ETV Bharat / state

ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ સરકારે રદ્દ કરતા મેક ડોનાલ્ડની હાઈકોર્ટમાં રિટ - કેન્દ્ર સરકારે રેસ્ટોરન્ટ સેક્ટર

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ સરકારે રદ કરતા મેક ડોનાલ્ડે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટિસ હર્ષા દેવાણીની અધ્યાક્ષતાવાળી ખંડપીઠે આ મુદે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11મી ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Nov 19, 2019, 8:05 PM IST

મેક ડોનાલ્ડ રેસ્ટોરન્ટ તરફે દાખલ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રેસ્ટોરેન્ટ માટેનો GSTનો દર 18 ટકામાંથી 5 ટકા કર્યા બાદ સરકારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ રદ કર્યો છે. મેક ડોનાલ્ડની ભારત સ્થિત ફ્રેન્ચાઇઝીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન રજૂઆત કરી છે કે, તેઓ ફાસ્ટફૂડ ચેઇનના વ્યાવસાય સાથે સંકળાયેલા છે. જુલાઇ-2017માં જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો, ત્યારે રેસ્ટેન્ટ સેક્ટર પર 18 ટકા GST લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં 9 ટકા કર કેન્દ્ર સરકારના હિસ્સે જતો હતો અને 9 ટકા હિસ્સો રાજ્ય સરકારના હિસ્સે જતો હતો. અરજદાર પણ વાનગીઓ બનાવવા માટેનો કાચો માલ અન્ય વેપારીઓ પાસેથી ખરીદી કરતા હોવાથી આ ખરીદીમાંથી તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી હતી.

ત્યારબાદ 14 નવેમ્બર 2017ના રોજ કેન્દ્ર સરકારે રેસ્ટોરન્ટ સેક્ટર પરનો GST 18 ટકામાંથી ઘટાડી પાંચ ટકા કર્યો અને પાંચ ટકાનો દર લાગુ કર્યા બાદ એવું પણ જાહેર કર્યુ કે, નવા લાગુ કરાયેલા દર બાદ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળી શકે. અરજદારની રજૂઆત છે કે, રેસ્ટોરન્ટ સેક્ટરનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો અધિકાર આવી રીતે પરત લઇ શકાય નહી. તેઓ કાચો માલ લઇ વાનગીઓ બનાવી વેચતા હોવાથી GST કાયદાની અન્ય જોગવાઇઓ પ્રમાણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના હકદાર છે. હાઇકોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્ટેટ GST કાઉન્સિલ અને GSTના આસિસન્ટન્ટ કમિશ્નરને નોટિસ પાઠવી આગામી સુનાવણી 11મી ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો છે.

Intro:ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ સરકારે રદ કરતા મેક ડોનાલ્ડે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટીસ હર્ષા દેવાણીની અધ્યાક્ષતાવાળી ખંડપીઠે આ મુદે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારનો નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધું સુનાવણી ૧૧મી ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો છે.  Body:મેક ડોનાલ્ડ રેસ્ટોરન્ટ તરફે દાખલ અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે રેસ્ટોરેન્ટ માટેનો જી.એસ.ટીનો દર ૧૮ ટકામાંથી ૫ ટકા કર્યા બાદ સરકારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો વિકલ્પ રદ કર્યો છે. મેક ડોનાલ્ડની ભારત સ્થિત ફ્રેન્ચાઇઝીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી રજૂઆત કરી છે કે તેઓ ફાસ્ટફૂડ ચેઇનના વ્યાવસાય સાથે સંકળાયેલા છે. જુલાઇ-૨૦૧૭માં જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો ત્યારે રેસ્ટેન્ટ સેક્ટર પર ૧૮ ટકા જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં ૯ ટકા કર કેન્દ્ર સરકારના હિસ્સે જતો હતો અને ૯ ટકા હિસ્સો રાજ્ય સરકારના હિસ્સે જતો હતો. અરજદાર પણ વાનગીઓ બનાવવા માટેનો કાચો માલ અન્ય વેપારીઓ પાસેથી ખરીદી કરતા હોવાથી આ ખરીદીમાંથી તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી હતી.Conclusion:ત્યારબાદ ૧૪-૧૧-૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકારે રેસ્ટોરન્ટ સેક્ટર પરનો જી.એસ.ટી. ૧૮ ટકામાંથી ઘટાડી પાંચ ટકા કર્યો અને પાંચ ટકાનો દર લાગુ કર્યા બાદ એવું પણ જાહેર કર્યુ કે નવા લાગુ કરાયેલા દર બાદ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળી શકે. અરજદારની રજૂઆત છે કે રેસ્ટોરન્ટ સેક્ટરનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો અધિકાર આવી રીતે પરત લઇ શકાય નહી. તેઓ કાચો માલ લઇ વાનગીઓ બનાવી વેચતા હોવાથી જી.એસ.ટી. કાયદાની અન્ય જોગવાઇઓ પ્રમાણે  ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના હકદાર છે. હાઇકોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્ટેટ જી.એસ.ટી. કાઉન્સિલ અને જી.એસ.ટી.ના આસિસન્ટન્ટ કમિશનરને નોટિસ પાઠવી આગામી સુનાવણી ૧૧મી ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.