હોવાની લેખિતમાં જાણ અમદાવાદ ચૂંટણી અધિકારીએ ગુજરાત ચૂંટણી નિર્વાચન અધિકારીને કરી હતી. જે જવાબ ગુજરાત નિર્વાચન અધિકારીએ દિલ્હીમાં આજ જવાબ રજૂ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.