ETV Bharat / state

હાઈકોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ધરપકડથી બચાવા બે દિવસની રાહત આપી - Ahemadabad

અમદાવાદ: વાયરલ વીડીયો ટ્વીટર પર પોસ્ટ કરવા બદલ અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બદનક્ષીની ફરિયાદમાં આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં રીટ દાખલ કરાતા જસ્ટિસ વી.એમ પંચોલીએ જીગ્નેશ મેવાણીની સોમવાર સુધી ધરપકડ ન કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ધરપકડથી બચવા બે દિવસની રાહત આપી
author img

By

Published : Jul 19, 2019, 11:17 PM IST

વલસાડ સેશન કોર્ટે ગુરુવારે જીગ્નેશ મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ શુક્રવારે આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેને વલસાડ સેશન્સ કોર્ટના જજે આ કેસની તપાસ માટે મેવાણીની કસ્ટોડિયલ તપાસની જરૂર લખતા આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

સમગ્ર કેસની વિગત મુજબ ગત 20 મેના રોજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં બાળકને ઢોર માર મારવામાં આવતો હતો. આ મુદ્દે કરુણાંતિકા વ્યક્ત કરતા વાયરલ વીડિયો વલસાડની શાળાનો હોવાનો દાવો કર્યો હતો. જોકે આ વિડીયો વિદેશનો હોવાનું ખ્યાલ આવતા ટ્વીટ કરી સ્પષ્ટતા કરી હતી. વલસાડની RM & VMની પ્રિન્સિપાલ દ્વારા વલસાડ પોલીસ સ્ટેશનમાં મેવાણી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.

Intro:વાયરલ વીડીયો ટ્વીટર પર પોસ્ટ કરવા બદલ અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બદનક્ષીની ફરિયાદ કેસમાં આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટમાં રીટ દાખલ કરાતા જસ્ટિસ વી.એમ પંચોલીએ જીગ્નેશ મેવાણીની સોમવાર સુધી ધરપકડ ન કરવાનો આદેશ કર્યો છે.. આ મામલે વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે...

Body:વલસાડ સેશન કોર્ટે ગુરુવારે જીગ્નેશ મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ શુક્રવારે આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે... વલસાડ સેશન્સ કોર્ટના જજે આ કેસની તપાસ માટે મેવાણી ની કસ્ટોડિયલ તપાસ ની જરૂર લખતા આગોતરા જામીન ફગાવી દીધી હતી...

Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત ૨૦મી મેના રોજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં એ બાળક ને ઢોર માર મારવામાં આવતો હતો. આ મુદ્દે કરુણાંતિકા વ્યક્ત કરતા વાયરલ વીડીયો વલસાડની શાળાનો હોવાનો દાવો કર્યો હતો. જોકે આ વિડીયો વિદેશનો હોવાનું ખ્યાલ આવતા ટ્વીટ કરી સ્પષ્ટતા કરી હતી... વલસાડની RM&VMની પ્રિન્સિપાલ દ્વારા વલસાડ પોલીસ સ્ટેશનમાં મેવાણી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.