ETV Bharat / state

Gujarat High Court: આસારામ કેસના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો, શાંતિવાટિકામાં થયું હતું શોષણ

author img

By

Published : Jul 4, 2023, 6:11 PM IST

Updated : Jul 4, 2023, 6:26 PM IST

સુરતની યુવતીઓના દુષ્કર્મ કેસમાં આસારામની પત્ની-પુત્રી સહિત અન્ય પાંચ મહિલાઓને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ગાંધીનગર કોર્ટ પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 2 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

Gujarat High Court News : 2013 આસારામ કેસના ચુકાદાને સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો

અમદાવાદ : સુરતની બે યુવતી પર દુષ્કર્મના કેસમાં આસારામ સહિત અન્ય છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા હતા. આ આરોપીઓમાં આસારામની પત્ની-પુત્રી અને અન્ય પાંચ મહિલા શિષ્યોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આરોપીઓને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના હુકમ સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

શું છે સમગ્ર કેસ : સુરતની બે યુવતી પર દુષ્કર્મના કેસમાં આસારામ સહિત અન્ય છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. વર્ષ 2001 માં બંને યુવતીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2013 માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013 ના રોજ આસારામ સહિત અન્ય સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. બંને પીડિતાઓએ દાખલ કરેલ ફરિયાદમાં આસારામ તેમજ નારાયણ સાંઇ સામે આક્ષેપ લગાવ્યા હતા. જેમાં આસારામની પત્ની-પુત્રી અને સેવિકાઓને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

પિડિત બહેનોનો આક્ષેપ : પીડિત બહેનોએ આક્ષેપમાં જણાવ્યું હતું કે, વર્ષ 1996 થી બંને બહેનો અને તેમનો પરિવાર આસારામ આશ્રમ સાથે જોડાયેલા હતા. વર્ષ 2001 માં તેમની સાથે અમદાવાદની શાંતિવાટીકામાં જ આસારામે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ તેઓ પીડિતાને અને તેમના પરિવારને ખૂબ જ ડરાવીને રાખતા હતા. જોધપુર કેસની ઘટના બાદ પીડિતાઓએ હિંમત બતાવી દુષ્કર્મ અંગે આ કેસ નોંધાવ્યો હતો.

સુનાવણી ક્યારે ? જસ્ટિસ એ.વાય. કોગજેની ખંડપીઠે સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલના સંદર્ભે આસારામની પત્ની લક્ષ્મીબેન , પુત્રી ભારતીબેન અને અન્ય પાંચ મહિલા શિષ્યાને નોટિસ પાઠવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 2 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને ચાર શિષ્યા પર આસારામને ગુનામાં મદદ કરવા અને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ પુરાવાના અભાવે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

હાઇકોર્ટમાં અપીલ : ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર કેસમાં કુલ 68 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ આશારામને દોષિત જાહેર કરીને ચુકાદો આપવામાં આવ્યો હતો. જ્યારે આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જેથી હવે સરકારે તેમની સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે.

  1. Gujarat High Court: અરજદારની અરજી બાદ હાઇકોર્ટે તંત્ર પાસે માંગ્યો જવાબ, ગાંધીઆશ્રમ વળતર રકમ કેસની સમગ્ર વિગત
  2. Gujarat High Court: મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપતો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

Last Updated : Jul 4, 2023, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.