અમદાવાદઃ છેલ્લાં કેટલાક સમયથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જ થતો હતો જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતું હતું.પરંતુ આજ થઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. સરકારી કંપનીઓએ ઘરેલુ વપરાશ માટેના ગેસ સિલિન્ડરમાં 151 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પેહલા આ સિલિન્ડરનો ભાવ 737 રૂપિયા હતો. જે હવે ઘટીને 586 રૂપિયા થયો છે. જયારે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવમાં 257 રૂપિયાના ઘટાડા સાથે ભાવ 1028 રૂપિયા થયો છે.
ચોક્કસ જ આ ભાવ ઘટાડાથી માધ્યમ વર્ગના લોકોને રાહત મળશે. જ્યારે ગરીબો માટે આ લોકડાઉનમાં ત્રણ ગેસના સિલિન્ડર વિનામૂલ્યે આપવાની જાહેરાત સરકાર કરી ચૂકી છે.ગેસ એજન્સીઓના માલિકોનું કહેવું છે કે આ ભાવ ધટાડો ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલમાં થયેલા ભાવમાં ઘટાડાનું પરિણામ છે.
![નાગરિકો માટે ખુશખબર :ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7017307_gascylinder_7209112.jpg)
મોટાભાગના દેશોમાં કોરાના વાયરસના સંકર્માણને લઈને જે લોકડાઉન આપવામાં આવ્યું છે. તેના કારણે ક્રૂડ ઓઇલની માંગમાં ધરખમ ઘટાડો થયો છે. પરિણામે ક્રૂડ ઓઇલની નિકાસ કરતા દેશોએ માગને ધ્યાનમાં લઈને ભાવ ધટાડો કર્યો છે. તેથી ભારત સરકાર દ્વારા પણ આનો લાભ ગેસના સિલિન્ડરમાં ભાવના ઘટાડા રૂપે નાગરિકોને અપાયો છે. જો કે સમયાંતરે બદલાયા કરે છે.