તાજેતરમાં સાર્વજનિક ક્ષેત્રની 10 બેન્કોનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. જેનો વિરોધ બેન્ક અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. બેન્કોની વિલીનીકરણની સાથે કર્મચારીઓને વેતન વૃદ્ધિ, પેન્શન અને ફેમિલી પેન્શનની સુવિધા સહિતની પડતર માગણીને લઈને હડતાળ પર જશે. જો કે, ગ્રાહકોના 29 સપ્ટેમ્બર સુધીમાં બેન્કના વ્યવહાર બંધ રહેશે. 26 અને 27 તારીખે બેન્ક હડતાળ છે અને 28-29 તારીખે શનિવાર અને રવિવારની રજા હોવાથી ગ્રાહકો બેન્કમાં લેવડ-દેવડ તથા અન્ય કામ કરી શકશે નહીં.
બેન્ક અધિકારીઓની હડતાળના કારણે કરોડો રૂપિયાનો બેન્ક વ્યવહાર ઠપ થઈ જશે. ગુજરાતની 15થી વધારે બેન્ક અને 3000થી વધુ બ્રાન્ચના આ હળતાળથી અસરગ્રસ્ત થશે. જેના કારણે 30 કરોડ જેટલા પ્રતિદિન વ્યવહાર અટકશે. આ તમામ અધિકારીઓ પોતાની મંગણીઓને લઈને અડગ છે અને તેમનું કહેવું છે કે, જો માંગણીઓ નહીં સ્વીકારાય તો નવેમ્બર મહિનામાં અનિશ્ચિત કાળની હડતાળ કરવામાં આવશે.