ETV Bharat / state

સરકારે ડેપ્યુટી કલેક્ટર ધવલ જાનીને આપેલો પ્રમોશન રદ કર્યો - ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી

અમદાવાદઃ વર્ષ 2017 ધોળકા વિધાનસભા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે શુક્રવારે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ સોંગદનામું રજૂ કરતા દલીલ કરી હતી. આ કેસના પક્ષકાર ધવલ જાનીને સરકાર દ્વારા જે પ્રમોશન અપાયો હતો તે પરત ખેંચી લેવામાં આવ્યું છે અને તેની વિરૂદ્ધ ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે વધુ સુનાવણી 22 નવેમ્બરે હાથ ધરાશે.

સરકારે ડેપ્યુટી કલેક્ટર ધવલ જાનીને આપેલો પ્રમોશન રદ કર્યો
author img

By

Published : Nov 15, 2019, 8:31 PM IST

આ અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચે બંને અધિકારી વિનિતા વ્હોરા અને ધવલ જાની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો રાજ્યના ચૂંટણી પંચને આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારે ધવલ જાનીને ડેપ્યુટી કલેક્ટરના પદ પરથી એડિશનલ કલેક્ટર મેટ્રો લિંક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. હાઇકોર્ટે આ મુદ્દે ધવલ જાની અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલને તપાસના આદેશ આપ્યા છે.

સરકારે ડેપ્યુટી કલેક્ટર ધવલ જાનીને આપેલો પ્રમોશન રદ કર્યો

હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં તેની શંકાસ્પદ ભુમિકાને લીધે ધવલ જાનીને પક્ષકાર બનાવવામાં આવ્યો હતો અને તેને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાના ફાયદો કરાવ્યો હોવાથી કદાચ તેને સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યો હોઇ શકે છે. હાઇકોર્ટની સુનાવણી જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે નોંધ્યું હતું કે, ધોળકા વિધાનસભા બેઠક પર રિટર્નિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાની પર શંકાસ્પદ ભુમિકા અદા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષ 2017 ધોળકા વિધાનસભા બેઠક પરથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતોથી જીત્યા હતાં. જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમા પર મતગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

Intro:વર્ષ 2017 ધોળકા વિધાનસભા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જીતને પડકારતી અરજી મુદે શુક્રવારે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ સોંગદનામું રજુ કરતા દલીલ કરી હતી કે આ કેસના પક્ષકાર ધવલ જાનીને સરકાર દ્વારા જે પ્રમોશન અપાયો હતો તે પરત ખેંચી લેવામાં આવ્યું છે અને તેની વિરૂધ ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે...આ મામલે વધું સુનાવણી 22મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.Body:અગાઉ કેન્દ્રિય ચુંટણી પંચે બંને અધિકારી વિનિતા વ્હોરા અને ધવલ જાની વિરૂધ કડક કાર્યવાહી કરવાનો રાજ્યના ચુંટણી પંચને આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રાજ્ય સરકારે ધવલ જાનીને ડેપ્યુટી કલેક્ટરના પદ પરથી એડિશનલ કલેક્ટર મેટ્રો લિંક તરીકે પ્રમોશન આપ્યો હતો. હાઈકોર્ટે આ મુદે ધવલ જાની અને ભુપેન્દ્ર ચુડાસમાના વકીલને તપાસ કરવાનો આદેશ કર્યો હતો...હાઈકોર્ટે નોધ્યું હતું કે ધોળકા વિધાનસભા બેઠકની ચુંટણીમાં તેની શંકાસ્પદ ભુમિકાને લીધે ધવલ જાનીને પક્ષકાર બનાવવામાં આવ્યો હતો અને તેને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાના ફાયદો કરાવ્યો હોવાથી કદાચ તેને સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યો હોઈ શકે છે. Conclusion:હાઈકોર્ટની સુનાવણી જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે નોંધ્યું હતું કે ધોળકા વિધાનસભા બેઠક પર રિટર્નિગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીની પર શંકાસ્પદ ભુમિકા અદા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષ 2017  ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી..અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.